SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ सितम्बर २०१२ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર જુલાઈ-ઓગસ્ટ-૨૦૧૨ નો સંક્ષિપ્ત કાર્ય અહેવાલ જ્ઞાનમંદિરના વિવિધ વિભાગોના કાર્યોમાંથી જુલાઈ-ઓગસ્ટ માસમાં થયેલાં મુખ્ય-મુખ્ય કાર્યોની ઝલક નીચે પ્રમાણે છે ૦૧, કલાસ શ્રુતસાગર ગ્રંથ સૂચિ ભાગ ૧૩ તથા ૧૪ માટે હસ્તપ્રત વિભાગમાં કાર્યરત પંડિત મિત્રો દ્વારા ૪૨૭૭ કૃતિઓનું લિંકીગ કાર્ય કરવામાં આવ્યું. ૧૩મા ભાગનું લિફીંગ કાર્ય પૂર્ણ થયું તથા ૧૪મા ભાગનું કાર્ય ચાલુ છે. ૦૨. હસ્તપ્રત વિભાગ હેઠળ ફોર્મ ભરવાં, કયૂટર ઉપર પ્રાથમિક માહિતી ભરવી, ગ્રંથ ઉપર નામ-નંબર લખવા, રેપર તૈયાર કરવાં, તાડપત્રોની સફાઈ-પૉલિશ, ફ્યુમિગ્રેશન તથા સ્કેનીંગ કાર્ય માટે હસ્તપ્રત ઈશ્ય-રીસીવ પ્રક્રિયા આદિ રાબેતા મુજબ કાર્યો થયાં. 0૩. લાયબ્રેરી વિભાગમાં જુદા જુદા ૩૯ દાતાઓ. તરફથી ૯૭૯ પુસ્તકો ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયાં. ૦૪, લાયબ્રેરી વિભાગમાં ૧૬૭ પ્રકાશનોની સંપૂર્ણ માહિતી સુધારવામાં આવી તથા વિવિધ પ્રકાશનો સાથે ૪૦૦ પેટાંકની સંપૂર્ણ માહિતીઓ ભરવામાં આવી તથા તેની સાથે યોગ્ય કૃતિ લિંક કરવામાં આવી. ૦પ, મેગેઝિન વિભાગમાં ૬૯૮ પેટાંકની સંપૂર્ણ માહિતી ભરવામાં આવી તથા તેની સાથે યોગ્ય કૃતિ લિંક કરવામાં આવી. ૦૬. ૨૦ વાચકોને હસ્તપ્રત તથા પ્રકાશનોના પ૭૬૨ પાનાની પ્રીન્ટ કૉપીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. આ સિવાય વાચકોને કુલ ૧૧૨૫ પુસ્તકો ઈશ્ય થયાં તથા ૬૬૮ પુસ્તકો જમા લેવામાં આવ્યાં. વાચક સેવા અંતર્ગત નીચે પ્રમાણે માહિતીઓ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને આપવામાં આવી. ૧. ૫.પૂ. મુ. શ્રી ધર્મરત્ન મ.સા. ને પંચકલ્યાણક, પંચાશક તથા બારહ ભાવના સંબંધિત પ્રકાશિત તથા હસ્તપ્રતમાં રહેલી કૃતિની માહિતી. ૨. ૫. પૂ. મુ. શ્રી મેહુલ પ્રભુ મ.સા. ને ઓસવાલ જાતી વિષયક માહિતી. ૩. મુનિરાજ શ્રી ભક્તિવલ્લભવિ. મ. સા. ને વિધિ-વિધાનના ગ્રંથો તથા અપ્રકાશિત કૃતિઓની માહિતી, પૂ. રાજપ્રેમવિ. મ. સા.ને આગમ તથા વ્યાકરણ સંબંધિત માહિતી, ડૉ. રતનબેન છાજેડને ઋષભદાસ રચિત અપ્રકાશિત કૃતિની માહિતી તથા કલ્યાણભૂષણ વિ. મ. સા. ને પ્રશ્નોત્તર સંબંધી માહિતીઓ મોકલવામાં આવી. ૪. શ્રી બાબુલાલજી સામેલજીને વિવિધ મહાત્માઓ માટે આગમ સંબંધિત કૃતિઓ, કલ્પસૂત્ર, તત્ત્વાર્થચિંતામણિ આદિ સંબંધિત હસ્તપ્રત તથા પ્રકાશિત કૃતિઓની માહિતી. ૦૭. લોઢા ધામ, મુંબઈ તથા શ્રી સંભવનાથ આરાધના કેન્દ્ર સંચાલિત વૈયાવચ્ચ અને વાત્સલ્યધામ, જ્ઞાનભંડાર, તારંગા તળેટીને ભેટમાં આપવા માટે ૮૦૦ પુસ્તકો ચેક કરી તેમનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું. ૦૮, સમ્રાટ સંગ્રહાલયની ૩૪૦૮ યાત્રાળુઓ દ્વારા મુલાકાત લેવામાં આવી. ૦૯. હસ્તપ્રત સ્કેનીંગ પ્રોજેક્ટ હેઠળ સચિત્ર હસ્તપ્રતોના ૧૯૧૨ પૃષ્ઠો તથા સામાન્ય હસ્તપ્રતોના ૧૩૩૮૧૮ પૃષ્ઠોનું સ્કેન કરવામાં આવ્યું. આ સિવાય ૧૫૦ ગ્રંથોની પીડીએફ પ્રોગ્રામમાં લિંક કરવામાં આવી. ૧૦. શહેર શાખા ગ્રંથાલય (સીટી સેન્ટર લાઈબ્રેરી)માં સાધુ-સાધ્વી ભગવંતો તથા વિદ્વાનો, જિજ્ઞાસુઓને પુસ્તકોની આપ લેનું કામ થાય છે તથા તેમને જરૂરી માહિતીઓ પણ પૂરી પાડવામાં આવે છે. ૧૧. શ્રુત સરિતા-બુક સ્ટૉલ દ્વારા જૈન ધાર્મિક સાહિત્ય, જીવન ઘડતર અંગેનું ઉત્તમ સાહિત્ય તેમ જ જૈન ઉપકરણોનું નિયમિત વેચાણ કરવામાં આવે છે. જ્ઞાનમંદિરની મુલાકાતે આવેલ સાધુ-સાધ્વીજી ભગવંતો, વિદ્વાનો, સ્કૉલરો દ્વારા આપેલા અભિપ્રાયોમાંથી એક વિશિષ્ઠ અભિપ્રાય નીચે પ્રકારો છે. "A very wonderfully managed, impressive and sophisticated manuscript Library-The best in all in India! The staff is very friendly, helpful and efficient and welcoming to all interested in Jain literature and Sanskrit/Prakrit languages in general. Thanks you so much for guidance and assistance." Dr. Adheesh a. Sathaye Department of Asian studies University of British Columbia, Canada For Private and Personal Use Only
SR No.525270
Book TitleShrutsagar Ank 2012 09 020
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy