________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ..૨૦૬૨-મ
૧૧ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંત્રી ગદાની વિનંતિથી જિનસોમ વાચકને આચાર્ય પદ અપાવ્યું હતું તેમજ પં. જિનહસ અને પં. સુમતિસુંદરને ઉપાધ્યાય પદ અપાવ્યું હતું. તેમજ મંત્રી ગદરાજે સોજિત્રામાં ત્રીશ હજાર દ્રમ ટંક ખર્ચીને નવું જિનાલય બનાવ્યું હતું, અને આચાર્ય સોમદેવસૂરિ પાસે એ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. એ પ્રતિષ્ઠા મહોત્સવમાં શુભ રત્નને વાચક પદ અપાવ્યું. આ સિવાય પૂ. આ. શ્રી. સોમદેવસૂરિ અને સુધાનંદનસૂરિના ઉપદેશથી સં. ૧પ૨૯ માં અમદાવાદમાં મોટો જ્ઞાનભંડાર પણ બનાવ્યો હતો. સોજિત્રા :
સોજિત્રા ગામ અમદાવાદથી ૮૦ કિલોમીટર, માતર તીર્થથી ૧૭ કિલોમીટર અને ડભોઉ ગામથી ૫ કિલોમીટરના અંતરે આણંદ જિલ્લામાં આવેલ છે. આ ગામના જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ ૧૪મી સદીની તાડપત્રીય જીવાભિગમસૂત્રની પ્રતમાં મળે છે. ત્યાર પછી તો ઘણી પ્રશસ્તિ (પુષ્પિકાઓ)માં તથા જિનબિંબોના લેખોમાં પણ આ ગામના નામનો ઉલ્લેખ મળે છે. આચાર્ય સોમસુંદરસૂરિ મહારાજના સમયમાં સોજિત્રામાં દિગંબરીય ભારકોની ગાદીની સ્થાપના થઈ હતી. પૂ. હીરવિજયસૂરિજી મ. સા. અહિ ર૦૦ સાધુ સાથે ચાતુર્માસ રહ્યા હતા પછી સેનસૂરિ મ. સા. આદિ ગુરુભગવંતોના પગલાંથી આ ગામ પાવન થયું છે. વિ. સં. ૧૭૧૦માં અહીં પંડિત સંધહર્ષ ગણિ એમના પરિવાર સાથે ચાતુર્માસ રહ્યા હતા, તેમજ તેમના શિષ્ય રત્નસિંહના પઠન માટે સાધુ અતિચારની પ્રત પણ લખી હતી. તેમજ વિ. સં. ૧૮૦૩માં શ્રાવક જીવણદાસના વાંચન માટે પં. દયાવિજય ગણિના શિષ્ય લક્ષ્મીવિજય ગણિએ સારસ્વત પ્રક્રિયાની પ્રત લખી હતી. શેઠ મોતીશાનો જન્મ આજ ગામમાં થયો હતો. તેમણે અહિ અજિતનાથ પ્રભુનું જિનાલય બંધાવ્યું હતું, છેલ્લે આ જિનાલયની પ્રતિષ્ઠા અમારી નિશ્રામાં સં. ૨૦૬૮માં મહા સુદ ૬ના રોજ કરવામાં આવી. એ સમયે અજિતનાથ જિનાલય સિવાયના અન્ય બે જિનાલયો એકત્ર કરી એક ભવ્ય પ્રાસાદ બનાવવામાં આવ્યો. ગદરાજમંત્રીનું વંશવૃક્ષ :
મંત્રી સુંદર
મંત્રી ગદરાજ, પત્ની-સાસૂ
મંત્રી શ્રીરંગ
For Private and Personal Use Only