SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંતિકરં સ્તોત્રની એક પરિચયાત્મક કૃતિ સંપા. ગણિશ્રી સુયશચંદ્રવિજયજી ‘આઠ પ્રભાવક પ્રવચનના કહ્યા, પવયણ તે ધુરી જાણ' આ પંક્તિ જિનશાસનના એ આઠ વિશિષ્ઠ પ્રકારના મહાપુરુષોને ધ્યાનમાં લઇ લખાણી છે કે જે મહાપુરુષોનો જિનશાસનની ઉન્નતિમાં સિંહફાળો છે. એકલી વિદ્વત્તાથી જ તેઓ આવું કરી શક્યા થેવું નથી. કોઈક મહાપુરુષે નિમિત્ત શાસ્ત્રના જ્ઞાનથી તો કોઇકે વાદકળાની શાનથી કોઇકે દુષ્કર તપ તપીને તો કોઇકે શ્રેષ્ઠ કાવ્ય રચીને, કોઇકે અંજનચૂર્ણ વિગેરે તંત્રયોગથી તો કોઇકે ઉચ્ચ પ્રકારના મંત્રયોગથી કોઇકે ઉપદેશ આપવાની કુશળતાથી તો વળી કોઇકે સ્વ-પર શાસ્ત્રની સૂક્ષ્મ બુદ્ધિમત્તાથી તત્કાલીન સમાજ ઉપર બહુ મોટી છાપ ઊભી કરી હતી. તેમની પ્રતિભાથી પ્રભાવિત થયેલા રાજા, સામંત વિગેરે તરફથી તેમને ઘણો આદર સત્કાર મળતો તે મહાપુરુષો રાજાદિક પાસેથી શાસન ઉત્કર્ષના કાર્યો કરાવાના ફરમાનો પણ મેળવતા. શાસનના નાના-મોટા પ્રશ્નોનું નિરાકરણ તેઓની પ્રતિભાથી ક્ષણમાત્રમાં થઇ જતું. પ્રસ્તુત કૃતિમાં આપણે આવા જ એક મંત્રપ્રભાવક આચાર્ય શ્રીમુનિસુંદરસૂરિજીની અને તેમના વડે રચાયેલા સંતિકöસ્તોત્ર અંગેની થોડી માહિતી મેળવીશું તપાગચ્છની ઉજ્જવળ પરંપરામાં જયાનંદસૂરિની પાટ પર સોમસુંદરસૂરિ નામના પ્રભાવક આચાર્ય થયા. તેમણે સં. ૧૪૯૮માં રાણકપુરતીર્થની પ્રતિષ્ઠા કરી. તે આચાર્યની પાટે મુનિસુંદરસૂરિ નામના આચાર્ય થયા. તેઓ સમર્થ વિદ્વાન હતા. તેમણે ત્રિદશ તરંગિણી, યુસ્મક્-અસ્મદ્ સ્તોત્રાવલિ, સંતિકરં સ્તવ વિગેરે નાની-મોટી ઘણી રચનાઓ કરી છે. સંસ્કૃત-પ્રાકૃતની સાથે-સાથે તેઓ મંત્રશાસ્ત્રના પણ પ્રકાંડ વિદ્વાન હતા. જ્યારે તેમને વડિલો પાસેથી સૂરિમંત્રના ૨ જુદા-જુદા આમ્નાયો મળ્યા ત્યારે તેમણે સૂરિમંત્રની અધિષ્ઠાયકદેવીની સહાયથી (પ્રાયઃ સીમંધરસ્વામી પાસેથી) સૂરિમંત્રનો મૂળ આમ્નાય મેળવ્યો હતો. સરિમંત્રની પાંચે પીઠની તેમણે પ્રાયઃ ૨૪ વાર સાધના કરી હતી. તેમના વિશે ઘણી વાતો વિવિધ ગ્રંથોમાં મળે છે. જૈન પરંપરાના ઈતિહાસમાં પૂ.ત્રિપુટી મહારાજ વડે પણ તેમનું ચરિત્ર આલેખાયું છે. કૃતિ પરિચય-સંતિક સ્તવ અંગે થોડુઃ પ્રસ્તુત કૃતિ પૂ. મુનિસુંદરસૂરિ વડે રચાયેલ સંતિકરું સ્તવન માહાત્મ્ય પર લખાયેલી ટૂંકી રચના છે. મરકીના ઉપદ્રવનું નિવારણ કરવા શ્રીસંઘની માંગણીથી સૂરિજીએ સ્તોત્ર રચ્યાની તેમજ પૂજ્યશ્રીને સૂરિમંત્ર પ્રાપ્તીની ઘટનાનું વર્ણન કૃતિમાં શરૂઆતની ૪ ગાથામાં કવિ આલેખે છે. પાંચમી ગાથા થી ૧૫મી ગાથા સુધી સંતિકરું For Private and Personal Use Only
SR No.525313
Book TitleShrutsagar 2016 08 Volume 03 03
Original Sutra AuthorN/A
AuthorHiren K Doshi
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2016
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy