________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अक्तुबर २०१२ માતા શારદાની પૂજા તથા પ્રાર્થના બાદ ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું બહુમાન કરવામાં આવ્યું હતું.
ગુરુભગવંતને પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ કોળાના ટ્રસ્ટીઓ દ્વારા અર્પણ કરાઇ હતી. પૂ. આચાર્યશ્રી અરુણોદયસાગરસૂરિ તથા પૂ.ગણિવર્ય શ્રી પ્રશાંતસાગરજી મહારાજે ગુરુકૃપાના ગુણગાન કરી જીવનમાં ગુરુનું મહત્ત્વ સમજાવ્યું હતું.
મહાપુરુષોના જન્મદિનની ઉજવણી તેમના માટે તો નગણ્ય હોય છે પરંતુ ભવ્ય જીવો એ નિમિત્તમાંથી કંઇક પ્રાપ્ત કરે એ દૃષ્ટિએ સંસારીઓ આવા આયોજન કરતા રહે છે. મહાપુરુષોના જીવનને નજર સમક્ષ રાખીને ભક્તજનો દાન, શીલ, તપ અને હૃદયના ભાવથી આવા પ્રસંગો ઉજવે છે. પૂ. શ્રીનો જન્મદિન પણ એ રીતે ઉજવાયો અને ભક્તોએ તીર્થ સહાય, સાધારણ, જીવદયા અને શ્રુતભક્તિ માટે લાખો રૂપિયાના માતબર દાન જાહેર કર્યો. ભક્તોના હૃદયમાં ભક્તિના પ્રચંડ પૂર ઊમટ્યાં હતાં તે પ્રત્યક્ષ દેખાતાં હતા. ત્યારબાદ ગ્રંથસૂચિ ૧૩નું વિમોચન તથા ‘રાસ પધાકર' કૃતિનું વિમોચન થયું હતું. CD અને DVD નું પણ મહાનુભાવો દ્વારા વિમોચન થયા બાદ ફરી એકવાર સંગીતના તાલે, ગુરુભક્તિના ભાવે ઉપસ્થિત ભક્તજનો ઝૂમી ઊઠયા હતા.
ગુરુભક્તિ ઘણી રીતે થઈ શકે. પોતાના અંતરના ભાવોને વ્યક્ત કરતાં ચિત્રકાર કલ્પેશ પટેલ તથા દિનેશભાઈએ પૂશ્રીની પ્રતિકૃતિરૂપ સુંદર ચિત્ર તૈયાર કરેલ જેની અર્પણવિધિ થયેલ. ઉપસ્થિત મહાનુભાવોમાં શ્રી કુમારપાળભાઈ, શ્રી સંવેગભાઈ, શ્રી મંગલપ્રભાત લોઢાજી, સંગીતકાર શ્રવણજી વગેરેએ પ્રસંગોને અનુરૂપ વક્તવ્યો રજૂ કરેલ.
પૂજ્યશ્રીને આવતા ચાર્તુમાસની વિનંતી અર્થે આંબાવાડી શ્રીસંઘ પધારેલ, તેમજ જિનબિંબ પ્રતિષ્ઠા માટે રાજકોટ યુનિવર્સિટી રોડ દેરાસરના મહાનુભાવોએ ગુરુદેવને પધારવા વિનંતી કરેલ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ આ બંને સંઘોની વિનંતી ગુરુભગવંતે સ્વીકારી અને અનુમતિ આપી હતી. શ્રી મંગલપ્રભાતજી લોઢાએ પોતે સ્વદ્રવ્યથી નિર્માણ કરેલ લોઢા ધામના દેરાસરજીમાં જનબિંબ પ્રતિષ્ઠા માટે વિનંતી કરેલ, ગુરુદેવને જ નૂતનતીર્થના પ્રેરણાદાતા ગણાવેલ. જેનો પણ ગુરુદેવે સહર્ષ સ્વીકાર કરી સંમતિ આપી હતી.
ત્યારબાદ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર તરફથી શ્રી મુકેશભાઈ શાહે શ્રદ્ધાસુમન અર્પણ કરેલ. આ ભવ્યાતિભવ્ય પ્રસંગને અનુરૂપ મેડીકલ કેમ્પ, અનુકંપાદાન તથા અન્ય સંસ્થાના કાર્યોની માહિતી પણ રજુ થઈ. આ પ્રસંગે પાંચ કોમ્યુટર જુદી જુદી શાળાઓ તથા કોબા ગામને ભેટ આપવામાં આવેલાં જેનાથી સુંદર રીતે કાર્ય કરી જ્ઞાનસંવર્ધન થઈ શકે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ઓમ આચાર્યજીએ ખૂબ જ સુંદર રીતે પોતાની આગવી શૈલીમાં કરેલ. પ્રસંગને અનુરૂપ ધારદાર વક્તવ્ય, યોગ્ય પ્રસંગે શાયરીઓ દ્વારા રજુઆત કરી શ્રોતાગણને જકડી રાખેલ. ત્યારબાદ ગુરુદેવે પોતાનું મંગલ પ્રવચન ફરમાવેલ.
પોતાના ગુરુદેવની ઇચ્છા મુજબ કોબાતીર્થને ધર્મ, જ્ઞાન, કલા, ભક્તિ અને સ્વાધ્યાય સાથે જોડીને નિરંતર અનેકવિધ પ્રવૃત્તિઓ કરતાં સક્ષમ તીર્થ તરીકે સ્થાપિત કરનાર આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજીનું જીવન એટલે અનેક ગુણોનો પર્યાય વાત્સલ્ય, દઢ મનોબળ, દૂરંદેશી, સરળતા, નમ્રતા, સમપર્ણભાવ અને ગણધરગૌતમ જેવી ગુરુભક્તિ જોવી હોય તો આચાર્યશ્રીના જીવનમાં એ બધું જ દૃષ્ટિગોચર થશે. આવા ગુરુદેવના ગુણોનું વર્ણન કરવા તો એક નહિ અનેક ભવ જોઈએ. આવા ગુરુદેવ શતાયુ બને, સતત ભવ્ય જીવોને માર્ગદર્શન અને પ્રેરણા કરતા રહે એ જ શુભ ભાવના.
For Private and Personal Use Only