SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ વસમરિ૩ના ચૌદમા સંધિનું વસંતનાં દશ્યોની મોહક પૃષ્ઠભૂમિ પર આલેખાયેલું તાદશ, ગતિમા ઈંદ્રિયસંતપર્ક જલક્રીડાવર્ણન એક ઉત્કૃષ્ટ સર્જન તરીકે પહેલેથી જ પંકાતું આવ્યું છે. જુદાં જુદાં યુદ્ધદૃશ્યો, અંજનાના ઉપાખ્યાન (સંધિ ૧૭–૧૯)માંના કેટલાક ભાવોદ્રેકવાળા પ્રસંગો, રાવણુના અગ્નિદાહના ચિત્તહારી પ્રસંગમાંથી નીતરતો વેધક વિષાદ (૭૭મો સંધિ) — આવા આવા હુયંગમ ખંડોમાં સ્વયંભૂની કવિપ્રતિભાના પ્રબળ ઉન્મેષનાં આપણે દર્શન કરી શકીએ. रिट्टणेमिचरिउ સ્વયંભૂ નું બીજું મહાકાય મહાકાવ્ય રિકળેમિન્વરિ૩ (સં. મરિષ્ટનેમિપરિતમ્) અથવા વિંલપુરાનુ (સં. વિંચપુરાળÇ) પણ પ્રસિદ્ધ વિષયને લગતું છે. તેમાં બાવીશમા તીર્થંકર અરિષ્ટનેમિનું જીવનચરિત તથા કૃષ્ણ અને પાંડવોની જૈન પરંપરા પ્રમાણેની કથા અપાયેલી છે. કેટલાક નમૂનારૂપ ખંડો બાદ કરતાં તે હજી સુધી અપ્રકાશિત છે. તેના એક સો ખાર સંધિઓ (જેનાં બધાં મળીને ૧૯૩૭ કડવક અને ૧૮૦૦૦ ખત્રીા—અક્ષરી એકમો — ગ્રંથાત્ર ' — હોવાનું કહેવાય છે)નો ચાર કાંડમાં સમાવેશ થાય છે : સાયવ( સં. ચાવ ), લુથ, જીન્સ (સં. યુદ્ધ) અને ઉત્તર. આ વિષયમાં પણ સ્વયંભૂ પાસે કેટલીક આદર્શભૂત પૂર્વકૃતિઓ હતી. નવમી શતાબ્દી પહેલાં વિમલસૂરિ અને વિદગ્ધ પ્રાકૃતમાં, જિનસેને (ઈ. સ. ૭૮૩–૮૪) સંસ્કૃતમાં અને ભદ્રે ( કે દન્તિભદ્રે ? ભાવે? ), ગોવિન્દે તથા ચતુર્મુખે અપભ્રંશમાં હરિવંશના વિષય પર મહાકાવ્યો લખ્યાં હોવાનું જણાય છે. રિદળેમિવરિષ્ઠ નો નવ્વાણુમા સંધિ પછીનો અંશ સ્વયંભૂના પુત્ર ત્રિભુવનનો રચેલો છે, અને પાછળથી ૧૬મી શતાબ્દીમાં તેમાં ગોપાચલ ( = વાલીઅર)ના એક અપભ્રંશ કવિ યશકીર્તિ ભટ્ટારકે કેટલાક ઉમેરા કરેલા છે. રામ અને કૃષ્ણના ચરિત પર સ્વયંભૂ પછી રચાયેલાં અપભ્રંશ સંધિબદ્ધ કાવ્યોમાંથી કેટલાં ઝ ઉલ્લેખ અહીં જ કરી લઈએ ~~~ આ બધી કૃતિઓ હજી અપ્રસિદ્ધ છે : ધવલે ( ઈસવી અગીઆરમી શતાબ્દી પહેલાં) ૧૨૨ સંધિમાં રિવંશપુરાળ રચ્યું. ઉપર્યુક્ત યશઃકીર્તિ ભટ્ટારકે ૭૪ સંધિમાં પાંડુપુરાણુ ( સં. પાંડુપુરાળમ્ ) ( ઈ. સ. ૧૫૨૭) તથા તેના સમકાલીન પંડિત રધ્ધિ અપરનામ સિંહસેને ૧૧ સંધિમાં નદ્દપુરાણુ ( સું. યમદ્રપુરાળમ્ ) તેમ જ નેમિનારિક ( સં. નેમિનાથન્નતિમ્ ) રચ્યાં એ જ સમય લગભગ શ્રુતકીર્તિએ ૪૦ સંધિમાં ત્રિપુરાળુ (સં. વિંચવુરાળમ્ ) ( ઈ. સ. ૧૫૫૧ ) પૂરું કર્યું. આ કૃતિઓ સ્વયંભૂ પછી સાત સો જેટલાં વરસ વહી ગયાં છતાં રામાયણ ને હરિવંશના વિષયોની જીવંત પરંપરા અને લોકપ્રિયતાના પુરાવારૂપ છે. પુષ્પદંત પુષ્પદન્ત (અપ. પુજ્યંત ) અપરનામ મમ્મય (ઈ. સ. ૯૫૭ - – ૯૭૨ માં વિદ્યમાન )ની કૃતિઓમાંથી આપણુને સંધિબંધમાં ગૂંથાતા ખીજા બે પ્રકારોની જાણ થાય છે. પુષ્પદન્તનાં માતાપિતા બ્રાહ્મણ હતાં. તેમણે પાછળથી દિગંબર જૈન ધર્મ સ્વીકારેલો. પુપદન્તનાં ત્રણે અપભ્રંશ કાવ્યોની રચના માન્યખેટ ( = હાલનું હૈદરાબાદ રાજ્યમાં આવેલું માલખેડ )માં રાજ્ય કરતા રાષ્ટ્રકૂટ રાજાઓ કૃષ્ણ ત્રીજા (ઈ. સ. ૯૩૯-૯૬૮) અને ખોટ્ટિગદેવ ( ઈ. સ. ૯૬૮–૯૭૨ )ના પ્રધાનો અનુક્રમે ભરત અને તેના પુત્ર નાના આશ્રય નીચે થઈ હતી. સ્વયંભૂ અને તેના પુરોગામીઓએ રામ અને કૃષ્ણપાંડવનાં કથાનકનો ઠીકડીક કસ કાઢ્યો હતો, એટલે પુષ્પદન્તની કવિપ્રતિભાએ જૈન પુરાણકથાના જુદા — અને વિશાળતર પ્રદેશોમાં વિહરવાનું પસંદ કર્યું હશે. જૈન પૌરાણિક માન્યતા પ્રમાણે પૂર્વના સમયમાં ત્રેસઠ મહાપુરુષો ( કે શલાકાપુરુષો ) થઈ ગયા. તેમાં ચોવીશ તીર્થંકર, ખાર ચક્રવર્તી, નવ વાસુદેવ ( = અર્ધચક્રવર્તી), નવ બલદેવ ( તે તે વાસુદેવના ભાઈ) અને નવ પ્રતિવાસુદેવ (એગ્લે કે તે તે વાસુદેવના વિરોધી)નો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525038
Book TitleSramana 1999 07
Original Sutra AuthorN/A
AuthorShivprasad
PublisherParshvanath Vidhyashram Varanasi
Publication Year1999
Total Pages200
LanguageHindi
ClassificationMagazine, India_Sramana, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy