SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ સ્વરૂજનો, અને ધનપાલકૃત સત્યપુરHદનમવીરોત્સાર (ઈસવી ૧૧મી શતાબ્દી), અભયદેવત તિદુબન આદિ સ્તવનો વગેરેનો ઉલ્લેખ કરી શકાય. - પ્રકીર્ણ કૃતિઓ અને ઉત્તરકાલીન વલણે સ્વતંત્ર કૃતિઓ ઉપરાંત જેને પ્રાકૃત તથા સરકૃત ગ્રંથોમાં અને ટીકાસાહિત્યમાં નાનામોટા સંખ્યાબંધ અપભ્રંશ ખંડો મળે છે. ઉદાહરણ લેખે થોડાંક જ નામ ગણાવીએઃ વર્ધમાનત ગમત (ઈ. સ. ૧૧૦૪), દેવચંદ્રકૃત સાન્નિનાથવરિત્ર (ઈ. સ. ૧૧૦૪), હેમચંદ્રકૃત સિમ વ્યાકરણ તથ સુરપતિ અપનામ રાજય (ઈસવી ૧૨મી શતાબ્દી), રત્નપ્રભત રામાચારો પતિ (ઈ. સ. ૧૧૮૨), સોમપ્રભકૃત કુમારપાધ્ધતિશેષ (ઈ. સ. ૧૧૮૫), હેમહંસશિષ્યક્ત સંગમમંત્તિ (ઈસવી ૧૫મી શતાબ્દી પહેલાં) વગેરે. સંધિ તેરમી શતાબ્દી આસપાસ ટૂંકા અપભ્રંશ કાવ્યો માટે “સંધિ” નામે (આગલા “સંધિબંધથી આ ભિન્ન છે) એક નવો રચનાપ્રકાર વિકસે છે. તેમાં કોઈ ધાર્મિક, ઉપદેશાત્મક કે કથાપ્રધાન વિજયનું થોડાંક કડવાંમાં નિરૂપણ કરેલું હોય છે, અને તેમનો મૂળ આધાર ઘણું વાર આગમિક કે ભાષાસાહિત્યમાંનો – અથવા તો પૂર્વકાલીન ધર્મકથા સાહિત્યમાંનો – કોઈ પ્રસંગ કે ઉપદેશવચનો હોય છે. રત્નપ્રભકૃત અંતસિંધિ (ઈસવી ૧૩મી શતાબ્દી), જયદેવકૃત માવનાસંધિ, જનપ્રભ (ઈસવી ૧૩મી શતાબ્દી)કૃત વાસંધ, મયણાસંધિ (ઈ. સ. ૧૨૪૧) તથા અન્ય સંધિઓ, વગેરે. તેરમી શતાબ્દીમાં અને તે પછી રચાયેલી કૃતિઓના ઉત્તરકાલીન અપભ્રંશમાં તત્કલ્લાન બોલીઓનો વધતો જતો પ્રભાવ છતો થાય છે. આ બોલીઓમાં પણ કયારનીય સાહિત્યરચના થવા લાગી હતી – જે કે પ્રારંભમાં આ સાહિત્ય અપભ્રંશ સાહિત્યપ્રકારો ને સાહિત્યવલણના વિસ્તારરૂપ હતું. બોલચાલની ભાષાનો આ પ્રભાવ આછારૂપમાં તો ઠેઠ હેમચંદ્રીય અપભ્રંશ ઉદાહરણોમાં પણ છે. ઉલટપક્ષે સાહિત્યમાં અપભ્રંશપરંપરા છેઠ પંદરમી શતાબ્દી સુધી લંબાય છે અને કવચિત પછી પણ ચાલુ રહેલી જોવા મળે છે. વસ્તુનિમણુની અને ક્ષેત્રની મર્યાદા છતાં નૂતન સાહિત્યસ્વરૂપ અને સ્વરૂપોનું સર્જન, પરંપરાપુનિત કાવ્યરીતિનું પ્રભુત્વ, વનનિપુણતા અને રસનિષ્પત્તિની શક્તિ- આ બધાં દ્વારા જેને અપભ્રંશ સાહિત્યનાં જે સામાÁ અને સિદ્ધિ પ્રકટ થાય છે તેથી ભારતીય સાહિત્યના ઇતિહાસમ સહેજે તેને ઊચું ને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525038
Book TitleSramana 1999 07
Original Sutra AuthorN/A
AuthorShivprasad
PublisherParshvanath Vidhyashram Varanasi
Publication Year1999
Total Pages200
LanguageHindi
ClassificationMagazine, India_Sramana, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy