________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नवम्बर २०१२ નવરાત્રિ, દિવાળી અને જ્ઞાનપંચમી
એટલે નવપદ, નિર્વાણાપદ અને જ્ઞાનપદનાં પર્વ!
કનુભાઈ શાહ નવપદજી : નવપદ એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ.
ખાવા-પીવામાં ભાવતાં ભોજન મળતાં હોય એવા સાનુકળ સંજોગોમાં આયંબિલ તપ કરવાની ભાવના દુર્લભ છે. પરંતુ જિનશાસનની બલિહારી છે કે ભારતભરના તમામ ખૂણે નવપદની શાશ્વતી ઓળીની આરાધના સામુહિક રૂપે આરાધકો હોંશે હોંશે કરે છે.
આયંબિલનું તપ – નવપદજીની ઓળીનું તપ, એ એક ઉત્કૃષ્ટ કોટિનું તપ છે.
નવપદની આરાધનામાં તત્ત્વત્રયી છે. સુદેવ, સુગુરુ અને સુધર્મ; નવપદની આરાધના એટલે આત્મકલ્યાણ માટેની સાધના. આત્મકલ્યાણ માટે આ ત્રણ તત્ત્વ સિવાય કોઈ તત્ત્વ નથી. જૈન ધર્મના પર્વો કે તહેવારો આ ત્રણના માટે જ છે અને આરાધના પણ આ ત્રણ તત્ત્વની જ છે જેમ નવરાત્રિમાં નવપદજી, દિવાળીમાં ભગવાન મહાવીરનું નિર્વાણ કલ્યાણક અને જ્ઞાન અંગે જ્ઞાનપંચમી, જ્ઞાન, દર્શન, ચારિત્ર કે તપની આરાધનાનો આ સિદ્ધચક્રમાં સમાવેશ થયેલો જ છે. એવી એકે વસ્તુ નથી કે જે આ “સિદ્ધચક્ર'માં આવી ન હોય. જગતમાં આ નવપદ સિવાય કોઈ વસ્તુ આરાધ્ય નથી,
આ નવપદમાં દેવના બે વિભાગ, ગુરાના ત્રણ વિભાગ અને ધર્મના ચાર વિભાગ છે. દેવ-ગુરુ અને ધર્મના કુલ મળી નવ ભેદ હોઈ તે ઓળીના નવ દિવસોમાં તેની આરાધના કરવાનું મહાભ્ય છે.
જૈનશાસનમાં નવપદનો મહિમા અપરંપાર-અપૂર્વ કોટિનો છે, નવપદની શાશ્વતી ઓળીની આરાધના કરનાર શ્રીપાળરાજા-મયણાસુંદરીનું દૃષ્ટાંત આપણી સમક્ષ છે. એમની ભાવપૂર્વકની ઓળીની આરાધનાથી શ્રીપાલ રાજાના એગમાંથી કોઢ રોગ કાયમ માટે દૂર થયો. માટે હે જીવ! તું નવપદમય શ્રી સિદ્ધચકનું આરાધન
કરે.
દિપાવલી : દિવાળી એટલે પ્રકાશનું પર્વ, પ્રભુના પાવન નિર્વાણનું પર્વ : આસો વદિ-૧૩ ના દિવસે ભગવાને અંતિમ આહાર લીધો; આ તેરસની મધ્યરાત્રિથી ભગવાને ઉપદેશ આપવાનું શરૂ કર્યું તો નિરંતર ૪૮ કલાક (૧૬ પ્રહર) સુધી દેશના આપી, પરમાત્માનું નિર્વાણ થયું ત્યાં સુધી ઉપદેશ આપતા રહ્યા. એ ઉપદેશ અને એ દેશનાના થોડા અંશો પરમ સદ્ભાગ્યે આજે પણ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં સંકલિત છે. પ્રભુના નિર્વાણની રાત્રિએ કાશી દેશના મલકીવંશના નવ ગણ રાજાઓ, કોશલ દેશ અને લિચ્છવી વંશના બીજા નવ ગણ રાજાઓ એ રીતે અઢારે ગણના રાજાઓ આસો અમાવસના દિવસે આઠ પહોરનો પૌષધ-ઉપવાસ કરીને ત્યાં પ્રભુની સમીપે રહ્યા હતા, પ્રભુનું નિર્વાણ થવાથી બધાએ વિચાર્યું કે ભાવોદ્યોત એટલે જ્ઞાનરૂપી પ્રકાશ ચાલ્યો ગયો એટલે હવે દ્રવ્યોદ્યોત દીવાનો પ્રકાશ કરીએ. એ સમયે હજ્જારો દીવડાઓ પ્રગટાવ્યા, દિવાળીનું પર્વ આપણી સંસ્કૃતિને પ્રભુના નિર્વાણથી પ્રાપ્ત થયું, પ્રભુના નિર્વાણથી પ્રભુના સ્મરણનું એક મહાપર્વ મળ્યું. પ્રભુના નિર્વાણની સ્મૃતિના આ પુનિત પર્વમાં હૃદયના અહોભાવ પૂર્વક પ્રભુના ઉપકારોને યાદ કરી, આ દિવાળી સાચા અર્થમાં દેવાધિદેવને સમર્પિત કરીએ.
જ્ઞાનપંચમી : તીર્થકર ભગવંતોએ કર્મનિર્જરા માટે બાર પ્રકારની તપશ્ચર્યા બતાવી છે. એમાં ય શ્રેષ્ઠ તપશ્ચર્યા જ્ઞાનની બતાવવામાં આવી છે. જ્ઞાનની આરાધના સમાન બીજું કોઈ તપ નથી. બૃહત્કલ્પસૂત્રનું વચન છે. સાપરામો તવો નધેિ સ્વાધ્યાય સમાન કોઈ તપ નથી, સ્વાધ્યાયથી જેટલી અને જેવી કર્મનિર્જરા થાય છે એટલી બીજા કોઈ આલંબનથી પુષ્ટ કર્મનિર્જરા પ્રાયઃ થતી નથી.
એટલે જ સ્નાતસ્યાની સ્તુતિમાં જ્ઞાન માટે આવું વિશિષ્ટ પ્રકારનું વિશેષણ વાપર્યું છે. મોક્ષાગ્રક્રમૂર્ત......જ્ઞાન એ જ મોક્ષનું મુખ્ય દ્વાર છે.
જ્ઞાનપંચમીની આરાધના કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે. અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. જ્ઞાનપંચમીની આરાધનાથી જ્ઞાનાવરણીય કર્મની સાથે-સાથે મોહનીય કર્મનો પણ ક્ષયોપશમ પ્રાપ્ત થાય છે, સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
સમ્યજ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાનપંચમીની આરાધના શ્રેષ્ઠ છે.
For Private and Personal Use Only