________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વસ્તિક અને બંધાdd
- નાથાલાલ છગનલાલ શાહ સ્વસ્તિક અને નંદ્યાવર્ત જેવાં આર્યોનાં પવિત્ર અને માંગલિક ચિહ્ન માટે હિંદ અને યુરોપમાં ઘણા પ્રમાણમાં શોધખોળ થવા પામેલ છે. આવાં ચિહ્નોનો ઉપયોગ પ્રથમ જૈનોમાં ઇતિહાસકાળ પહેલાંથી થએલો મળી આવે છે. આ ચિહ્નની શરૂઆત ક્યારે થઇ તેની શોધ કરતાં જૈનસાહિત્યમાં વર્ણવ્યા પ્રમાણે જૈન તીર્થકર સુપાર્શનાથના લાંછનનું આ પ્રથમ ચિહ્ન ગણાય છે, તેમજ જૈન સાહિત્ય સ્થાનાંગ, બૃહત્કલ્પ, પ્રવચનસારોદ્ધાર, કલ્પચૂર્ણિ તેમજ સુયગડાંગ સૂત્ર વગેરેમાં એ સંબંધી ઉલ્લેખો મળી આવે છે. શ્રી સુપાર્શ્વનાથ અને તેમના લાંછન સ્વસ્તિક સંબંધી આ પ્રમાણે અંગ્રેજીમાં ઉલ્લેખ થયેલ છે :
Suparava was the son of Pratishta by Prithvi born at Banares, of the same line as the preciding and of golden coolour, His cognizance is the figure called Swastika in Sanskrit and Satya in Gujarati. His Devi was Santa, and he lived 2000,000 years, his nirvana on Samet Sikher being dated 9000 krors of Sagaras after the preceding.
અનુવાદ-સુપાર્શ્વ પ્રતિષ્ઠા અને પૃથ્વીના પુત્ર હતા, તેઓ બનારસમાં જન્મ્યા હતા, તેમનું કુળ તેમની પૂર્વના (તીર્થંકર) જેવું હતું અને તેઓનો વર્ણ સુવર્ણ જેવો હતો, તેમનું લાંછન જેને સંસ્કૃતમાં સ્વસ્તિક અને ગુજરાતીમાં સાથિયો કહે છે તે છે. તેમની (અધિષ્ઠાયિકા) દેવી શાંતા છે. તેઓ ૨૦૦૦000 જીવ્યા હતા. તેમનું નિર્વાણ સમેતશિખર ઉપર પૂર્વના તીર્થંકર પછી ૯૦૦૦ ક્રોડ સાગરોપમ પછી થયું.
મથુરા (કંકાલીટીલા)ના ખોદકામમાંથી જૈનોના પ્રાચીન સ્તૂપો તેમ જ શિલ્પકામના જે અવશેષો મળવા પામ્યા છે તેમાં કેટલાક ઇતિહાસકાળ પહેલાંના
અને કેટલાક તે પછીના સમયના છે. તેમાં માંગલિક ચિહ્નોમાં સ્વસ્તિકો કોતરાએલા મળ્યા છે.
આ સ્વસ્તિક અને નંદ્યાવર્ત માંગલિક ચિહ્ન હોવા સંબંધી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય આ પ્રમાણે ઉલ્લેખ કરે છે.
For Private and Personal Use Only