________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२६
सितम्बर २०१२
અન્ય મુનિઓમાં બે-ત્રણ જણ સિવાય બીજા થોડું ઘણું તરવાનું જાકાતા હતા, તેથી એ બધા સાથે તરતા રહી ન જાણનારને વારાફરતી. ટેકો આપતા હતા. અચાનક એક સૂકું થડ તણાતું આવ્યું. એથી લાગ જોઈને બે મુનિઓને એના ઉપર ચડાવી દેવામાં આવ્યા; વધારાનો ભાર એ ઝીલી શકે તેમ નહોતું. અને બાકીના એક્બીજાની ઓથે તર્યું જતા હતા. પણ હવે એય થાયા હોઈ તરતાં તરતાં ખેંચાયૅ જતા હતા. ત્યાં તો બીજી હોડીઓ તથા તારાઓ આવી પહોંચ્યાં અને એ બધાને બચાવી લેવામાં આવ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફક્ત એક મુનિ સતી આગળ તણાથે જતા હતા, એમને બચાવવાના ઘણા પ્રયત્નો થયા પણ એ મધ્ય વહેણ તરફ એવા ખેંચાઈ રહ્યા હતા કે એમને બચાવી લેવાના પ્રયત્નો નિષ્ફળ ગયા છેલ્લાં ગળાં ખાતાં એમણે સાદ પાડીને પાછળ હોડીવાળાઓને જણાવ્યું કે ‘ગુરુદેવને કહેજો કે કૂચ જારી રાખે. એ ભવ્ય ધર્મસૂચના પ્રથમ બલિ થવા માટે હું મારી જાતને સૌભાગ્યશાળી માનં છું. અને તમારી આ ધર્મરક્ષાની યાત્રાનો વિજય વાંચ્છું છું.’
અચાનક આવેલી આ પ્રલયકારી આફતમાંથી ઊગરી જવા માટે એકત્ર થયેલા સંઘ સમેત સહુને આનંદ થયો, પણ એમાં એક મુનિના કાળધર્મે સર્જેલી વિષાદની રેખા જણાયા વિના રહી નહિ. એ મુનિવરના મૃત્યુસમયના શબ્દો સાંભળી સૂરિજીની આંખો ભીની બની; અન્ય મુનિઓ પણ આંસુ રોકી શક્યા નહિ.
પછી એ તેજ પૂંજ મૂર્તિઓએ વીરતાપૂર્વક વિધ્ધને ભેદવો શરૂ કર્યો. એમને કોઈ વાર ઊંડી ખીણોમાંથી માર્ગ કરવો પડતો. કોઈ વાર નાની-મોટી શિલાઓ માર્ગ રોકી લેતી ત્યારે વળી પાછા ફરી બીજી કેડી પકડવી પડતી, તો કોઈ વાર એ શિલાઓ પણ ટેકી જવી પડતી.
માર્ગમાં નાનાં મોટાં જંગલો પણ પાર વિનાનાં આવતાં. ક્યારેક આહાર-પાણી વિના પણ ચાલાવી લેવું પડતું, તેમજ કોઈ વાર રાત્રિ પડી જવાથી સામેના પહાડી ગામે ન પહોંચતા કોઈક ગુફામાં જ આશ્રય લેવો પડતો. એકવાર એક સંન્યાસીએ પ્રેમપૂર્વક આમંત્રણ આપી એક ગુફામાં રાતભર આશ્રય આપેલો અને ખૂબ સેવા ઉઠાવેલી.
બીજે દીવસે એ ગુફામાંથી કૂચ શરૂ કરી સૌ એકાદ કોસ પહોંચ્યા હશે, ત્યાં તો મૂશળધાર વરસાદ શરૂ થયો. સમગ્ર સૃષ્ટિ ધુમ્મસથી છવાઇ ગઈ હતી. રસ્તો સૂઝતો નહોતો. ત્યાં, અધૂરામાં પૂરું, કરાનો વરસાદ શરૂ થયો. મુનિઓ ઠંડીથી કંપી રહ્યા હતા. પણ તેમાંય દૃઢ મનોબળવાળા છતાં શરીરે કંઈક સુકોમળ એવા એક મુનિને હાડોહાડ શરદી લાગી ગઈ. એકદમ જોરથી એમના શરીરમાં જ્વર ભરાવા લાગ્યો. જ્વરનું જોર એટલું વધ્યું કે ચાલતાં ચાલતાં એ ગબડી પડ્યા, ધ્રુજારી પરાકાષ્ટાએ પહોંચી હતી. ગરમીનું કોઈ સાધન નહોતું અને ઉપરથી બરફ-કરાનો વરસાદ તો સતત ચાલુ જ હતો.
પવને પણ પ્રચંડ પ્રલયનું રૂપ ધારણ કર્યું હતું. સાથી મુનિઓ એની પાસે દોડી આવે એ પહેલાં જ એમને ગુરુને બધા સાથે આ ભયંકર તોફાનમાંથી બચાવા ભાગી છૂટવાની અને સંન્યાસી મિત્રની ગુફામાં આશ્રય લેવાની વિનંતી કરતા કહ્યું: ‘ગુરુદેવ! જરા આકાશ ભણી તો જુઓ. તોફાન શમવાનાં કોઈ ચિહ્ન કળાતાં નથી. ઉપરથી કુદરતનું તાંડવનૃત્ય વધવાનાં ધારા દેખાય છે; તો કૃપા કરી મારે ખાતર કોઈનું જીવન હોડમાં ન મૂકો. હું તો હવે મૃત્યુના મુખમાં જઈ રહ્યો છું, એથી મને બચાવવાનો પ્રયત્ન કરવાનો હવે કોઈ અર્થ નથી. તો જે ધર્મ-સંકલ્પની સિદ્ધિ અર્થે આપણે જીવન હોડમાં મૂક્યું છે, એ સિદ્ધિની પ્રાપ્તિ અર્થે પ્રથમ આપ સહુના દેહની રક્ષા કરો!'
મુનિએ તો પોતાની કાયાની માયા વિસારીને આવી ઉદાર સલાહ આપી; પણ સાથેના મુનિઓને ગળે એ કેમ ઊતરે? એટલે બે યુવાન સાધુઓ એ બીમાર મુનિને ઉપાડીને ચાલવા લાગ્યા, પણ એ મુનિનું હાડ ગળી રહ્યું હતું, નાડી તૂટી રહી હતી, શ્વાસોશ્વાસ પણ બંધ થવાની તૈયારીમાં હતો, જીવનની હવે કોઈ આશા જ નહોતી રહી, અને ઉપરથી કુદરતનું ભયંકર તાંડવનૃત્ય વધી રહ્યું હતું. એથી રડતી આંખે એ મુનિની ચિંતા તજીને જલદી ગુફામાં આશ્રય લેવાનો આદેશ આપ્યા સિવાય ગુરુનો છૂટકો નહોતો. નહિ તો બીજાઓનું જીવન પણ હોડમાં મૂકાવાનો ભય હતો. સૂરિજીને આ શિષ્ય પ્રત્યે અપાર સ્નેહ રક્ષા હોવા છતાં દિલને ોર કરવા સિવાય બીજો ઉપાય નહોત
(વધુ આવતા અંક)
For Private and Personal Use Only