SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ઉપધાનતપ સ્તવન આ વિયોગતિલકસૂરિ ઉપધાનતપ : ઉપધાનતપમાં વિનય અને જ્ઞાનની મહત્ત્વતા જોવા મળે છે. એક નવકારમંત્ર મેળવવા માટે પણ બાહ્ય અને ભીતર તપની આવશ્યકતા કેટલી છે તેનો સુંદર આદર્શ છે ઉપધાન તપ. મહાનિશીથસૂત્રમાં જ્ઞાતા ગુરુભગવંત પાસે વિનયપૂર્વક, વિધિપૂર્વક, વિશિષ્ટ આરાધના પૂર્વક સૂત્રાર્થ ગ્રહણ કરવાની વિધિ છે ઉપધાન તપ. ઉપધાન કરેલાના સૂત્રો વિધિસર ગણાય. છતી શક્તિએ ઉપધાન તપ ન કરે તો મહાનિશીથ આગમમાં તેવા જીવો માટે અનંત સંસારી’ શબ્દ ભાર પૂર્વક મૂકાય છે. સાધુપણાની સુંદર તાલીમ મેળવવા માટે શ્રાવકજીવનનું શ્રેષ્ઠ અનુષ્ઠાન શ્રી ઉપધાનતપ કહી શકાય. કૃતિ પરિચય : ઉપધાનતપ વિધિ વન. પ્રસ્તુત કૃતિમાં ઉપધાનતપના પ્રવેશથી માંડીને પૂર્ણાહુતિ સુધીની તમામ વિધિ કર્તાશ્રીએ આવરી લીધી છે. ઉપધાનતપની વાચના ક્યારે અને કેટલો તપ પૂરો થયે આપવી તેનું પણ સ્પષ્ટિકરણ છે. ઉપધાનતપ માલારોપણ અવસરે જ્ઞાન, દર્શન, ચારિત્રના ઉપકરણોનું ઉજમણું, સાહષ્મીવચ્છલ, શાસન પ્રભાવક પૂજા અને ભક્તિનું આયોજન કરવું જોઇએ એવો ટૂંક શબ્દોમાં મહાપુરુષે ઉલ્લેખ કર્યો છે. કૃતિની રચના બીજાપુર મંડણ શ્રી જીરાવલા પાર્શ્વપ્રભુના સાન્નિધ્ય આલેખાઇ છે. કૃતિની રચના સંવત ૧૭૧૧, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર દર્શાવાઇ છે. ઢાળ-૫ કળશ સાથે સંપૂર્ણ સ્તવન ૬૮ કડી પ્રમાણ છે. કર્તા પરિચય : જૈન ગુર્જર કવિઓ ભા.૪માં આ મહાપુરુષ તપાગચ્છના પ. પૂ. આ. વિ. દેવસૂરિજી મહારાજાની પુણ્ય પરંપરામાં આવેલા પ. પૂ. વિદ્યાચંદ્રવિજયજીના સેવક-શિષ્ય પ. પૂ. ઉત્તમચંદ્રજી મહારાજા પ્રસ્તુત કૃતિના રચનાકાર છે. For Private and Personal Use Only
SR No.525307
Book TitleShrutsagar 2016 02 Volume 02 09
Original Sutra AuthorN/A
AuthorHiren K Doshi
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2016
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy