________________
gain
ઓગણત્રીસ વર્ષના યુવાન વીરચંદ ગાંધીની વિદ્વત્તા અને વાગ્ધારાએ સહુને સ્તબ્ધ કરી દીધા. માથે સેનેરી કિનારવાળી કાઠિયાવાડી પાઘડી, લાંબે ઝ, ખભે ધોળી શાલ અને દેશી આંકડિયાળા ડા. એમના પહેરવેશમાં ભારતીયતાની છાપ હતી. આ યુવાનની વિદ્વત્તા, અભ્યાસશીલતા, તાટસ્થવૃત્તિ અને વાકચાતુર્યથી વિશ્વષમ પરિષદ મોહિત થઈ ગઈ. એક અમેરિકન અખબારે લખ્યું, “પૂર્વના વિદ્વાનમાં જે રોચકતા સાથે જૈન યુવકનું જૈનદર્શન અને ચારિત્ર સંબંધી વ્યાખ્યાન જેટલા ૨સથી શ્રોતાઓએ સાંભળ્યું એટલા ૨સથી તેઓએ બીજા કેઈ પરિત્ય વિદ્વાનનું સાંભળ્યું ન હતુ.” વીરચંદભાઈએ જૈન ધર્મના સિદ્ધાંતની એવી વિદ્વત્તાથી વાત કરી કે કેટલાંક વર્તમાનપત્રોએ એમનું પ્રવચન અક્ષરશઃ પ્રગટ કર્યું. જૈન ધર્મની પરિભાષા સરળતાથી સમજાવવાની અનેરી ખૂબી એમની પાસે હતી. વાતને કે વિગતને તાર્કિક માંડણીથી સ્પષ્ટ કરવાની એમનામાં અને બી ક્ષમતા હતી. એક બાજુ પિતાની વાતને સમજાવતા જાય અને બીજી બાજુ એ વિશેનું પોતાનું આગવું અર્થઘટન આપતા જાય. ભારતીય દર્શન સમજવા માટે સંસ્કૃત અને પ્રાકૃતને અભ્યાસ જ પૂરતું ન હતું, પરંતુ ભારતની ગતકાલીન સંસ્કૃતિના સંદર્ભને આત્મસાત્ કરવાની જરૂર હતી. વીરચંદભાઈ એ આ આત્મસાત્ કર્યું હતું. આથી જ કયાંક એ જૈન લાગે છે, કયાંક હિંદુઓની તરફદારી કરે છે, પણ બધે જ, એ ભારતીય લાગે છે.
એમની વાણીમાં પોથી પંડિતનું શુષ્ક પાંડિત્ય નહોતું, પરંતુ ઊંડા અભ્યાસની સાથે હૂંફાળી લાગણી અને ભાવનાઓને સ્પર્શ હતો. વિવેકાનંદ અને વીરચંદ રાઘવજી ગાંધીની વિચારસરણીમાં અનેકાન્તના ઉપાસકની વ્યાપકતા અને સર્વગ્રાહી દષ્ટિ જોવા મળે છે. અમેરિકામાં એમણે માત્ર જૈનદર્શન પર જ પ્રવચન આપ્યાં નથી, પરંતુ સાં ખ્યદર્શન,
ગદશન, ન્યાયદર્શન, વેદાંતદર્શન અને બૌદ્ધદર્શન વિશે પ્રવચનો આપ્યાં છે. જ્યારે સ્વામી વિવેકાનંદનાં એ સમયનાં પ્રવચનમાં હિંદુ ધર્મ તરફ વિશેષ ઝોક જોવા મળે છે, અને બૌદ્ધ ધર્મની આકરી ટીકા પણ મળે છે. આમ છતાં આ બંને સમર્થ પુરુષોએ એકબીજાના પૂરક બનીને, વિદેશમાં ભારતીય દર્શનની મહત્તા બતાવી છે.
વીરચંદ રાઘવજી ગાંધીએ સદાય સત્યને પક્ષ લીધે. એમની નિખાલસતા, મામાણિકતા અને જીવનવ્યવહારની પવિત્રતા સહુને પશી જતાં હતાં. આ ધર્મ પરિષદમાં રેવન્ડ જજ એફ. પિન્ટેકેટ નામના લંડનના પ્રતિનિધિએ ભારતની દેવદાસીની પ્રથાની ટીકા કરીને હિંદુ ધર્મને ઉતારી પાડયો હતે. હિંદુ ધર્મની આ ટીકાને બચાવ કરનારા એકમાત્ર વીરચંદ ગાંધી હતા. એમણે કહ્યું કે મારા ધર્મની ટીકા કરવાની હિંમત કઈ એ કરી નથી તેથી હું આનંદ અનુભવું છું. પણ મારા સમાજની ટીકા થઈ તેને મારે જવાબ આપો જ રહ્યો. વીરચંદ ગાંધીએ પડકાર ફેંકતાં કહ્યું. આ એ હિંદુ ધર્મ છે, જેને માટે ગ્રીસના ઈતિહાસકારોએ જોયું છે કે કઈ હિંદુ કયારેય અસત્ય બોલતે જાણ્ય નથી અને કઈ હિંદુ સ્ત્રીને ક્યારેય અપવિત્ર જાણી નથી.
આટલું કહ્યા બાદ વીરચંદ ગાંધી સભાને સામે પ્રશ્ન કરે છે: “Even in the present day, where is the chaster woman or milder man than in India ?
નોંધપાત્ર બાબત એ છે કે વીરચંદ ગાંધીને અમેરિકા અને ઈંગ્લેન્ડના અનેક ખ્રિસ્તી સજજન સાથે ગાઢ મૈત્રી હતી, આમ છતાં એમણે ભારતમાં વટાળ-પ્રવૃત્તિ
135.
Education International 2010_03
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org