________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મે ૨૦૧૨
('સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય
પં. હિરેન દોશી શ્રી મહાવીર જૈન આરાધના કેંદ્રના કલાતીર્થનું આછેરું આકલન
દર્શનાલયમ્! જ્ઞાનાલયમ્! ચારિત્રાલયમ્! પરિસરને પાવન કરતું અને આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની યશ કલગી સમાન સ્થાન
એટલ સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય આ નાનકડા વિસ્તારમાં આપણી ચેતનાને ઠંડક મળે એવી કલાત્મક સામ્રગીનું પ્રદર્શન કરાયું છે
દર્શનાલયમાં પ્રવેશતાં જ મનોહારી પાષાણના શિલ્પો આપણી અખંડતાની સાક્ષી પૂરે છે. આપણી શ્રદ્ધાનું બળ અને તેજ વધારે છે. આ શિલ્પો પોતાના ખોળામાં કેટલાય શ્રદ્ધાન્વિત મસ્તકોનો ભાર લઇને બેઠા છે. નિર્વિકાર ભાવની સાધના અને અલિપ્તપણાનો અભ્યાસક્રમ અહીંથી શરૂ થાય છે. આછી પીળી લાઇટના અજવાળે શોભાયમાન થતાં વિવિધ ધાતુના શિલ્પો, શ્રદ્ધાથી જેના કેટલાય ભાવિકોએ સ્પર્શ કર્યો હશે એ પ્રાચીન બારસાખો, વાતાવરણની જેમ બદલાતા લિપિના વિવિધ મરોડો અને આપણા સુધી પહોંચતા આ લિપિએ કાપેલી સફરના નક્શા સમાન લિપિ-ચાર્ટી આપણી જાણકારીનું અને આવડતનું પાણી ઉતારી દે છે. શ્રુત સંરક્ષણના ઉપાયો અને લખવાના પ્રાચીન સાધનો, તો લખેલા ગ્રંથોને રાખવા અને વાંચવા માટેની પ્રાચીન કલાત્મક મૂલ્યવાન સુંદર પોથીઓ, આપણને કાળજી અને કેળવણીનો પાઠ શીખવાડે છે. વિવિધ શૈલીમાં લખાયેલ પ્રાચીન હસ્તપ્રતો અને પ્રાચીન તાડપત્રો આ સંગ્રહાલયની શોભામાં ડોલરીયો વધારો કરે છે. અહિ પથરાયેલ કાગળ ઉપર વેરાયેલા મોતી જેવી ચિત્રણ કલાના દર્શન કરતા જ આપણે ગળગળા થઈ જઇએ છીએ. નવપદની ભાવનાને ઉજાગર કરતાં વિવિધ ગઢાજી આપણા મનને મદમસ્ત કરે છે. તો નેમનાથની જાન અને ચૌદ સ્વપ્નનું ચિત્રણ, સોનાની શાહી પૂરેલા સચિત્ર હસ્તપત્રો અને નારકી ચિત્રાવલીના દર્શન કરતાં જ ભગવાનના શાસનનો જયનાદ કરવાનું મન થયા વગર નથી રહેતું....
શત્રુંજયનો પટ્ટ અહીં સિદ્ધગિરિરાજનું સ્મરણ તાજું કરે છે તો આપણી ગળથુથીમાં પાયેલી જયણા અને અમારીના ફરમાનો વાંચતા જ આપણું હૈયું ભરાઇ જાય છે. સમવસરણમાં બિરાજમાન શંખેશ્વર દાદાને નમન કરી આગળ વધતાં ચંદન અને હાથીદાંતની કળા આપણી આંખના વિસ્મયનું પારણું કરાવે છે. તો અષ્ટપ્રવચન માતાના પનોતાપુત્ર, વસુધા વૈભવ, અને આઠે પહોર જેના અરિહંતમય હતા એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત ગુરૂદેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજાની નિર્મલ છાયા અને શુભ સ્પર્શ જેના તાંતણે તાંતણે વણાઈ ગયો છે, એવા પાવન અંતિમ વસ્ત્રો અને બહુમૂલ્ય પવિત્ર સામગ્રી આપણા ચારિત્રમોહનીય કર્મને દૂર કરે છે. આવા તો કેટ-કેટલાય નિર્વિકાર અને અને પાવન આલંબનો આપણી ચેતનાને ઢંઢોળીને જગાડે છે.
(અનુસંધાન પમાં પાને).
-
અનુકમ
.
લેખ
૧. સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય ૨. શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર, પાટણ : પરિચય ૩. હસ્તલિખિત પ્રતિઓની લિપિઓ ૪. હસ્તપ્રત વિજ્ઞાન સંબંધિત ઉપલબ્ધ ગ્રંથ ५. शास्वतजिन प्रतिमा स्तवन ६. ग्रंथ समीक्षा ७. समाचार सार
લેખક ૫. હિરેન દોશી સંકલિત ડૉ. ભારતીબેન શેલત બી. વિજય જૈન, દિલાવર પી. વિહોલ पं. संजयकुमार झा डॉ. हेमंतकुमार डॉ. हेमंतकुमार
જે છે ૧ બ બ હ
For Private and Personal Use Only