SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra દ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अक्तुबर २०१२ ખીણો ઉ૫૨થી આ કેડી પસાર કરી વિંધ્યની છેલ્લી ટેકરી ઉપર આવ્યા ત્યારે ધુમ્મસ કંઇક હળવું બન્યું હતું, જેથી નીચેના ગામના લોકોને મન, વાદળ ચીરી આકાશમાંથી ઊતરતી દેવમૂર્તિઓની જેમ, એ મુનિઓનું દર્શન ભવ્ય અને પવિત્ર હતું, એમણે ધર્મના જયનાદોથી સા મુનિવરોનું હર્ષપૂર્વક સ્વાગત કર્યું. વિશેષ હર્ષ તો એટલા માટે થયો કે, મળેલા સમાચાર મુજબ, એ એક દિવસ મોડા પડ્યા હતા, એટલે સૌનાં મન ચિંતિત બન્યાં હતાં અને જનતા એમને મળવા ઉત્સુક બની હતી. સારા નસીબે એક નવો જ માર્ગ મુનિઓને ત્યાંથી જડી આવ્યો ને એથી એ નીચે તળેટીએ સુખરૂપ આવી પહોંચ્યા. લોકોએ વંદના સાથે જયનાદ કરી મૂક્યો; પણ વિંધ્ય આ જય સામે જાણે હસી રહ્યો હતો; એનું પેટ હજું પૂરું ભરાયું નહોતું. એને હજું કંઈક વધુ બલિદાન લેવું હતું! ગામના ઝાંપે એક લીસા ખડક પરથી સુરિજીના એક પ્રિય શિષ્ય લપસ્યા અને ચતાપાટ પછાડ ખાઈ નીચે પડ્યા. હાથપગ તો નહોતો ભાગ્યો, પણ ઢીંચણ પર એવી સખત ચોટ લાગી હતી કે એ ચાલવા અશક્ત બન્યા. દર્દની પીડા પણ કંઈ કમ નહોતી. લાચાર બની સૂરિજીએ સારવાર માટે બે શિષ્યો સાથે એમને ત્યાં મૂકી પ્રયાણ ચાલુ રાખ્યું. ગમે તેટલી મુસીબતો આવે, પણ પ્રયાણ તો થંભાવવાનું હતું જ નહીં. પોતાના આ પ્રીતિપાત્ર શીષ્યને મૂકીને જતાં સૂરિજી એને માથે વાત્સલ્યભર્યો હાથ ફેરવતાં બોલ્યા : ‘વત્સ! તારા જેવા વિદ્વાન અને વાદપટુ શિષ્યનો સાથ ખોઈ હું એક હાથ ગુમાવવા જેવો ઠૂંઠો બન્યો છું. પણ જે ધર્મ-હેતુ અર્થે આપણે ઝંપલાવ્યું છે, એમાં એક ક્ષણ પણ ગુમાવી શકાય તેમ નથી. હું સમજું છું કે આ ધર્મચર્ચામાં મને તારી ઘણી જરૂર હતી; એથી તને મૂકીને જવામાં હું કેટલો વ્યાકુળ બની રહ્યો છું એ મારું હૃદય હું તને કેવી રીતે બતાવી શકું? છતાં ક્રૂર દૈવ પાસે લાચાર બની મારે ચાલી નીકળવું પડે છે.' શિષ્યે આંસુભીની આંખે કભાવે ગુરુને વિદાય આપી. એના મુખમાંથી એક પણ શબ્દ ન નીકળી શક્યો. વિદાય થતા મુનિઓને એ ભારે હૈયે જોઈ રહ્યો, અને મનોવેદનાને સહવા મથી રહ્યો. નિઃસત્ત્વમાં પણ સત્ત્વ પ્રેરે, કાયરને પણ પાનો ચડાવે એવી આ ધર્મકૂચ શાસનભક્તિનો સંદેશો ફેલાવતી, આશા, શૌર્ય, ઉત્સાહ અને આદર પ્રગટાવતી આગળ વધવા લાગી. વિંધ્યનો પહાડી પ્રદેશ ઊતરી સપાટ ભૂમિમાં એ શાસનભક્ત સાધુઓ હવે ઊતરી આવ્યા હતા. એથી ઝડપ વધી હતી. ગામેગામના સંઘોએ પણ એમની એ કૂચને ઝડપી બનાવવામાં પૂરો સહકાર આપ્યો હતો. એકેએક ક્ષણ ભારે કીમતી હતી. આમ અનેક પ્રદેશો વટાવી આ ધર્મકૂચ વિદર્ભ દેશમાં ઊતરી આવી, પ્રદેશ એકંદર સપાટ અને સરલ હતો. છતાં ટૂંકા માર્ગો લેવા કોઈ વાર નદીઓ ઊતરવી પડતી, જંગલો પા૨ ક૨વા પડતાં, તો કોઈ વા૨ નાની નાની ટેકરીઓ પણ ચડવી પડતી. ટૂંકા માર્ગે જતાં એક વાર દસેક ગાઉ જેટલું લાંબું જંગલ પસાર કરવાનો સમય આવ્યો. પણ જેમ જેમ જંગલ વીંધાવા લાગ્યું તેમ તેમ એની ગીચતા પણ વધવા લાગી, ક્યારેક કેડીઓ જ બંધ થઈ જાય ત્યારે કાંટા-કાંકરાઝાંખરાંવાળા આડે રસ્તે આગળ વધવું પડતું. એથી શરીર ઉઝરડાઈ જતું અને જરાક ચૂક્યા કે શૂળો ભચ દઈને પગ વીંધી નાખતી. માણસનું દર્શન પણ ભાગ્યે જ થતું કે જે એમને સરલ માર્ગે ચડાવી આપે. દસ-પંદર ગાઉનો નિત્ય પ્રવાસ કરનાર એ મુનિઓ સાંજે જંગલના મધ્યભાગ સુધી જ પહોંચ્યા ને રાતવાસો પણ જેલમાં જ વૃક્ષઘટા નીચે કરવો પડ્યો. કહે છે કે વિપત્તિ એકલી નથી આવતી; આવે છે ત્યારે એ પોતાની સખીઓને પણ સાથે લેતી આવે છે. એક તો ઘોર જંગલ, વૃક્ષઘટા નીચે આશ્રય અને તેમાં શરૂ થયો ઝરમર ઝરમર વરસાદ; પછી તો શું બાકી રહે? આખી રાત મુનિઓએ ઝાડની ઓથે બેઠા બેઠા જ ગાળી. પણ સૂરિજીએ ભગવાન મહાવીર અને અન્ય મુનિવરોએ શાસનહિત અર્થે કેવાં કેવાં કષ્ટો સામી છાતીએ ઝીલ્યાં હતાં, કેવી કેવી મુસીબતો ઉઠાવી હતી, એનાં અનેક દૃષ્ટાંતો દ્વારા શિષ્યોમાં ઉત્સાહ પૂરી રાત ટૂંકી કરી નાખી; સાથે સાથે એમણે એ પણ જણાવ્યું કે (વધુ આવતા અંકે) For Private and Personal Use Only
SR No.525271
Book TitleShrutsagar Ank 2012 10 021
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy