SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ सितम्बर २०१२ afમાપના - - કનુભાઈ શાહ खंती सुहाण मूलं, धम्मस्स उत्तमा खंती। हरइ महाविज्जा इव, खंती दुरियाई सव्वाइ ।। ७०।। (संबोधसित्तरी) શ્લોકાર્થઃ સુખનું મૂળ ક્ષમા છે; ધર્મનું મૂળ પણ ઉત્તમ ક્ષમા છે, મહાવિદ્યાની જેમ ક્ષમા સર્વ દુરિતોને હરે છે. જૈન ધાર્મિક પર્વોમાં સહુથી મહત્ત્વનું પર્વ છે પર્યુષણ પર્વ. વર્ષમાં એક વખત આવે છે અને તેને ભાવોત્કર્ષપૂર્ણ મનાવે છે. પર્યુષણ પર્વ સૌના મનના મેલને ધોવા માટે છે. મનુષ્ય પોતાનું શરીર દરરોજ સુગંધીદાર સાબુથી સાફ કરે છે. પરંતુ મનના મેલને ધોવા માટે કોઈ વ્યવસ્થિત ધ્યાન આપતું નથી અથવા બહુ ઓછું ધ્યાન આપે છે. મનની નિયમિતતા વિના શરીરની સજાવટનું મૂલ્ય કેટલું? પરિવાર અને સમાજનો સંબંધ દરેકના મનના વિચારો સાથે હોય છે. જો દરેકનું મન નિર્મળ ન હોય તો દરેકના વિચારો નિર્મળ કેવી રીતે હોય ? તો મનને નિર્મળ અને કોમળ કેવી રીતે બનાવી શકાય ? જૈન આગમ મનુષ્યના મનને પર્યુષણ પર્વ દ્વારા સ્વચ્છ કરવાનો અવસર અને પ્રેરણા પ્રદાન કરે છે. તેમજ કલુષિત મનને સ્વચ્છ કરવા, નિર્મળ કરવા પૌષધ, સવાર-સાંજ પ્રતિક્રમણ, તપશ્ચર્યા, ખમત-ખામણા જેવી મહત્ત્વની ક્રિયાઓ કરવાનું સૂચવે છે. પર્યુષણ પર્વનો મહત્ત્વનો સંદેશ છે ક્ષમાપના, મિચ્છામિ દુક્કડમ્. શરીર સ્વચ્છ કરવાનો નિત્યક્રમ ચાલતો હોય છે પરંતુ મનને સ્વચ્છ કરવા/નિર્મળ કરવાનો અવસર તો વર્ષમાં ફક્ત એક જ વખત સંવત્સરીના પાવન દિવસે આવે છે. આ દિવસે હૃદયની ક્ષમાપના આપવાનો દઢ સંલ્પ કરવો જોઈએ. વર્ષ દરમિયાન મન લુષિત થયું હોય, મનમાં તનાવ ઉત્પન્ન થયો હોય, દુઃખ થયું હોય, કોઈને દુઃખી કર્યો હોય, કોઈ પણ ક્રોધ કર્યા હોય, કોઈનું અનિષ્ટ કર્યું હોય, ગુસ્સામાં ને ગુસ્સામાં અશોભનીય વર્તન કર્યું હોય-આ બધાં કારણોસર મનમાં દુર્ભાવ પેદા થયો હોય તેના માટે “ મિચ્છામિ દુક્કડમ્ પાઠવવાનો આ પાવન પ્રસંગ આવ્યો છે તેને હાથથી જવા દેવો ન જોઈએ. મનમાં પશ્ચાતાપની લાગણીથી સામાના દિલમાં જે ઠેસ પહોંચાડેલી હોય તેની ખરા ભાવથી માફી માગવી જોઈએ. આવું ફરીથી ન બને તેની ખાત્રી આપવી જોઈએ. પર્યુષણ પર્વમાં થયેલી ભૂલો સુધારવાનો મોકો વધાવી લેવો જોઈએ. આપણે કરેલા અત્યાચાર કે દુર્વ્યવહારો થયા હોય તેવી વ્યક્તિઓ પાસે જઈને ખરા ભાવથી, સાચા મનથી ક્ષમા માગવી જોઈએ અને હૃદયને હળવું બનાવવું જોઈએ. અતિક્રમ-વ્યતિક્રમ, અતિચાર-અનાચાર થયા હોય તો ક્ષમા માગવી જ જોઈએ પરંતુ અજાણતાં પણ જેમની સાથે મનદુખ થયું હોય તે માટે પણ ક્ષમા માગવી જોઈએ. અહંકારને ગાળી નાખીને સરળ હૃદયથી ક્ષમા માગવી તે ઘણું મુશ્કેલ કામ છે. એટલે જ કહેવાયું છે કે ક્ષમા તો વીર-મહાવીર જેવા જ માગી શકે. ક્ષમા વીરસ્ય ભૂષણમ્' હસતાં હસતાં, સરળતાપૂર્વક, અહંકારનું વિસર્જન કરીને ક્ષમા પ્રાર્થવાનું કાર્ય તો ઉત્તમ આત્માઓ જ કરી શકે. મનમાં ગાંઠો બાંધી રાખનાર વ્યક્તિ ક્ષમાયાચના કરી શકતી નથી. ક્ષમા-દાન અને ક્ષમા યાચના બંને પવિત્ર કાર્યો છે. આ દિવ્ય કૃત્યથી મન વિશુદ્ધ બનીને હર્ષમય લાગણીની ભીનાશથી હૃદય હળવું ફુલ જેવું બની જાય છે. સમાજમાં માનવ-માનવ વચ્ચે થતી ક્ષમાપનાની આ ક્રિયા વડે માનવ સમાજનાં શાંતિ, સદૂભાવ અને પ્રેમની લાગણી ઉદ્ભવે છે. - પર્યુષણ પર્વનો આઠમો દિવસ એટલે સંવત્સરીનો દિન! સંવત્સરી મહાપર્વ મનમાં બંધાયેલી ગાંઠોને છોડવામાં મદદ કરે છે. વર્ષભર જાણે-અજાણ કરેલી ભૂલોને યાદ કરીને ક્ષમાના આદાન-પ્રદાન દ્વારા મનની કટુતા દૂર થાય છે. તપની આરાધના કરવી સરળ છે, પરંતુ ક્રોધ પર વિજય મેળવવો દુષ્કર છે. તેવી જ રીતે ક્ષમા આપવી અને લેવી અને મનમાં રહેલી ગાંઠો છોડવી એ પણ એટલું જ દુષ્કર છે, ક્ષમા મહાન તપ છે. જે ક્ષમાની સાધના કરે છે તેનું જીવન અમૃતમય બને છે. દુ:ખને સુખમાં બદલવા માટે ક્ષમાશીલ બનવું જરૂરી છે. ક્ષમામાં જીવનનો સાર ભર્યો છે. જે વ્યક્તિ ક્ષમાભર્યું જીવન જીવે છે તે જીવનમાં પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. ધર્મનું મૂળ સમ્યક દર્શન છે. સમ્યક્દર્શનનું મૂળ ક્ષમા છે. મનની ગાંઠો ખોલી નાખીએ તો આધ્યાત્મિક પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. જો કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અસહિષ્ણુતા કે કલુષિતતાનો ભાવ આવી જાય તો તે વ્યક્તિને ખબર હોય કે ન હોય પરંતુ તેની ક્ષમા માગી લઈએ તો તે આપણો કલ્યાણ મિત્ર બની જશે. (શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી કૃત સાંવત્સરિક ક્ષમાપના, પૃ-૨માંથી) ‘હે જગતના જીવો! તમે મારા આત્મા સરખા છો. તેમ છતાં ભૂલથી મેં તમને અનેક પ્રકારે દુ:ખ આપ્યું હોય તેની ક્ષમાપના પ્રેમભાવથી યાચું છું. એકેંદ્રિય, દ્વિન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવબંધો! મેં તમારી સાથે હિંસક વર્તન ચલાવ્યું, તેમાં વાસ્તવિકરીત્યા મારો વાંક નથી કિંતુ કર્મની પ્રેરણાથી કર્મનો વાંક છે. તેથી પરાધીન અજ્ઞાની મેં જે જે અપરાધો કર્યા હોય, તેને મન વચન કાયાથી ખમાવું છું.” For Private and Personal Use Only
SR No.525270
Book TitleShrutsagar Ank 2012 09 020
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy