________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SHRUTSAGAR
24
December-2016
વિદ્યાર્થીએ તો ભાષણ પણ એવું અસરકારક કર્યું હતું કે તે વખતે જ તે વિદ્યાર્થીને પારિતોષિક તરીકે જુદા જુદા ગૃહસ્થ તરફથી રૂ.૨૫/- મળ્યા હતા.
બીજા દિવસની બેઠકના પ્રારંભમાં જર્મનથી આવેલા પ્રોફેસર ડૉ. હર્મન જેકોબીએ અંગ્રેજીમાં ભાષણ આપ્યું હતું. તેનો સાર પણ હિંદીમાં સમજાવવામાં આવ્યો હતો. સંસ્કૃતમાં પણ તેઓ થોડુંક બોલ્યા હતા. મુનિરાજથી કરવામાં આવતી આવશ્યક (પ્રતિક્રમણ)ની ક્રિયા જોવા માટે ડૉ. હર્મન જેકોબી તથા સતીશચંદ્ર વિદ્યાભૂષણ તે દિવસે સાંજે પધાર્યા હતા. તેમણે તમામ ક્રિયા દ્રષ્ટિએ જોઈ હતી, અને તેનો તાત્પર્ય તેમને અંગ્રેજીમાં તેમજ હિંદીમાં સમજાવવામાં આવ્યો હતો.
બીજે ને ત્રીજે દિવસે પસાર થયેલા ઠરાવો આ નીચે આપેલા છે. તે દરેક ઠરાવ મૂકતાં ઠરાવ મૂકનાર અને તેને અનુમોદન આપનાર પોતપોતાની શક્તિના પ્રમાણમાં બોલ્યા હતા. તેની ટુંકી નોટ ફાગણ શુદ ૧૪ના જૈન શાસનમાં પ્રગટ થયેલ છે. રીસેપ્શન કમીટીના પ્રમુખનું ભાષણ ત્યારે અગાઉના અંકમાં પ્રગટ થયેલ છે. અને પ્રમુખનું તથા ડૉ. હર્મન જેકોબીનું અંગ્રેજી ભાષણ સંમેલનના રીપોર્ટની અંદર પ્રગટ થનાર છે.
આ પ્રસંગ ઉપર બહાર ગામથી માગવામાં આવતાં ૨૫ લેખો (૪ અંગ્રેજી, ૧૦ હિંદી તેમજ ૧૧ ગુજરાતી ભાષામાં) લખાઇને આવ્યા હતા. વખતના સંકોચને લીધે સંમેલનમાં તે વાંચવાનું બની શક્યું નહોતું. લેખોનો મોટો ભાગ ઉપયોગી છે તેથી તે તમામ લેખો રીપોર્ટની અંદર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. રીપોર્ટ છપાવવામાં થનારો ખર્ચ આપવાનું એક ગૃહસ્થે સ્વીકાર્યું છે.
આ પ્રસંગની અંદર પોતાની સહાનુભૂતિ દર્શાવવા માટે બહાર ગામથી પુષ્કળ તારને કાગળો આવ્યા હતા. તેના નામોનું લિસ્ટ જૈન શાસનની અંદર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
ત્રણે દિવસની બેઠકમાં જોધપુર રાજ્યના મુખ્ય મુખ્ય અધિકારીઓએ, ત્યાંના અને બહાર ગામના વિદ્વાનોએ, તેમજ જૈની શિવાયના અન્ય દર્શની સંખ્યાબંધ ગૃહસ્થોએ ભાગ લીધો હતો. તેઓ બધા મુક્ત કંઠે જૈનધર્મની પ્રશંસા કરતા હતા. કારણ કે આવો મેળાવડો જોધપુર શહેરમાં સો પચાસ વર્ષમાં કોઈ પણ વખતે થયેલો નહોતો.
ચોથે દિવસે તે જ મંડપમાં મુનિ મહારાજાઓનાં ભાષણો થયાં હતાં, તે સાંભળવાને માટે પણ સંખ્યાબંધ માણસો એક્ત્ર થયાં હતાં. પાંચમે દિવસે ગુરાંના
For Private and Personal Use Only