________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં.૨૦૬૬-ાર્તિ
g
વાર્ત ય એનાં ડૂસકાં શમે નહીં. પ્રેક્ષકોની પહેલી હરોળમાં બેઠેલાં રાજા-રાણી તથા નવાગંતુક વિજેતા રાજા શ્રીપાળ પણ, વિમાસણમાં પડ્યા! બહુ મહેનતે નટીને શાંત કરી, છાની રાખી :
ઉઠાડી બહુ કષ્ટ પણ, ઉત્સાહ ન સા ધરે,
હા! હા! કરી, સવિષાદ દુહો એક મુખ ઉચ્ચારે,
નાચવાનો ઉત્સાહ ન હતો બલ્કે, ડૂમાને વાચા આપવા એક દુહો ગાવા લાગી :
કિહાં માલવ, કિહાં શંખપુર, કિહાં બબ્બર, કિહાં નટ્ટ,
સુરસુંદરી નચાવિયે દેવે દલ્યો વિચરટ્ટ.
પોતાની વીતક વ્યથા, આવા ઓછા શબ્દો દ્વારા જણાવીને પોતે આજે નાચવા તૈયાર નથી તે બતાવે છે.
‘હું સુરસુંદરી માલવનરેશની પુત્રી! મને શંખપુરના રાજાપુત્ર સાથે પરણાવી, ત્યાંથી હું નટીકુળમાં ગઈ અને ત્યાંથી બબ્બરકોટ(બિલિમોરા)ના મહાકાલ રાજાને ત્યાં ગઈ, ત્યાંથી જે નવ-નાટકશાળા, શ્રીપાળરાજાને ભેટમાં આપી તેમાં ગઈ. રોજ તો નાચતી હતી પણ આજે હવે મારાં જ માતા-પિતા સમક્ષ નાચવાનું આવ્યું!
કેમ નચાય?’
માતા-પિતા મળ્યા. હવે નાચવાનું કેવું? પંડિત વીરવિજયજી મહારાજે ગાયું છે :
મયણાં ભઈણી ન રહે છાની, મળિયા માતપિતાજી.
રાજા શ્રીપાળ પૂછે છે ‘કોણ છે આ નટી? કેમ નૃત્ય શરુ થતું નથી?' મંત્રીને પૂછે છે, ‘કારણ જાણો, નિવારણ કરો!'
જ્યારે ખબર પડે છે કે આ તો મયણાં સુંદરીના બહેન સુરસુંદરી છે અને આપણી જ નવ નાટકશાળામાં મુખ્ય નટી છે, ત્યારે શ્રીપાળ જે બોલે છે તે બોલ અર્થસૂચક છે. કહે છે, ‘એમ! એ છે! ભલે!’
શ્રીપાળ રોજ રોજ નાટક જોવા બેસતા. નાટક એમની સામે જ, એમને પ્રસન્ન કરવા ભજવાતાં. છતાં આ કોણ નટી છે, તેનું નામ શું છે, તે ક્યાંના છે; આ નટ કોણ છે -એવું કશું મનમાં આવતું નહીં, એવી બાબાતો પરત્વે અનુત્સુક રહેતાં, કૌતુકપ્રેર્યા પ્રશ્નો કે કુતુહલ જનિત જિજ્ઞાસા તેમના ચિત્તમાં ઊઠતાં જ નહીં.
ઔત્સુક્ય વિરમણ વ્રત અને જિજ્ઞાસા પરિમાણ વ્રત તેઓ જન્મજાત પાળતાં હોય તેમ લાગે છે.
સંસારની આવી નિર્લેપતા, ચિત્તને રાગ-દ્વેષના કાદવથી દૂર-દૂર રાખે છે. ઊંચો સ્વાદ પામ્યા પછી તો બીજું બધું ફિક્કું જ લાગે ને!
કોઈપણ સ્થિતિમાં શ્રીપાળ રાજાનું ચિત્ત, નવપદથી સતત લીંપાયેલું અને ભીંજાયેલું જ રહેતું હતું. તેમના ચિત્તની આ ખૂબી હતી. ઉપાધ્યાય મહારાજે તેમની નવપદ-લિપ્તતા આમ વર્ણવી છે :
આરાધનનું મૂળ, જસ આતમભાવ અછેહ,
‘તિણે નવપદ છે આતમા, નવપદ માંહે તેહ.’
શ્રીપાળના તો આત્મા અને નવપદ બન્ને અભેદ થઈ ગયા હતા. નવપદથી શ્રીપાળના મન અને આત્મા પૂરા રંગાઈ ગયા હતા. જગતમાં નવપદનું દર્શન અને નવપદમાં જગતનું દર્શન થતું હતું. આમ, સંભેદ પ્રણિધાન અને અભેદપ્રણિધાન બન્ને શ્રીપાળે સિદ્ધ કર્યાં હતાં.
શેનાથી નિર્લેપ રહેવું અને શેનાથી લેપાઈ જવું આ વિવેક એ જ શ્રીપાળરાજાના જીવનનું મુખ્ય રહસ્ય જણાય
છે. આપણે ત્યાં દર છ મહિને થતાં તેમના ચરિત્ર શ્રવણથી ને સ્મરણથી આપણાં ચિત્તના વહેણને અને વલણને એ દિશામાં જ વાળીએ.
For Private and Personal Use Only
(પાઠશાળા ભાગ-૨ માંથી સાભાર)