SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वि.सं.२०६९-कार्तिक નજીકમાં રહેલા શાલવૃક્ષની નીચે દિવસને ચોથે પહોરે પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, પ્રભુના કેવલજ્ઞાનથી હર્ષ પામેલા ચારે નિકાયના દેવતાઓએ સમવસરણ રચ્યું, પ્રભુએ પોતાનો આચાર જાણી, સમવસરણમાં બેસી દેશના આપી, પ્રભુની પ્રથમ દેશનામાં તિર્યંચ અને દેવો આવ્યા, પણ મનુષ્ય કોઈ ન આવ્યું, સર્વવિરતિધર્મ કોઈએ પણ ગ્રહણ ન કર્યો, તીર્થંકરની દેશના ક્યારેય નિષ્ફળ ન જાય, અવશ્ય કોઈ પ્રતિબોધ પામે જ, પણ પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ, તીર્થની સ્થાપના ન થઈ. નિર્વાણ કલ્યાણક :- પ્રભુના નિર્વાણ બાદ તુરંત જ સમોવસરણમાં ઉદ્ધરી ન શકાય એવા અતિસૂક્ષ્મ કંથવાની ઉત્પત્તિ થઈ, એ કંથવા સ્થિર હોય ત્યારે આંખથી પણ ન દેખાય જ્યારે હલન-ચલન કરે ત્યારે જ દૃષ્ટિએ પડતા હતા. તે જોઈને હવે સંયમ પાળવું મુશ્કેલ છે, એમ વિચારીને ઘણા સાધુ અને સાધ્વીઓએ અનશન આદર્યું. દેવદૂષ્યનું દાન - પ્રભુ સમીપે પિતાનો મિત્ર સોમ નામનો ગરીબ બ્રાહ્મણ પ્રભુની પાસે દાન માંગે છે, ત્યારે પ્રભુ જણાવે છે, કે હું નિઃસંગ થયો છું, તથાપિ મારા ખભા ઉપર જે વસ્ત્ર છે, તેનો અર્ધ ભાગ તું લઈ લે. વિપ્ર અર્ધવસ્ત્ર લઈ હર્ષ પામતો ઘરે ગયો. શકેંદ્રની વિનંતિ:- દીક્ષાના પ્રથમ દિવસે શકેંદ્ર પ્રભુ પાસે આવી વિનંતિ કરે છે. કે સ્વામી બાર વર્ષ સુધી આપના જીવનમાં ઉપસર્ગો આવવાના છે, તેનો પ્રતિકાર કરવા આપની સાથે રેહવા ઈચ્છું છું. પ્રભુ સાથે રહેવાની ના પાડે છે, ત્યારે પોતાની આંતર ભક્તિથી પ્રેરાઈને ઇંદ્ર સિદ્ધાર્થ નામના વ્યંતર દેવને આજ્ઞા કરે છે, કે તારે પ્રભુની પાસે રહેવું, અને પ્રભુને ઉપસર્ગ કરતા હોય તેને અટકાવવા. ચોમાસામાં વિહાર - અન્યદા વિહાર કરતા પ્રભુ મોરાક નામના ગામની સમીપમાં દુઈજ્જત જાતિના તાપસીના આશ્રમમાં પધાર્યા, તાપસીનો કુલપતિ પ્રભુના પિતાનો મિત્ર હતો, પ્રભુએ એકરાત્રિની નામની પ્રતિમાએ તે રાત્રિ પસાર કરી, કુલપતિએ ચોમાસા માટે પધારવાની વિનંતિ કરી, સમય પસાર થતાં પ્રભુ ચાતુર્માસાર્થે પધાર્યા, તૃણાચ્છાદિત એક કુટિર પ્રભુને રહેવા માટે આપી, પ્રભુ એ કુટીરમાં મનને નિયંત્રિત કરી પ્રતિમા ધારી રહ્યા, ગામની ગાયો કુટિરના ઘાસને ખાવા લાગી, તાપસ લાકડીઓ વડે ગાયોને કાઢવા લાગ્યા, પરંતુ પ્રભુ સ્તંભની જેમ સ્થિર રહ્યાં, ગાયોથી ખવાઈ જતી કુટિરની રક્ષા ન કરી, તાપસીને અને કુલપતિને અપ્રીતિ થઈ, તેથી પ્રભુએ વિચાર્યું કે મારા નિમિત્તે આ સર્વને અપ્રીતિ થાય છે, તેથી મારે અહીં રહેવું યોગ્ય નથી, એમ વિચારી વર્ષાઋતુનો અર્ધમાસ વ્યતીત થયો હોવા છતાં ત્યાંથી વિહાર કરીને પ્રભુ અસ્થિક નામના ગામે આવ્યા. પ્રભુની પાંચ પ્રતિજ્ઞા :- તાપસના આશ્રમમાં પ્રભુએ પાંચ પ્રતિજ્ઞા લીધી. 9 કદી પણ જ્યાં અપ્રીતિ થાય ત્યાં રહેવું નહીં. છે જ્યાં રહેવું ત્યાં સદાય કાયોત્સર્ગ કરીને જ રહેવું. 9 પ્રાયઃ મૌન જ ધારણ કરવું. ૦ કરપાત્ર વડે જ ભોજન કરવું. ૦ ગૃહસ્થનો વિનય કરવો નહીં. શુલપાણિયલનો ઉપસર્ગ :- મોરાકથી નીકળેલા પ્રભુ અસ્થિક ગામમાં આવ્યા, નગરજનોએ અસ્થિક ગામની સમીપમાં શૂલપાણિ યક્ષને પ્રસન્ન કરવા યક્ષનું ચિત્ય બનાવ્યું છે. પણ આ સ્થાનમાં કોઈ રાત્રિયાસો કરે તો શૂલપાણિ એને યમરાજની જેમ મારી નાંખે, આ પ્રમાણે કહીને લોકોએ વીર પ્રભુને રહેવા માટે બીજું સ્થાન બનાવ્યું, પણ પ્રભુ તો યક્ષના સ્થાને જ રાત્રિવાસો રહ્યા, અને ચાર પહોર સુધી શૂલપાણિએ પ્રભુને વિવિધ રીતે કદર્શિત કર્યા. વ્યંતરદેવનો પ્રભુના શરીરમાં સંક્રમ :- મોરાક ગામમાં અચ્છેદક નામે એક પાખંડી રહેતો હતો, પોતાની પ્રતિષ્ઠાના ભયથી અચ્છેદક નગરજનોની સાથે પ્રભુ સન્મુખ આવી હાથની બે આંગળીમાં તૃણ પકડીને પ્રભુને પૂછે છે કે આ તૃણ મારાથી છેદાશે કે નહિ, એ સમયે ઇંદ્રની આજ્ઞાથી સાથે રહેલ સિદ્ધાર્થ નામનો દેવ પ્રભુના શરીરમાં સંક્રમીને કહે છે, કે એ તૃણ છેદાશે નહિ, શક્ર એ સમયે ઉપયોગ મૂકે છે અને પ્રભુની વાણી મિથ્યા ન થાય, એવું વિચારી શક અછંદકની આંગળીઓ વજથી છેદી નાખે છે. ચંડકૌશિક પ્રતિબોધ :- એકદા પ્રભુ શ્વેતાંબાનગરી તરફ જતાં, રસ્તામાં કનકખલ આશ્રમ પાસે એક દૃષ્ટિવિષ સર્પ રહેતો હોય છે, સર્પની રૌદ્રતાને જણાવતાં લોકો પ્રભુને સમજાવે છે કે એ રસ્તે ન જતાં, એ રસ્તે જનારા હજુ સુધી કોઈ પાછાં નથી આવ્યાં, જનારા મળે છે, પણ આવનારા કોઈ મળતાં નથી, એની દાઢમાં નહીં એની આંખમાં For Private and Personal Use Only
SR No.525272
Book TitleShrutsagar Ank 2012 11 022
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy