SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મે ૨૦૧૨ ના રોજ કરવામાં આવ્યું હતું. આ જ્ઞાનમંદિરની સ્થાપના પૂર્વે પાટણના વિભિન્ન મહોલ્લાઓમાં (પાડાઓમાં) વ્યક્તિગત કે સાધિક માલિકીપણા હેઠળ નીચે દર્શાવાયા મુજબના ૨૦ જ્ઞાનભંડારો અસ્તિત્વ ધરાવતા હતા. શ્રી સંઘ જૈન જ્ઞાનભંડાર, શ્રી શુભવીર જૈન જ્ઞાન ભંડાર, શ્રી વાડી પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર, શ્રી સાગરગચ્છ જૈન સંઘ ભંડાર, શ્રી લીંબડી પાડા જૈન જ્ઞાનભંડાર, શ્રી માંકા મોદી જૈન જ્ઞાનભંડાર (માણેકચંદ મોદીનો ભંડાર), શ્રી લેહરુ વકીલ જૈન જ્ઞાનભંડાર (વસ્તા માણેકનો ભંડાર), શ્રી પ્રવર્તક કાંતિવિજયજી જ્ઞાનભંડાર, શ્રી હિમ્મતવિજયજી જ્ઞાનભંડાર, શ્રી તપગચ્છ જૈન જ્ઞાનભંડાર, શ્રી અદુવસી પાડા જૈન જ્ઞાનભંડાર, શ્રી માણિજ્યસૂરિ જૈન જ્ઞાનભંડાર, શ્રી ખરતરાચાર્ય શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન જ્ઞાનભંડાર, શ્રી વિજયવલ્લભસૂરિ જૈન જ્ઞાનભંડાર, શ્રી પૂર્ણિમા ગચ્છ જૈન સંઘવી પાડા જૈન જ્ઞાનભંડાર, શ્રી ખેતરવસી પાડા જૈન જ્ઞાનભંડાર, શ્રી ભાભા પાડા વિમલગચ્છ જૈન ભંડાર અને શ્રી મહાલક્ષ્મી માતાના પાડાનો ભંડાર. આ ગ્રંથોનાં દર્શન દુર્લભ હતાં! દાદા ગુરુ પ્રવર્તક કાંતિવિજયજીની નાદુરસ્ત તબિયતને લીધે મુનિ પુણ્યવિજયજીએ અહીં સતત ૧૮-૨૦ વર્ષ રોકવું પડેલું. તેમના જ પ્રયાસોને લીધે જૈન ભંડારના તાળાં ખૂલ્યાં અને હસ્તપ્રતોનો ઉપયોગ સુલભ થયો. તેમણે હસ્તપ્રતો એકત્રિત કરી કાગળ પર લખાયેલી ૧૪૭૮૯ હસ્તપ્રતોનું વર્ણનાત્મક સૂચિપત્ર બનાવ્યું, જેનું પ્રકાશન ૧૯૭૨માં થયું હતું. આ બધા જ્ઞાનભંડારોની સ્થાપના કોણે અને ક્યારે કરી તે વિષે કઈ જ માહિતી ઉપલબ્ધ નથી. અહીં સંગ્રહ પામેલી હસ્તપ્રતો પૈકી ઇ. સ. ૧૦૬૪માં લખાયેલી હસ્તપ્રત સૌથી જૂની છે. આના પરથી અનુમાન કરી શકાય કે ૧૧ મી સદીમાં અસ્તિત્વ ધરાવનાર ગ્રંથભંડારની આ પ્રત હશે. આ જ વિગત પાટણના ગ્રંથભંડારોની પ્રાચીનતા સિદ્ધ કરે છે. ઉપર દર્શાવેલા ભંડારો પૈકી ભાભાના પાડાનો અને ખેતરવસી પાડાનો ભંડાર જ્ઞાનમંદિરમાં ભળેલો નથી, જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. જો કે ખેતરવસી ભંડારની તમામ હસ્તપ્રતોની ફોટોકોપી જ્ઞાનમંદિરમાં ઉપલબ્ધ છે. સ્વ. સેવંતીલાલ છોટાલાલ પટવાના પરિવારજનોએ શ્રી સંઘવીના પાડા જૈન જ્ઞાનભંડાર પૂજ્ય મુનિવર જંબુવિજયજી મહારાજની પ્રેરણાથી તા. ૧૭ જૂન ૧૯૭૬ના દિવસે જ્ઞાનમંદિરને સુપરત કર્યો. આ ભંડારમાં ૪પ૦ થી વધુ તાડપત્રીય ગ્રંથોનો સંગ્રહ છે. પ્રાચીનતાની દૃષ્ટિએ આ મૂલ્યવાન સંગ્રહ છે. જ્ઞાનમંદિરના હેતુઓ પાટણમાં સ્થિત વિવિધ સંઘો અને વ્યક્તિઓની માલિકીના ભંડોરોને એકત્રિત કરવા પાછળનો મુખ્ય આશય હસ્તપ્રતોનો સરળતાથી ઉપયોગ થાય અને તેમાં સચવાયેલું જ્ઞાન પ્રકાશમાં આવતાં સૌ લાભાન્વિત થાય તે રહ્યો છે. આ જ્ઞાનમંદિરની સ્થાપના સમયે નીચેના પ્રમુખ હેતુ નક્કી કરવામાં આવેલા. પ્રાચીન અને અપ્રાપ્ય પુસ્તકો એકત્રિત કરી તેની જાળવણી કરવી, સંશોધન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું અને આ હેતુસર સંશોધ કોને આર્થિક સહાય તથા વિદ્યાર્થીઓને છાત્રવૃત્તિ આપવી, જ્ઞાનમંદિરના ઉપયોગકર્તાઓને રહેઠાણની સગવડ માટે સ્કૉલર હૉસ્ટેલનું બાંધકામ કરવું, પરિસંવાદોનું આયોજન કરવું, હસ્તપ્રતોનું માઈક્રોફિલ્મીંગ તથા ફોટો કોપીઓ કરવી, મહત્ત્વપૂર્ણ હસ્તપ્રતોના અનુવાદ, લિપ્તત્તરનું કાર્ય તથા પ્રકાશન પ્રવૃત્તિ હાથ ધરવી. જ્ઞાનમંદિર ભવન આ ભવન પ્રસિદ્ધ પંચાસરા જૈન મંદિરના પરિસરમાં શેઠ શ્રી હેમચંદ મોહનલાલની રૂ, ૫૧૦૦૦- ની ઉદાર સખાવતથી બાંધવામાં આવ્યું છે. આર્કિટેક્ટ તરીકે બેલ્જિયમના સ્થપિત શ્રી ગેસ્પરની સેવાઓ લેવામાં આવી હતી. આ ભવનનું બાંધકામ ૧૯૩૯માં પૂરું કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ ભવન ફાયરપ્રુફ છે, તેના લોખંડના દરવાજા હવાચુસ્ત બારણાંવાળા છે. હસ્તપ્રત સમૃદ્ધિ આ જ્ઞાનમંદિરમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી, હિન્દી વગેરે ભાષાની અને વિવિધ લિપિઓમાં લખાયેલી તાડપત્ર, કાગળ અને કાપડની અંદાજે ૨૪૦૦૦ હસ્તપ્રતો વિદ્યમાન છે. જેમાંની તાડપત્રીય હસ્તપ્રતોની સંખ્યા અંદાજે ૭પ૦ છે, આ હસ્તપ્રતોનું વિષય-વૈવિધ્ય પણ વિપુલ માત્રામાં જોવા મળે છે. જેમાં ધર્મ, દર્શન, કાવ્ય, નાટક, કથા સાહિત્ય, અલંકારશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, જ્યોતિષ, શિલ્પ, વૈદક વગેરે અને સાથેસાથે જૈન ધર્મસાહિત્ય ઉપરાંત હિંદુ અને બૌદ્ધ સાહિત્યના ગ્રંથો પણ મોટી સંખ્યામાં અહીં સચાવાયા છે. આપણા જ્ઞાનવારસાના For Private and Personal Use Only
SR No.525266
Book TitleShrutsagar Ank 2012 05 016
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy