________________
૧૩૩
આવાં ભાતભાતનાં સંક્રમણોમાં પસાર થતાં પ્રાકૃત ભાષાઓ આ નવી ભાષાના રૂપને પામી છે એ જ એમનો ના વિકાસમાં મોટામાં મોટો ફાળો છે.
ભાષાઓના કમવિકાસની પ્રક્રિયા એ ભાષાશાસ્ત્રનો મૂળ પાયો છે. ધ્વનિઓનું વિવિધ પ્રકારનું સંક્રમણ કાંઈ આકસ્મિક નથી તેમ અનિયમિત પણ નથી. એ સંક્રમણ સર્વથા વૈજ્ઞાનિક નિયમને વશવતી છે અને તે અમુક અમુક નિયમોને વશવત હોઈ એકદમ સુનિયમિત છે, આમ છે માટે જ આપણું પ્રાચીન ભાષાકુળો અને અર્વાચીન ભાષાકુળો વચ્ચે એકસરખું સાંગ અનુસંધાન સચવાયેલ છે અને એને લીધે જ ભૌગોલિક પરિસ્થિતિને લીધે નોખા નોખા પડી ગયેલા છતાં એક આર્ય ભાષા બોલનારા આપણામાં એટલે તમામ પ્રાંતના અને તમામ વર્ગના લોકોમાં એવો કોઈ મોટો વિચ્છેદ થઈ ગયો હોય એવું ભાવિકાસની દષ્ટિએ જરાય જણાતું નથી વા પરાપૂર્વથી ચાલ્યા આવતા આપણું સામાજિક પ્રવાહમાં કોઈ મોટું અંતર પડી ગયું હોય એમ પણ અનુભવાતું નથી.
ગંગાનાં પાણી નિરંતર બદલાયાં કરતાં હોવા છતાં જેમ તે એકરૂપમાં દેખાય છે તેમ આપણી પ્રાચીન પરંપરાઓ અને અર્વાચીન પરંપરાઓ નિરંતર બદલાતી રહી છે તો તેમાં સાંગસૂત્રતા અખંડતા અભિન્નતા સતત સાતત્ય ટકી રહેલાં છે એવું આજે હજારો વરસ પછી પણ આપણે અનુભવીએ છીએ એ પ્રતાપ ભાષાઓના સંબંધમાં સચવાયેલી મૌલિક સમાનતાનો છે એમાં લેશ પણ શક નથી.
આયપ્રધઓ જ્યારે વિજેતારૂપે ભારતમાં ઉતરી પડી અને આતર પ્રજાઓ સાથે સંઘર્ષમાં આવી ત્યારે આર્યપ્રજાની ભાષાઓને પણ બીજી અનેક આર્યતર પ્રજાઓની ભાષાઓ સાથે બરાબર સંઘમાં ઊતરવું પડેલું અને એમાં કેટલેક અંશે વિજ્ય મેળવ્યા પછી જ આર્ય ભાવે ભારતમાં પોતાનું સાંસ્કૃતિક સ્વરૂપ પ્રાપ્ત કરી શકી.
વેદોના સમયથી માંડીને બ્રાહ્મણગ્રંથોના સમય સુધીની આર્ય ભાષા પોતાના સમયની બીજી બીજી અનેક આતર ભાલાઓ સાથે સંઘર્ષમાં આવતાં છતાં કેટલીક માંડવાળ પછી પોતાનું સ્વરૂપ બરાબર ટકાવીને વિજયી બની માટે જ એ ભાષાને ભારતીય આર્ય ભાષાની પ્રથમ ભૂમિકારૂપે ગણી શકાય.
એક બીજી પ્રજાઓથી અતા રહેવું વા બાહ્ય રંગ કે ચોકખાઈના મિથ્યાભિમાનથી પ્રેરાઈ બીજી બીજી આતર પ્રજાઓ સાથે સંસર્ગમાં ન આવવું એ વૃત્તિ આર્યોમાં નહતી. જેમાં સમુદ્રમાં અનેક નદીઓ ભળી જાય છે અને સમુદ્રરૂપ બની જાય છે તેમ આર્યોમાં અનેક આર્યેતર પ્રજાઓ એવી રીતે ભળી ગઈ છે કે પછી તેને આતર કહીને નોખી પાડવાનાં એંધાણે જ જાણે ભૂંસાઈ ગયાં હોય એવું બની ગયું અને આર્યોનો એક નવો એવો મોટો સમાજ જ બની ગયો. આનો અર્થ એ થયો કે હવે કોઈ અતર છે એમ કળાવું જ અશક્ય બની ગયું – આર્ય અનાર્ય તે બધા વચ્ચે પરસ્પર લોહીનો સંબંધ, કામકાજનો ગાઢ સંબંધ, ભાષાઓનો પણ પરસ્પર વિનિમય; એને લીધે એકબીજી ભાષાઓએ આર્યોની ભાષા ઉપર સારી એવી અસર કરી અને એ અસરને આયોએ બરાબર આવકારી પણ ખરી, તેમ આર્યોની ભાષાએ આતર ભાષાઓ ઉપર પણ સામી એવી જ અસર કરી. આમ એક બીજી ભાષાઓમાં કોઈએ કશું ય આભડછેટનું તત્વ મુદ્દલ નહીં સ્વીકારેલું, પરંતુ દરેક ભાષાએ બીજી ભાષાની અસરને આવવા દેવા પોતાનાં બારણું તદ્દન ખુલ્લાં રાખેલા.
આવી વિશાળહૃદયી પરિસ્થિતિને લીધે આ ભાષાએ આતર ભાષાના હજારો શબ્દોને પોતામાં પોતાની રીતે સમાવી લીધાના જે પ્રામાણિક પુરાવાઓ ભાષાસંશોધકોને મળી આવ્યા છે તેમાંના કેટલાક આ પ્રમાણે છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org