________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
दिसम्बर २०१२ અચલગચ્છાચાર્ય શ્રીમાણિજ્યસુંદરસૂરિ મ. સા. રચિતા શ્રીગુણવર્માચરિત્રાન્તર્ગતા સતારભેદિપૂજાથા -એક પરિચય
ડૉ. મિલિન્દ સનસ્કુમાર જોષી આજથી લગભગ ૬૦૦ વર્ષ પહેલાં અચલગચ્છમાં પૂ. આચાર્ય ભગવંત શ્રીમાણિક્યસુંદરસૂરિ મ. સા. થયા. જે ખૂબ જ વિદ્વાન અને પ્રતિભાસંપન્ન હતા. જેમણે ઘણાં ગ્રન્થો રચ્યા છે. તેમનો સમય આશરે ઈ. સ. ૧૩૭૪ - ઈ. સ. ૧૪૪૪ માની શકાય. તેઓને ઈ. સ. ૧૪૦૬માં સૂરિની પદવી મળી હતી અને આ કાર્યક્રમ તેજા શાહ નામના વ્યક્તિએ ખંભાતમાં કર્યો હતો. તેઓ ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિ હતા અને વિદ્વાન્ પંડિત જયશેખરના શિષ્ય હતા. વ્યાકરણ, સાહિત્ય, પિંગળશાસ્ત્ર, કાવ્ય, જ્યોતિષ, આગમ, યોગ, વગેરે શાસ્ત્રોમાં તેઓ પ્રવીણ હતા. શ્રીધરચરિતકાવ્યમાં તેમણે તેમના બીજા ગુરુ “જયશેખરસૂરિ'નો ઉલ્લેખ કર્યો છે. તેમના ગુરુ ભ્રાતા “જયકીર્તિસૂરિ’ હતા. તેમના દ્વારા પાંચ રચનાઓ કરવામાં આવી હતી – (૧) આવશ્યકનિર્યુક્તિદીપિકા, (૨) દશવૈકાલિકનિયુક્તિદીપિકા, (૩) પિંડનિર્યુક્તિદીપિકા, (૪) ઉત્તરાધ્યયનદીપિકા અને (૫) આચારદીપિકા.
શ્રીમાણિક્યસુંદરસૂરિ મ. સા. ના કેટલાક પ્રસિદ્ધ શિષ્યો આ પ્રમાણે છે - (૧) ઉપાધ્યાય ધર્માનંદગરિ મ. સા. (૨) વાચક શ્રી કીર્તિસાગરજી મ. સા., (૩) વાચક શ્રીરાજ કીર્તિગણિ મ. સા., વગેરે.
શ્રીમાણિક્યસુંદરસૂરિ વિરચિત ૧૪ રચાઓ આ પ્રમાણ છે - ૧. શ્રીધરચરિત્ર - આ એક મહાકાવ્ય છે. તેમાં નવ સર્ગ અને ૧૯૮૫ શ્લોક છે. ઈ. સ. ૧૪૦૭માં આની રચના થઈ. ૨. શ્રીધરચરિત્રમહાકાવ્ય સ્વોપજ્ઞદુર્ગપદવ્યાખ્યા - ઈ. સ. ૧૪૩૨માં તેમણે પોતાની રચના પર ટીકા પાટણ
મુકામે લખી. ૩. શ્રી ચતુઃપર્વચપૂ - આ રચનામાં ચાર પર્વોની વાતકરવામાં આવી છે. ૪. શ્રીગુણવર્માચરિત્ર અથવા સત્તરભેદિજાકથા - તેમણે આ રચના ઈ. સ. ૧૪૨૮માં સાચોર મુકામે કરી હતી. ૫. શ્રીશુક્રરાજ કથા - આ રચનામાં પ૦૦ લોકો છે. ૬. શ્રીમહાબલ-મલયસુંદરીકથા - આ રચનાને ચાર ખંડમાં વિભાજિત કરવામાં આવી છે. ૭. ચન્દ્રધવલપ ધર્મદત્તકથા - આ રચનામાં ગદ્ય પદ્ય મિશ્ર છે. આ ગ્રન્થની રચ! અતિથિસંવિભાગ્ય વિષય પર
કરવામાં આવી છે. ૮. શ્રીપૃથ્વીચન્દ્રચરિત્ર અથવા વાગ્વિચાર - આ ગ્રન્થની રચના ગુજરાતી ભાષામાં કરવામાં આવી છે, તેમાં પાંચ
ઉલ્લાસ અને ૯૫૯ શ્લોક છે. તેની રચના ઈ. સ. ૧૪૨૨માં કરી હતી. ૯. શ્રીમીશ્વરચરિત્ર ફાગબંધ - આ રચના ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં કરવામાં આવી છે. તેમાં ૯૧ શ્લોક છે. ૧૦. શ્રીસિંહસેનકથા - આ રચના સંસ્કૃતમાં છે અને તેમાં ગદ્ય-પદ્ય મિશ્ર છે. ૧૧. શીજાપુત્રકથાનકચરિત્ર - આ રચના સંસ્કૃતમાં છે. ૧૨, શ્રીરિહાવલોક ઋષભજિનસ્તોત્ર - આ સ્તોત્રમાં તેમણે પોતાના ગુરુ “જયશેખરસૂરિ'નો ઉલ્લેખ કર્યો છે. ૧૩. શ્રીવિચારસારસ્તવન - આ રચનામાં ૨૨ શ્લોક છે અને ૧૪. પાર્થનિસ્તવન
શ્રી પૃથ્વીચન્દ્રચરિત્ર અથવા વાગ્વિચાર અને ગુજરાતી વિશ્વકોશ અનુસાર ચૌદમી સદીના અંતભાગની ગુજરાતી ગદ્યકથા છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓમાં સુંદર ગઘકથાનકો મળે છે. સંસ્કૃત ભાષામાં કળા, આખ્યાયિકા, ચંપૂ વગેરે અનેક ભેદ પણ મળે છે, પણ અપભ્રંશ પછીની લોકભાષાઓમાં એ પ્રકારનો કોઈ પણ જાતનો વિકાસ થયો નથી, માત્ર સોગંદ ખાવા પૂરતી મધ્યકાલીન ગુજરાતીમાં એક ગદ્યકથા મળે છે, જેને સાચા સ્વરૂપમાં ગદ્યકથા કહી શકાય, અનેક વિસ્તૃત બાલાવબોધ જરૂર મળે છે, પણ વાર્તાઓવાળાં સંસ્કૃત-પ્રાકૃત
For Private and Personal Use Only