SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.સં.ર૦૮-હિ. મારા ૧૬ કે કોઈનો જીવ ઝૂંટવવો એ જેમ હિંસા છે તેમ કોઈના દિલને દુભવવું એ પણ હિંસા છે. બીજાના દેહને જેમ પીડા નથી આપવાની તેમ અન્યના દિલને પણ ઠેસ નથી પહોંચાડવાની! શરીરના ઘા સમયની પાટાપિંડીથી રૂઝાઈ જાય છે. મનને લાગેલા ઘા જલદી નથી રૂઝાતા! ભૂલેચૂકેય કોઈના પ્રાણને પીડા ના આપશો... પંપાળી ના શકો તો કંઈ નહીં! જીવનમાં ડગલે ને પગલે આપણે અહિંસાની આલબેલ પોકારવાની છે! હિંસાની હાયવોય હવે ઠારીએ.. જીવનને અહિંસાથી શણગારીએ! My friend लगा सको तो बाग लगाना, आग लगाना मत सीखो। जला सको तो दीप जलाना, दिल जलाना मत सीखो। बिछा सको तो फूल बिछाना, शूल बिछाना मत सीखो। पिला सको तो प्यार पिलाना, जहर पिलाना मत सीखो। Forget, forgive & be friend! પર્યુષણ મહાપd...(થોથો દિવસ) આવો દોસ્ત! પર્યુષણની ચાંદની જેવી શીળી ચોથા દિવસની ઊજળી ઊજળી ઉષાનો સ્પર્શ તમને હળવેથી ભેટે છે! આજનો દિવસ કલ્પસૂત્રની વાચનાનો પ્રથમ દિવસ! તમે કલ્પસત્ર અંગે જાણો છો ખરા? આવો.. ત્યારે એની જ વાતો આજે કરીએ! શોક અને મોહની જાળને જલાવી દેનારા આ કલ્પસૂત્રને યુગપ્રધાન-ચૌદ પૂર્વધર ભગવાન ભદ્રબાહુ સ્વામીએ ‘દષ્ટિવાદ' નામના ૧૨ મા અંગના નવમા પ્રત્યાખ્યાન પૂર્વમાંથી અલગ તારવીને ‘દશાશ્રુતસ્કંધ' ના આઠમા અધ્યયન તરીકે સુગ્રથિત બનાવ્યું. ગુરુશિષ્ય પરંપરાથી મુખપાઠ થતા આ કલ્પસૂત્રને વિ. સં. ૫૧૦ માં લિપિબદ્ધ (ગ્રંથરૂપે) કરવાનું શ્રેય છે મહાન શ્રતધર શ્રીદેવધિંગણી ક્ષમાશ્રમણને! એ ધરતી હતી વલ્લભીપુર સૌરાષ્ટ્ર) ની! આ ગ્રંથનું સર્વ પ્રથમ સંઘ સમક્ષ વાંચન વિ. સં. ૫૨૩ માં થયું છે. ગુજરાતના ત્યારના પાટનગર આનંદપુર (વડનગર) ખાતે રાજા ધ્રુવસેનના રાજ્ય પરિવારના શોકને દૂર કરવા માટે આચાર્ય શ્રી. કાલિકસૂરીશ્વરજીના શ્રીમુખે! આ ગ્રંથ પર “સુબોધિકા' નામની સંસ્કૃતમાં રસમય ટીકા (Commentary) લખવાનો જશ જીતે છે વિ. સં. ૧૬૯૬ના જેઠ સુદ ૨ ના દિવસે ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી! ગુજરાતી ભાષામાં એના પર ખીમશાહી ટીકા લખવાનું કાર્ય વિ. સં. ૧૭૦૭ ના વૈશાખ સુદ ૧૦ ના દિવસે અમદાવાદ ખાતે મુનિશ્રી ખીમાવિજયજીએ પૂર્ણ કર્યું. તત્કાલીન નગરશેઠ શ્રી હેમાભાઈ પ્રેમાભાઈની હાજરીમાં અમદાવાદમાં સકળ સંઘ સમક્ષ એ જ વરસે એના વાંચનનો પ્રારંભ થયો. જર્મન સ્કૉલર રીયુ જે. સ્ટીવન્સન ઈ. સ. ૧૮૪૯ માં પ્રથમ વાર વર્તમાનમાં કલ્પસૂત્રને વિદ્વતાપૂર્ણ સંપાદનથી સાંકળીને પ્રગટ કરવાનું શ્રેય મેળવે છે! આ છે કલ્પસૂત્ર અંગે આછીપાતળી જાણકારીની ઝલક! કલ્પ એટલે આચાર! શ્રમજીવનની આચાર વ્યવસ્થાની વિસ્તૃત વિવેચના ને વિચારણા કરતા કલ્પસૂત્રને સાંભળતાં ભાવવિભોર બની જજો! For Private and Personal Use Only
SR No.525270
Book TitleShrutsagar Ank 2012 09 020
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy