________________
૧૦૧ કનૈયાલાલ ભાઈશંકર દવે
[ મ.જે. વિદ્યાલય વનાર વિસલદેવ નામક કોઈ મંડલેશ્વર છે. પરંતુ આ વીલ, વાઘેલા વીસલથી અન્ય હેય તેમ લાગે છે. કારણ વીસલદેવ સ્વયં ગુજરાતનો મહારાજા હતા, જયારે આ લેખમાંના ઉલેખ પ્રમાણે સારંગદેવના રાજયકાળમાં, કઈ મંડલેશ્વર વીસલદેવે આ દાનપત્ર આપેલું છે. જેથી અમરચંદ્રને જીવનકાળ નિશ્ચિત કરવામાં, આ લેખથી કાંઈ પ્રકાશ પડતો નથી.
તેમનું મૃત્યુ કયારે થયું, તેની પણ ચોક્કસ નોધ કઈ ગ્રંથમાં લેવાઈ નથી. પાટણમાં અષ્ટાપદજીના જિનાલયમાં, આ મહાપુરુષની પ્રતિમા મૂકેલી છે, જે ૫. મહેન્દ્રના શિષ્ય મદન, સં ૧૩૪૮ માં કરાવી
એમ તેની નીચેના પ્રતિમાલેખથી જ્ઞાત થાય છે. આ વખતે તેઓ હયાત નહીં હોય, એવું અનુમાન અગ્ય તો નહી જ ગણાય. અને તે પ્રમાણે તેની બે ચાર વર્ષ અગાઉ તેમનું મૃત્યુ થયાનું ક૯પીએ તો તેમનું અવસાન કાળ સં ૧૩૪૫-૪૭ સુધીમાં આવે છે. પણ આગળની કલ્પના પ્રમાણે તેમનું જીવન ૬૦-૬૫ વર્ષનું નહીં પણ લગભગ ૮૦-૮૫ વર્ષ સુધીનું લાંબુ હશે એવું અનુમાન થાય છે. આ બધા અનુમાને સાચા પુરાવાઓના અભાવે કપવાં પડ્યાં છે. કોઈ વિદ્વાન તે માટે સાચા પુરાવાઓ શોધી કાઢશે તે, તેમના જીવનકાળ ઉપર મેટો પ્રકાશ પડશે. તેમના ગ્રંથ
કવિ અમચંદ્ર સૂરિના ઝાંખા ઘેરા પરિચયમાં, તેમની સાહિત્યસમીક્ષાને રથાન આપવામાં ન આવે, તે તેટલા પૂરતું તે અપૂર્ણ લેખાય તેથી તેમણે સર્જેલા વિવિધ ગ્રંથની ટૂંક સમીક્ષા અત્રે રજૂ કરવામાં આવી છે. કવિવર અમરચંદ્રની મહત્તા, તેમની અગાધ વિદ્વત્તા અને ગુઢ ગાંભીર્ય ધરાવતા અદ્વિતીય ગ્રંથને આભારી છે. તેમના ગ્રંથનું ઊંડું અવગાહન કરી સંપૂર્ણ પરિચય આપવા માટે તે, એક સ્વતંત્ર નિબંધની આવશ્યકતા છે. એટલે અહીં તે તે ગ્રંથોની રૂપરેખા દર્શાવવાને સામાન્ય પ્રયતન છે. આચાર્ય હેમચંદ્રની માફક તેમણે પણ વિવિધ વિષય ઉપર કલમ ચલાવી છે.
૧. ચતુર્વિશતિજિનેન્દ્રચરિત્ર–ગ્રેવીસ તીર્થંકરનાં ચરિત્રને આ ગ્રંથમાં સંક્ષેપ કરી સમાવ્યાં છે, છતાં ચરિત્રની કોઈ પણ હકીકતને ત્યાગ કરી તેમાં ક્ષતિ આવવા દીધી નથી.
૨ પદ્યાનંદ મહાકાવ્ય-પદ્યમંત્રીની પ્રાર્થનાથી આ ધર્મગ્રંથની રચના તેમણે કરી હતી. તેમાં જિનેન્દ્રોનાં ચરિત્રો સુમધુર અને અલંકારિક ભાષામાં, મહાકાવ્યની પદ્ધતિએ પ્રથિત કર્યા છે. આ ગ્રંથના પ્રશસ્તિ સર્ગમાં, વાયટીયગ૭ અને પદ્યમંત્રીની હકીકત આપેલી છે.
૩. કાવ્યકલ્પલતા–આ અલંકાર અને કાવ્ય શાસ્ત્રનો ગ્રંથ છે, તેમાં ચાર પ્રતાને અને ૨૧ તબક્કે છે. મમ્મટનો કાવ્ય પ્રકાશ, રાજશેખરની કાવ્ય મિમાંસા ની માફક આપણું કાવ્યશાસ્ત્રને એક અપૂર્વ ગ્રંથ છે.
૪. બાલભારત-રાજશેખરે જેમ બાલ રામાયણ લખ્યું, તેમ આ કવિવરે મહાભારત ઉપરથી બાલભારતની રચના કરી છે. બ્રાહ્મણે પિતાના ધર્મસાહિત્ય ઉપર તેવા પ્રથ લખે, એ તો સ્વાભાવિક છે. પણ એક જૈન કવિ બ્રાહ્મણોના ધર્મગ્રંથ ઉપર કલમ ચલાવે તે ગૌરવની વાત છે, તેટલું જ નહીં પણ પરસ્પરના ધર્મ પ્રત્યે કેવો સુંદર આદર સેવતા હતા. તેને સારો પુરાવો રજૂ કરે છે. તેમાં એકંદર ૧૯ પર્વ અને બધા મળી ૪૩ સગે છે.
૫. સ્વાદિશબ્દસમુચ્ચય-આ વ્યાકરણ ગ્રંથ ચાર ઉલ્લાસમાં વહેચાયેલે ઈ તેમાં બધા મળી ૫૪ પ્લે છે.
सद १५४९ र पदि शनी मी बायटीयग मौजिनदत्तसरिशिष्य पण्डित भारदमतिः प. महेन्द्रशिष અદ્ભવાનિ જા બિલ અમરચંટની માહૈિ ની લેખ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org