________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्रुतसागर
પ્રતિબન્ધથી રહિત છે.
www.kobatirth.org
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મામાં સંતુષ્ટ થએલા જ્ઞાનયોગીને કર્તવ્ય કંઇ બાકી રહેતું નથી.
यस्त्वात्मरति रेवस्या दात्मतृप्तश्च मानवः । आत्मन्येव संतुष्ट स्तस्यकार्यं न विद्यते ॥८॥ अध्यात्मसार ॥
जनवरी-२०१६
જે મનુષ્ય આત્મરતિ છે, આત્મ તૃપ્ત અને આત્મામાંજ સંતુષ્ટ રહે છે તેને કંઇ કર્તવ્ય કર્મ બાકી રહ્યું હોય એવું જણાતું નથી. આત્મજ્ઞાની-આત્મરતિને જગતનું તથા જગતમાં પૌલિક કાર્યોનું પ્રયોજન નથી. આત્મજ્ઞાની જે નિર્વિકલ્પ દશામાં જાગે છે તે દશામાં જગત્ ઉંઘે છે, કારણ કે જગતને તે દશાનો અનુભવ નથી. આત્મજ્ઞાની જે વિકલ્પ સંકલ્પ દશામાં ઉંઘે છે તે દશામાં વિકલ્પ સંકલ્પ એ મનનો ધર્મ છે. મનના ધર્મથી પેલીપાર રહેલું એવું આત્માનું શુદ્ધ ધર્મ સ્વરૂપ છે. તેમાં રમણતા કરનારને કંઇ જગતનું પ્રયોજન રહેતું નથી. કર્મયોગનું પ્રયોજન ખરેખર તેવા આત્મજ્ઞાનીને ક્યાંથી હોય?
(ક્રમશ:)
૨૩ મો જૈન સાહિત્ય સમારોહ
સોનગઢ ૪, ૫, ૬, ૭ ફેબ્રુઆરી ૨૦૧૬
શ્રી રૂપ-માણેક ભંશાળી ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી શ્રી મહાવીર જૈન વિદ્યાલય યોજિત ૨૩મો જૈન સાહિત્ય સમારોહ સોગઢ (પાલીતાણા પાસે) મુકામે શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ ખાતે ૪, ૫, ૬ અને ૭ ફેબ્રુઆરી ૨૦૧૬ ચાર દિવસ માટે યોજાશે.
(૧) જૈન આગમ સાહિત્ય વિશેષનું સાહિત્ય (૩) બાર ભાવના અને ચાર પરા ભાવના
આ સમારોહમાં જૈન ધર્મના ચારેય ફિરકાના વિજ્રનો નીચેના વિષયો પર પોતાના શોધ નિબંધો પ્રસ્તુત કરશે.
(૨) જૈન તીર્થ સાહિત્ય
(૪) જૈન સજ્ઝાય
For Private and Personal Use Only
શોધ નિબંધ પ્રસ્તુત કરવા અને ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ પત્ર અને રજીસ્ટ્રેશન ફોર્મ મેળવવા શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઇનો સર્વ જિજ્ઞાસુજનોને સંપર્ક સાધવા નમ્ર વિનંતી.
ટેલી. (૦૨૨) ૨૩૭૫૯૧૭૯-૨૩૭૫૯૩૯૯, ફેક્સ-૨૩૭૨૯૨૪૨ Email : hosmjv@rediffmail.com