________________
Shri Mahavir Jain Aradhana Kendra
17
www.kobatirth.org
સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયમાં સંગ્રહિત-પ્રદર્શિત બહુમૂલ્ય શિલ્પાંકનો
આ શિલ્પ પ્રાચીન પરિકરનો ભાગ છે, જેમાં પ્રભાસન(પબાસણ)ગાદીનો હિસ્સો મુખ્ય છે. સાથે આજુબાજુ જુદા - જુદા સ્તંભોના હિસ્સાઓ છે. પરિકરના પ્રભાસન (પબાસણ)ના હિસ્સામાં વ્યાલ, હાથી વગેરેના સુંદર અંકનની સાથે મધ્યમમાં આજુબાજુમાં બે હરણ સાથેના ધર્મચક્રનું શિલ્પ છે. બન્ને બાજુના ખૂણે અધિષ્ઠાયક દેવ અને દેવીનું અંકન છે. ધર્મચક્રના ઉપર પ્રાસાદ દેવી અથવા મહાલક્ષ્મી દેવીની પ્રતિમા છે. સ્તંભોમાં પાર્શ્વનાથ ભગવાનની ખડ્ગાસનસ્થ પ્રતિમા છે. જેના ઉપરના હિસ્સામાં ત્રિતીર્થી રૂપ એક પદ્માસનસ્થ તથા બે ખડ્ગાસનસ્થ મૂર્તિઓનું અંકન છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસંતગઢ શૈલીની 6-8 મી સદીની ધાતુની સુંદર પ્રાચીન પ્રતિમાઓ છે.
For Private and Personal Use Only