________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રુતસાગર-માર્ચ, ૨૦૧૨
www.kobatirth.org
હસ્તપ્રત : એક પરિચય
હસ્તપ્રતના પ્રકારો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
× ૫. પૂ. પંન્યાસશ્રી અજયસાગરજી મ.સા.
પ્રાચીન લેખન-શૈલીના બે પ્રકાર છે : એક શિલાલેખન અને બીજો હસ્તપ્રત-લેખન. પ્રાચીન ભારતીય સાહિત્યને આજે આપણે જે રૂપમાં પ્રાપ્ત કરીએ છીએ તેનો આધાર હસ્તપ્રત છે. શાસ્ત્રોની હાથેથી લખેલ નકલ હોવાને કારણે તેને હસ્તપ્રત કહેવામાં આવે છે, કે જેને પાણ્ડુલિપિ પણ કહેવાય છે. કાળાંતરે મૂળ નકલ નષ્ટ થતી જતી હતી તો સામા પક્ષે તેની ઘણી નકલો તૈયાર થતી રહેતી હતી. પ્રતિલિપિ ૫૨થી પ્રત શબ્દ આવ્યો હોય તેમ જણાય છે. પ્રાચીન ધર્મ-દર્શન, સાહિત્ય અને સંસ્કૃતિની જાણકારી માટે હસ્તપ્રતોનું વિશેષ મહત્ત્વ છે. કારણ કે માત્ર પુરાતત્ત્વીય સમર્થનથી ઇતિહાસનું નિર્માણ સર્વાંગપૂર્ણ થતું નથી, ઇતિહાસની સત્યતા માટે સાહિત્યની આવશ્યકતા અનિવાર્ય છે. પ્રાચીન સમયમાં જ્ઞાનભંડારોમાં માત્ર હસ્તલિખિત સાહિત્ય જ ઉપલબ્ધ હતું. દેશમાં હસ્તપ્રત લખવાનાં ઘણાં સ્થાનો હતાં. આવા લેખન-સ્થળોના આધાર પરથી અભ્યાસુઓને વિભિન્ન કુળોની પ્રતો અને તેના કુળવિશેની વિશિષ્ટ માહિતી પ્રાપ્ત થાય છે. કૃતિઓની સંશોધિત આવૃત્તિના પ્રકાશનકાર્યમાં વિભિન્ન કુલોની પ્રતોનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે.
૩
આંતરિક પ્રકાર :
હસ્તલિખિત પ્રતોનો આ રૂપવિધાન પ્રકાર છે, જેમાં પ્રતની લેખનપદ્ધતિની માહિતી મળે છે. આ લેખનપદ્ધતિને એકપાઠી, ક્રિપાઠી, (સામાન્યપણે બન્નેપડખે મૂળ અને ટીકાના પાઠ લખવામાં આવ્યા હોય છે.) ત્રિપાઠી, (વચ્ચે મૂળ અને ઉપર નીચે, ટીકા), પંચપાઠી (વચ્ચે મૂળ અને ઉપર ડાબે, જમણે અને નીચે ટીકા), શુડ (શૂઢ), ઊભી લખાયેલ, ચિત્રપુસ્તક, સ્વર્ણાક્ષરી, રૌપ્યાક્ષરી, સૂક્ષ્માક્ષરી અને સ્થૂલાક્ષરી વગેરેથી ઓળખવામાં આવે છે. ગ્રંથોમાં રહેલા આવા તફાવતો હસ્તપ્રતો કાગળ પર લખવાની પ્રક્રિયા શરૂ થયા બાદ વિશેષ પ્રકારે વિકસ્યા હોય તેમ જ્ઞાન થાય છે. આવી પ્રતોનું બાહ્ય સ્વરૂપ સાદું દેખાવા છતાં અંદરનાં પૃષ્ઠો જોવાની જ તેની વિશેષતાની જાણકારી મળે છે.
બાહ્ય પ્રકાર :
વિક્રમના ચૌદમા સૈકા સુધીની હસ્તલિખિત પ્રતો ઘણું કરીને લાંબી-પાતળી પટ્ટી જેવા તાડપત્ર પર લખાયેલી મળે છે. તેના મધ્ય ભાગમાં એક છિદ્ર તથા કેટલીક વાર યોગ્ય અંતરે બે છિદ્રો પણ જોવા મળે છે. આ છિદ્રોમાંથી એકમાં દોરી પરોવવામાં આવતી જેથી વાંચતી વખતે પાનાં અસ્ત-વ્યસ્ત ન થાય. તથા બીજા છિદ્રમાં બંધન અવસ્થામાં વાંસની સળી રાખવામાં આવતી જેથી ઘણાં પાનાંવાળી જાડી પ્રત હોય તો તેનાં પાનાં લસરીને આર્થો-પાછાં ન થાય. આ જ દોરી વડે પ્રતને બન્ને બાજુ પાટલીઓ મૂકીને કલાત્મક રીતે બાંધી દેવામાં આવતી. તાડપત્રો પરનું લખાણ સહીથી તથા કાંતીને એમ બે પ્રકારે લખાયેલ મળે છે. કોતરીને લખવાની પ્રણાલી ખાસ કરીને ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કેરલ તથા કર્ણાટકના પ્રદેશમાં રહેવા પામી અને સહીથી લખવાની પ્રક્રિયા શેષ ભારતમાં રહેવા પામી, કાગળના ઉપયોગની શરૂઆત બાદ આ જ તાડપત્રોને આદર્શ માનીને કાગળની પ્રતો પણ શરૂઆતમાં મોટા-મોટા અને લાંબા પત્રો પર લખવામાં આવતી. પણ પાછળથી આ કદ સુવિધા અનુસારે સંકોચાઈ ગયું.
જૈન ભાષ્યકારો, ચૂર્ણિકા૨ો અને ટીકાકારોના મતે આવા તાડપત્રોની લંબાઈ અને પહોળાઈના આધારે પાંચ પ્રકારો કહેવાય છે.
For Private and Personal Use Only
ગંડી ઃ પ્રતની લંબાઈ અને પહોળાઈ એક સમાન હોય તેને ગંડી પ્રકાર કહેવાય છે.
કચ્છપી : પ્રતની બન્ને કિનારી સંકુચિત તથા વચ્ચે ફેલાયેલ કાચબા જેવા આકારની પ્રતને કચ્છપી પ્રત કહેવામાં આવે છે.