________________
મહાવીર
નામ કરતાં વિશેષ સ્વયં એક યુગ છે. સ્વયં એક દર્શન છે. વયં એક ક્રાંતિ છે. મહાવીર! જેઓએ હિંસાના તાંડવવચ્ચે અહિંસા ની જગાવી આલહેક, અબોલ પશુઓના હિંસાના સ્થાને, આત્માની સાથે ચોંટેલા પાપ કર્મોન, આહુતિ આપવાનો મંત્ર આપ્યો. મહાવીર! જેઓએ પતિત, કચરાયેલા, તિરસ્કૃત, લોકોને પ્યારનુ અમૃતપાન કરાવ્યું. તેઓના તે આધાર બની ગયા ને પંચ પરમેષ્ઠીના શરણનો માર્ગ ચીંધ્યો. મહાવીર! જે લોકો સાથે લોકોની વાણીમાં વાત કરતા. જેઓ પોતાની કરૂણાની ગંગામાં, પતિતોને પાવન બનાવ્યા. વંશ દેનાર સર્પને પણ દુધનું પાન કરાવ્યું. મહાવીર! જે નારી ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહ્યા. જેઓએ સમતાવાદ નો સંદેશો આપીને લોહીયાળ કાંતિથી દેશને બચાવ્યો. જે સમતાનું બીજ વિનોબા ના સર્વોદયમાં અંકુરિત થયું. મહાવીર જે વિવિધ વૈચારિક દ્રષ્ટિનાં સમર્થક હતા. જેઓએ સ્યાદવાદના મંત્રથી, વિશ્વની સંઘર્ષ રક્ષા કરી. મહાવીર! શસ્ત્રની સંહારક ભૂમિ પર વિહરતા, અવિશ્વાસ અને ત્રાસના વમળમાં ફસાયેલા, યુધ્ધની અગ્નિમાં સપડાયેલા, વિશ્વને કાલ કરતા આપની વધુ જરૂર છે આજ.. મૂળ: ડૉ. શેખરજૈન, ભાવનગર અનુવાદક: મનુભાઇ શેઠ, ભાવનગર
70
Jain Education Interational 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org