________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
27
श्रुतसागर
दिसम्बर-२०१६ ઠરાવ ૯ મો.
યુવાન પુરૂષોના હૃદયમાં જૈન સાહિત્ય પ્રતિ અનુરાગ ઉત્પન્ન કરવા માટે તેમજ અન્ય સાહિત્યોની તુલનામાં એના મહત્ત્વનું સાચું જ્ઞાન ઉત્પન્ન કરવાને માટે આત્યાવશ્યક જૈન પાઠ્ય પુસ્તકોનો બિલકુલ અભાવ દેખીને આ સંમેલન એવાં પુસ્તકોની એક માળા કે જે સ્કૂલ તથા કૉલેજોમાં ઉપયોગી થઈ શકે તેવી બનાવવાની આવશ્યકતાને આગ્રહ પૂર્વક સ્વીકારે છે. ઠરાવ ૧૦ મો.
હિન્દુસ્તાન અને બહારના દેશોમાં જૈન સાહિત્યના પ્રચારની ઉચિતતાને જાણીને, આ સંમેલન પરામર્શ દે છે કે- જેના દર્શનનો ઇતિહાસ, અધ્યાત્મ, અલંકાર, વિજ્ઞાન આદિના ઉપયુક્ત ગ્રન્થોનો ભિન્ન ભિન્ન હિન્દી અને વિદેશી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવે અને આ જ ઉદેશથી એ પણ પરામર્શ આપે છે કે, આ કાર્યમાં ભાગ લેવાવાળાઓને ઉત્સાહિત કરવાને માટે પારિતોષિક યા પુરસ્કાર નિયત કરવામાં આવે. ઠરાવ ૧૧ મો.
પ્રાચીન લેખોની રક્ષાની આવશ્યકતા જણાતાં આ સંમેલન પરામર્શ આપે છે કે- દેશના ભિન્ન ભિન્ન ભાગોમાં વિકીર્ણ અને અરક્ષિત લેખો તેમજ સંગ્રહયોગ્ય વસ્તુઓની રક્ષાને માટે નિયત કરેલ કેન્દ્રોમાં મ્યુઝિયમ (અદ્ભુત સંગ્રહસ્થાન)
સ્થાપિત કરવામાં આવે. ઠરાવ ૧૨ મો.
આ સંમેલન પ્રત્યેક પ્રસિદ્ધ પ્રત્રકારોને અને તેમાં પણ જેને પત્રકારોને જૈન સાહિત્યની ઉન્નતિ-પ્રચાર કેવી રીતે થાય? તે સંબંધી વારંવાર આર્ટિકલો લખવાની ભલામણ કરે છે. ઠરાવ ૧૩ મો.
આ સંમેલન સારી રીતે જાણે છે કે આના ઉદ્દેશ્યો અને લક્ષ્યો અનુસાર આનું કાર્ય કેટલું કઠીન છે? અને આ સંમેલન એ પણ જાણે છે કે તે કાર્ય જૈનેતર જાતિયો-સંસ્થાઓ અને વ્યક્તિઓની સહયોગિતા અને સદભાવના વિના પૂર્ણ થવું અસંભવિત છે કે જે અમારા સદશ ઉદેશ્યો અને લક્ષ્યોથી કામ કરી રહેલ છે. એટલા માટે આ સંમેલન આદર પૂર્વક તેઓને પ્રાર્થના કરે છે કે આ સંમેલન તરફ તેઓ પોતાની સહાયતાનો હાથ લંબાવે.
For Private and Personal Use Only