SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ આ જાતીઓનો ઉલ્લેખ છે. ત્રીજું નામ છે સાધ્ય જાતિઓનું. વેદોમાં તેમને વેદ-વિરોધિઓ તરીકે ઓળખાયા છે. જૈન ધર્મના હાલના સ્વરૂપમાં તો નહી પરંતુ કોઇને કોઇ રીતે તુર્કસ્તાન, મંત્રોલીયા અને ચીન પહોંચ્યો હતો તેવી માન્યતા અને પુરાવાઓ છે. મંગોલિયામાંથી જૈન મંદિરનાં અવશેષો મળી આવ્યા તેનું મુંબઇ સમાચાર તા. ૪-૮-૧૯૩૪ ના અંકમાં ઉલ્લેખ હતો કે પેકિંગમાં નનવારે જાતિના જૈન મંદિરો હતા. આમ છતાં બૌ, ધર્મની જેમ જૈન ધર્મનો પરદેશમાં પ્રચાર થો નથી. અત્યારે ન ધર્મના પાળનારા ભાવિકો વિશ્વના અનેક દેશોમાં અને નગરોમાં છે પરંતુ તેઓ ભારનથી ગયેલ મૂળ ભારતવાસીઓ છે. પરદેશી પ્રજાએ હજુ જૈન ધર્મ અપનાવ્યો નથી. બહુ ઓછા અંગ્રેજો અને અમેરીકનો જૈન ધર્મ પાળે છે. જો કે જૈન ધર્મ પ્રત્યે વધુ ને વધુ રસ જાગૃત થતો જાય છે. ધર્મનો શાકાહારીપણાનો આદર્શ વ્યાપક થતો જાય છે. ધર્મના સિદ્ધાંતો સમજવાની ઇચ્છા વધતી જાય છે. જ્ઞાન જિજ્ઞાસા જાગૃત થા છે. બ્રિટનમાં અને ખાસ કરીને ઇન્ગલેન્ડમાં ૨૫ થી ૩૦ હજાર જૈનો વસે છે. ભારત બહાર સહુથી વધારે જૈનો અમેરિકામાં છે. ત્યાં ૩૦ થી ૩૪ હજાર જૈન રહેતા હશે તેવો અંદાજ છે. બીજે નંબર ઇન્ગલેન્ડ આવે. અમેરિકા વિશાળ દેશ છે તેથી ત્યાંના જૈનો છુટા વાયાં વસે છે. ન્યુયોર્ક, ન્યુજર્સી, લોસ એન્જેલેસ, શિકાગો ને બાદ કરતાં જૈનોનું પ્રમાણ અમેરિકાના બીજા વિસ્તારોમાં ઓછું છે. ઇન્ગલેન્ડમાં જે ૨૫ થી ૩૦ હજાર જૈનો વસે છે તેમાંથી પંદર હજાર ઉપર જેનો બૃહદ લંડનમાં વસે છે. દ લંડનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં વળી જૈનોનું પ્રમાણ બીજા વિસ્તારો કરતાં વધારે છે. ઇલેન્ડમાં જે જૈનો વસે છે તેની એક વિશેષ બાબત એ છે કે આમાનાં મોટા ભાગનાં હાલારી વીસા ઓશવાળ છે. આમ મૂર્તિપૂજક જૈનો, સ્થાનકવાસી, દીનંબર એ બધાયે કરતાં ઓશવાળોની સંખ્યા વિશેષ છે. આ ઓશવાળો મૂળ ભારતથી પૂર્વ આફ્રિકાના દેશોમાં ગયેલાં અને પૂર્વ આફ્રિકાના દેશોની પરિસ્થિતિ પ્રતિકૂળ બનનાં જ ઘણા એશિયનોએ પુર્વ આફ્રિકા છોડયું, ઓશવાળોમાથી અર્ધ તે બ્રિટનમાં આવીને વસ્યાં. બ્રિટનમાં ઓશવાળોની સંસ્થા જૈનોમાં સૌથી મોટી છે એ પછી નવનાત વણિક એસોશિએશન આવે. નવનાત વણિક એસોશિએશન ઓસવાળ સિવાયના જૈનો તથા અન્ય વિણિકોની સંસ્થા છે. જો કે નવનાત વણિક એસોશિએશન ઓશવાળોને પણ આજીવન સભ્યો તરીકે સ્વીકારે છે. ઓશવાળોની સંસ્થા ઓશવાળ સિવાયના જૈનોને આજીવન સભ્ય તરીકે નથી સ્વીકારતી તે દુ:ખદ છે. અમેરિકાનાં જૈનોનો દાખલો સહુએ Jain Education International_2010_03 THE Jain__ લેવો જોઇએ અમેરિકાના જૈનો પોતાને મહાવીરના સંતાનો માને છે અને જ્ઞાતિ પ્રથા વગરની જૈનોની સંસ્થામાં મુખ્યત્વે માને છે. બ્રિટન જૈન સમાજ યુરોપથી સહુ જૈનોની પ્રતિનિધિ-રૂપ સંસ્થા છે. લેસ્ટરન રૈન સેન્ટર આનું વર્ગન ઉદાહરણ છે. (આ અંકમાંજ જૈન સમાજ યુરોપ તથા જૈન-સેન્ટરની વિસાળ માહિતી હોવાથી. અત્રે પુનરાવર્તન કરવાનું આવશ્યક નથી) લેસ્ટરની સિદ્ધિમાં માત્ર લેસ્ટરનાં જેનો નહીં પંરતુ લેસ્ટર બહારનાં જૈનોનો પણ અદ્ગિીય ફાળો છે. પશ્ચિમની દુનિયાનું સહુથી પ્રથમ ભારનીય સંસ્કૃતિને અનુરૂપ, કલાકારીગરીથી યુકત જૈન-સેન્ટર સહુને ગૌરવ લેવા જેવું છે. જૈન એકતા અને જૈન ધર્મના ઉત્કર્ષ જૈન સમાજ યુરોપનો ધ્યેય છે. બ્રિટનમાં સ્થાયી થયેલાં પંદર હજારથી વધુ ઓશવાળ જૈનો તેમની વ્યવસ્થા શકિત માટે જાણીતાં છે. ધીરી પણ ચોક્કસ ગતિથી તેઓ પ્રગતિ કરી રહ્યા છે. લંડનની ઉત્તરે પોટર્સ બાર ગામ પાસે આ સંસ્થાએ ૧૯૪૦ માં બંધાયેલું વીલાસ્ટાઇલનું મકાન તથા એકર જમીન સંપાદિત કરેલ છે. એપ્રીલ ૧૯૮૦ માં ૪,૬૪,૦૦૦ પાઉન્ડના ખર્ચે ખરીદવામાં આવેલ આ પ્રોપર્ટીમાં મહાજનવાડી તથા દેરાસર માટેની ખીંગ પરમીશન મળેલી છે. હવે મૂળ ભૂત બાંધકામના ત્વરિત નિણયિો લઇને કામ હાથ ધરાશે તેવી ધારણા છે. સહુ પ્રથમ તેઓ મહાજનવાડી તૈયાર કરવાની ભાવના ધરાવે છે ત્યારે પછી થનારી શિખર બંધી દેરાસરમાં ૧૫ લાખ પાઉન્ડ કે તેથી વધારે ખર્ચાશે તેવી માન્યતા છે. ઓશવાળ એસોશિએશન દ્નારા દક્ષિણ લંડનમાં મહાજન વાડી ખરીદવામાં આવેલ છે ત્યાં પણ સાંસ્કૃતિક-ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે. નવનાત વણિક એસોસિએશનમા વણિક જ્ઞાતિના જૈનો તથા અજૈનો સહુનો સમાવેશ થાય છે. આ સંસ્થામાં આશરે ૯૫% જૈન સભ્યો છે. સંસ્થાનું પોતાનું મથક હેરોમાં છે તેનો કબ્જો ૩૦ જાન્યુઆરી ૧૯૮૪ના રોજ મળ્યો હતો. ‘નવનાત ભવનના” નામથી ઓળખાતાં આ મકાનમાં હોલ તથા હિંદુ-જૈન મંદિર છે. બ્રિટનમાં આ સિવાય નવયુગ પ્રગતિ મંડળ, મહાવીર ફાઉન્ડેશન, ભકિત મંડળ જૈન એસોશિએશન, પણિક સમાજ, જૈન-સમાજ માંચેસ્ટર વગેરે સંસ્થાઓ છે. જૈન ધર્મના ઉગ્ય પ્રચારમાં આ સંસ્થાઓનો ફાળો નાનો સુનો નથી. લંડન અને બહારનાં વિસ્તારોમાં નાના-નાના સાપ્તાહિક સ્વાધ્યાય - સત્સંગ પ પણ છે. શ્રી જાપાન જૈન સંધ: જાપાનના કોબે શહેરમાં માત્ર ૨૮ કુટુંબોએ પોતાના તન-મન-ધનથી એક અનુપમ અને ભવ્ય જૈન દેરાસર બંધાવેલ છે. કીટાન-ચો વિસ્તારમાં ઘણા ધર્મોના કેન્દ્રો અને મંદિરો છે. આરસપહાણના ધુમ્મટ વાળું અને સુંદર સ્થંભો તથા શિખરો મંડિત For Private & Personal Use Only 95 www.jainelibrary.org
SR No.525501
Book TitleThe Jain 1988 07
Original Sutra AuthorN/A
AuthorNatubhai Shah
PublisherUK Jain Samaj Europe
Publication Year1988
Total Pages196
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy