SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ दिसम्बर २०१२ આપનું વિદ્યાધ્યયન થયું, વિ. સં. ૧૮૨૪ થી વિ. સં. ૧૮૩૪ સુધી રાજસ્થાન અને ગુજરાતમાં વિચરણ કર્યું, વિ. સં. ૧૮૩૮માં ક્રિોદ્ધાર કર્યો, અને સાધુ પરંપરાના આચારો માટે નવી નિયમાવલી બનાવી, વિ. સં. ૧૮૫૫માં આ. જિનહર્ષસૂરિએ ઉપાધ્યાય પદથી અલંકૃત કર્યા, વિ. સં. ૧૮૭૩ને પોષ વદ-૧૪ ને મંગળવારે બીકાનેરમાં સ્વર્ગવાસ પામ્યા, બીકાનેરમાં આજે પણ સીમંધરસ્વામી જિનમંદિર અને સુગનજી મહારાજના ઉપાશ્રયમાં એમની મૂર્તિ પ્રતિષ્ઠિત છે. એમની અન્ય ઘણી કૃતિઓ મળે છે. એમણે ખરતરગચ્છની પટ્ટાવલી, ભૂધાતુવૃત્તિ, ગૌતમીય કાવ્યવૃત્તિ, યશોધરચરિત્ર, સુક્તમુક્તાવલી, પ્રશનોત્તર સાર્ધશતક, અંબડચરિત્ર, વિજ્ઞાનચંદ્રિકા, આત્મપ્રબોધ ઇત્યાદિ સંસ્કૃતમાં અને ગિરનાર ગઝલ, સ્થૂલભદ્રસજઝાય, ચોવીસ જિન નમસ્કાર, થાવસ્યા ચોપાઇ, અઈમુત્તા ઋષિ સક્ઝાય વિગેરે હિન્દી અને ગુજરાતમાં પણ ઘણી રચનાઓ મળે છે. આજે ખરતરગચ્છમાં ૨૦૦ સાધુ-સાધ્વીજી ભગવંત એમની જ પરંપરાના છે. જે પરંપરા આજે સુખસાગરજી મહારાજના સમુદાય તરીકે પ્રખ્યાત છે નોંધ લેવા જેવી વાત એ છે કે આજે પણ સુખસાગરજી મહારાજના સમુદાયમાં દીક્ષાનામ કરણ સંસ્કારના સમયે કોટિકગણ, વજ શાખા, ચંદ્રકુલ, ખરતરબિરુદ, મહો. ક્ષમાકલ્યાણજીનો વાસક્ષેપ, સુખસાગરજીનો સમુદાય, વર્તમાન આચાર્ય... નું નામ ઇત્યાદિ... બોલાય છે. એમાં આજે પણ ક્ષમા કલ્યાણજીના વાસક્ષેપના ઉચ્ચારણનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે. ભાસ-કર્તાઓમાં ઋદ્ધિસૌભાગ્ય અને લાભવિજય સંબંધી માહિતી ન મળવાથી એમનો પરિચય આપી શકાયો નથી. પ્રતિ-પરિચય પ્રત નં.૭પપ૪ નંબરની પ્રતનું નામ ગહુલી વ ભાસ સંગ્રહ છે. પ્રતમાં વિશેષ પાઠો ગેરુ અને લાલ રંગથી અંકિત છે. પ્રતના પ્રથમ બે પત્રો નથી, ર૬૪૧૧ પ્રતની સાઈઝ છે. ૧૩ લાઈનમાં ૪૪ અક્ષરો લખેલા છે. પ્રતના અક્ષરો સુઘડ છે. આજ પ્રતમાં પેજ નં.૫ થી ૬ સુધીમાં ઋદ્ધિ સૌભાગ્યના બંન્ને ભાસો મળે છે. તેમજ માણેકવિજયજી કૃત ભાસ પણ પેજ નં. ૭A થી મળે છે. પ્રત નં. ૩૨૫૮૩ નંબરની પ્રતનું નામ ભાસ, ગહુલી સંગ્રહ છે. પ્રતમાં પેજ નં. ૨8માં રત્નવિજય કત ગૌતમસ્વામી ભાસ મળે છે. વિ. સં. ૧૯મી સદીમાં લખાયેલી પ્રતનું પ્રથમ પત્ર નથી, ૨૫ X૧૧.૫૦ પ્રતની સાઇઝ છે. અને ૧૩ લાઈનમાં ૩૨ અક્ષરો લખેલા છે. પ્રતમાં વિશેષ પાઠ, અંક, અને દંડ લાલશાહીથી લખેલ છે. અંકસ્થાન પર સુંદર રેખાચિત્ર આપેલ છે. ક્યાંક ક્યાંક જીવાતથી છિદ્રો પડી ગયા છે. એકંદરે અક્ષરો મોટા અને ઘાટીલા છે. પ્રત નં. ૨૮૪૮૯ નંબરની પ્રતનું નામ ભાસ સંગ્રહ, સ્તવન છે. આ પ્રતમાં એક જ પત્ર છે, પત્રની શરૂઆતમાં જ લાભવિજય કત આ ભાસ પ્રાપ્ત થાય છે. મતના અંતે ૪. નાવિનય પદનાર્થ: આવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઉલ્લેખાનુસાર આ પ્રત કર્તાના સ્વાધ્યાય માટે લખાઈ હોવાની સંભાવના છે. પ્રતમાં વિશેષ પાઠ, અંક, અને દંડ માટે લાલ શાહી વાપરેલ છે. ૨૫ ૪૧૧.૫૦ પ્રતની સાઇઝ છે. અને ૧૫ લાઈનમાં ૪૭ અક્ષરો લખેલા છે. પ્રત નં. ૪૭૮૩૦ નંબરની પ્રતનું નામ લઘુ ગૌતમ રાસ છે. એક જ પત્ર છે. ૨૪ x ૧૨ પ્રતની સાઇઝ છે. અને ૯ લાઈનમાં ૩૫ અક્ષરો લખેલા છે. પ્રતમાં અંક, દંડ માટે લાલ શાહી વાપરેલ છે. પ્રતના અક્ષરો સુંદર છે. કિતિની દરેક પ્રત વિ. સં. ૧૯મી સદીના આસપાસની લખાયેલી છે. મેઘરાજ ગણિ કૃત ગૌતમસ્વામી ભાસની પ્રતિ આત્મીય મુનિશ્રી સુયશચંદ્રવિજયજી ભગવંતના સંગ્રહમાંથી મળી છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર.. ૧. ગૌતમસ્વામી ભાસ - ઋદ્ધિસૌભાગ્યવિજય, ૨. ગૌતમસ્વામી ભાસ - ઋદ્ધિસૌભાગ્યવિજય, ૩. ગૌતમસ્વામી ભાસ - રત્નવિજય, ૪. ગૌતમસ્વામી ભાસ - માણેકવિજય, ૫. ગૌતમસ્વામી ભાસ-લાભવિજય, ૭. ગૌતમસ્વામી ભાસ-મેઘરાજવિજય, ૭. ગૌતમસ્વામી ભાસ-ક્ષમા કલ્યાણવિજય દ. આ પ્રતિના અંતે સાધ્વી ફૂલા પઠનાર્થે એવું જણાવેલ છે. For Private and Personal Use Only
SR No.525273
Book TitleShrutsagar Ank 2012 12 023
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy