SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ » આટલી આટલી ભિન્નતા વચ્ચે આશાનું કિરણ - નમસ્કાર મહામંત્ર સૌને માન્ય મહામંત્ર છે. ૨૪ તિર્થંકરો સહુને પૂજનિય * તિર્થંકરો સહુને પૂજાના પંચકલ્યાણક - પંચમહાવ્રત - ચારશિક્ષાવન ત્રણ ગુણવ્રત ચાર પ્રકારના શાસ્ત્રો - ચારયોગ, તત્વાર્થસુત્ર - ભકતામર સ્તોત્ર વગેરે સૌને મન અંકેજ સૂત્રે બંધાયેલ કંઠી સમાન છે. સ્યાદવાદ - અનેકાન્તવાદ - સમતવાદ વગેરે સિધ્ધાંતોમાં કોઇ ભેદ નથી - ક્રિયામાં ભેદ છે પણ ક્રિયા તે ધર્મ નથી - ક્રિયામાંથી ભ્રાંતિપ્રગટે તે તોડે છે પણ ક્રાંતિ પ્રગટ થાય છે તો જડ છે, ધર્મ મનુષ્યને જડ છે સંપ્રદાયો તડ છે. સંપ્રદાય તેડી ધર્મ જે બધાને જોડે છે તેમાં એકતા દ્વારા પ્રવેશ કરી જૈન ધર્મને - જૈન શાસનનો વિજય ડંકો વગાડવો જોઇશે. રાજનીતિ ક્ષેત્રે છિન્ન ભિન્ન થતા જઇએ છીએ આપણો અવાજ સંભળાતો નથી. - સામાજીક ક્ષેત્રે એકતા હશે તે એક બીજાને એક સમાજ તરીકે ઉભા રહેવાશે - અહિંસાનો - જીવમાત્રનું રક્ષણ કરવાનો સંદેશાનો વિશેષ ફેલાવો કરાવી શકશે. ચાર જાદા જાદા વિભાગ પડે તો શકિતનું વિભાજન થઇ જાય. અને વિભાગ નિર્બળ થતો જાય ચારને સંપૂટ સાશમાં હોય તો અખૂટ બળ મળે અને સિદ્ધિ મળે. ભારતમાં હવે એકતાનો ફેલાવો મહાવીર જયંતિ ઉજવણીથી શરૂ થયો છે - મોટા શહેરોમાં જાદી જાદી ઉજવણી અને જાદા જાદા વરઘોડા (શોભાયાત્રા) ને બદલે એકજ નેજા નીચે ભવ્ય શોભાયાત્રાના આયોજન થાય છે. - ભારત જૈન મહામંડળની સ્થાપના થઇ તેને મુખ્ય ઉદેશ્ય ચારે સંપ્રદાયની એકતા છે. જૈન સોશ્યલ ગ્રુપ્સ ફેડરેશને તેના મુખ્ય ઉદ્દેશમાં ચારે સંપ્રદાયોને સરખુજ મહત્વ આપી એકતાના માર્ગમાં સરળતાના બીજ વાવ્યા હેમચંદ્રાચાર્ય અને તેમની રચનાઓ છે. સૌ પ્રથમવાર: વિશ્વમાં અજોડ એવુ સુદંર ઉદાહરણ એકતાનું જૈન સમાજ યુરોપ પુરૂ પાડયું છે. શ્વેતામ્બર. દિગંમબર સ્થાનકવાસી - આધ્યાત્મિક સૂત્રોનો સમન્વય સાધવા પૂ. રાજચંદ્રજી નો ભકિત માર્ગ આરાધના સુવિધા - એકજ સ્થળે - એકજ સમયે સ્થાપના - પ્રતિષ્ઠા કરી - વિશ્વને એકતાને અણમોલ સંદેશો પાઠવ્યો છે. જે જૈન ધર્મના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોએ લખાશે અને ભાવી પેઢીને સરળ માર્ગદર્શન દ્વારા ‘એકતા' નું પાલન કરાવશે. ચાલે આપણે સહુ ભિન્નતાની દીવાલો તોડી “એકતાના વિશાળ પટાંગણમાં ધર્મની આરાધના કરવા કટિબધ્ધ બની ભાવિ પેઢીને માર્ગદર્શન રૂપ બનીએ. મનુભાઇશઠ ભાવનગર ધ્યયુગીન ગુજરાતના ઇતિહાસમાં સોલંકી-કાલ સુવર્ણયુગ મનાય છે. સોલંકી – કાલના બે શ્રેષ્ઠ રાજવીઓએ સિદ્ધરાજ જયસિંહ (ઈ. સ. ૧૦૯૪-૧૧૪૩) અને કુમારપાલ (ઈ. સ. ૧૧૪૩-૧૧૭૩). આ બે મહાન રાજવી ના રાજ્ય અમલ દરમિયાન ગુજરાતની અસ્મિતા સર્જાઈ એમનો શાસનકાલ ગુજરાતના ગૌરવનો મધ્યાહૂન હતો. અણહીલપુર પાટણ ગુજરાતની અસ્મિતાનું આધારબિંદુ અને રાજનીતિ, ધર્મ તેમ જ વિપાસનાનું મુખ્ય કેન્દ્ર બની રહેલું પરંતુ ગુજરાતના એ ગૌરવયુગનાં આંદોલન ઝીલીન ગુજરાતની અસ્મિતાને પાયો નાખવામાં સૌથી વધારે વ્યક્તિગત ફાળે જે કઈ એ આપ્યો હોય તો તે હતા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યું. આ મહાન વિભૂતિએ ધર્મ, રાજનીતિ અને જ્ઞાનને સુમેળ સાધીને ગુજરાતી જનતાના સંસ્કારનિર્માણમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. આચાર્ય હેમચંદ્રનું સ્મરણ એ એક રીતે તે દેવી સરસ્વતીનું મંગલ સ્મરણ ગણી શકાય. આઠ સકાઓ પહેલાં પ્રબલપ્રતાપી ગુજરેશ્વરોનાં ઉન્નત મસ્તકે જેમને ભક્તિથી નમ્યાં, જે સૂરિશ્વરના ચરણકમલને ગુર્જરેશ્વરોએ સુવર્ણ-કમલોથી પૂજ્યાં એ મહાન સાધુ, સંસ્કારપ્રેમી આત્માને સમગ્ર ગુજરાત આજે 89 Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525501
Book TitleThe Jain 1988 07
Original Sutra AuthorN/A
AuthorNatubhai Shah
PublisherUK Jain Samaj Europe
Publication Year1988
Total Pages196
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy