________________
છેલ્લે.... ખાસ
મહાત્માને વારંવાર શાતાપુચ્છા/ગોચરી/ઉપરોક્ત સર્વ કાર્યમાં એટલી બધી (અતિ) વિનંતી ન કરવી કે મહાત્મા હેરાન થઈ જાય.... એટલું ખાસ ધ્યાન રહે કે આપણે મહાત્માને 'નમ્રવિનંતી' કરવાની છે. ઘણાં શ્રાવકો અજ્ઞાનતા/ભોળપણના કારણે ભાન ભુલીને' વિનંતી કરતાં હોય છે.
છેલ્લેશ્રી મોહનલાલ દલીચંદદેસાઈનું વિ.સં. ૧૯૮૯નું વિધાન ટાંકીને લેખપુર્ણ કરૂં છું. "આપણને સ્વતંત્ર આયંબિલ ખાતાનાં મકાનની જરૂરત જણાય છે, સ્વતંત્ર ઉપાશ્રયના મકાનની જરૂરત જણાય છે, તેવી સ્વતંત્રપાઠશાળા કે જ્ઞાનભંડારના મકાનની જરૂરત જણાય છે? જે દિવસે શ્રીસંઘના વહીવટદારોને એ જરૂરત જણાશે તે દિવસથી શ્રી સંઘના આંતરિક વિકાસના પગરણ મંડાયા ગણાશે...."
પ્રાન્ત-હજી સુધી ઉપલબ્ધ ગ્રંથોને પણ વ્યવસ્થિત રીતે સંપાદિત સંરક્ષિત કરીને કરાવીને રાખશું તો ભવિષ્યમાં સંઘ-શાસન જેવી (અવ્યાબાધિત) રીતે આપણાં સુધી પહોંચ્યું તેમ આપણે આગળની પેઢી સુધી પહોંચાડી શકીશું.... અને પૂર્વજોના ઋણમાંથી કદાચ કંઈક અંશે મુક્ત થઈ શકીશું....શાસનના છેલ્લે સમયે (પાંચમાં આરાના અંતે) માત્ર શ્રી દશવૈકાલિક સૂત્રના ચાર અધ્યયનો જ રહેશે એવું વિચારીને જો આપણા પૂર્વજોએ શ્રુતવારસાનું જતન ન કર્યું હોત તો હમણાં સુધી કશુંજ નારડ્યું હોત.
મૃતોપાસકશ્રી બાબુભાઈ! યોગ્યધર્મલાભ..
'અહો!શ્રુતજ્ઞાનનાં સુવર્ણ વિશેષાંક (૫૦)નાં સમાચાર જાણ્યા. ખુબ આનંદ થયો... ખુબ-ખુબ અનુમોદના.... ' 'નાનો પણ રાઈનો દાણો’ એ ન્યાયે માત્ર આઠ પાનાનાં પરિપત્ર શ્રી સંઘમાં જે જાગૃતિ લાવી છે તેનાથી ભાગ્યે જ કોઇ વિદ્વાન અજાણ હશે. ઘણાં ગ્રંથોનું બે-ત્રણ મહાત્માઓ દ્વારા થતું સંશોધન આમાંજ સમાચાર જાણીને એક જ મહાત્મા દ્વારા થયું તેમાં સમય/સંપત્તિનો બચાવ થયો તેનાથી અન્ય એક ગ્રંથને નવજીવન મળ્યું છે. હવે તો આ પરિપત્રને માસિક કરીને થોડું ઘણું) મોટું કરો એ જ આશીર્વાદ આપવાના
છે...
'જૈનસત્ય પ્રકાશ’ વિગેરે પુરાણાં મેગેઝિનોમાંથી યોગ્ય લેખો લઈને બધાં સુધી પહોંચાડવા જોઈએ... અને પ્રકાશિત થતાં ગ્રંથોનું સૂચિપત્ર/પ્રાપ્તિસ્થાન, શ્રુતજ્ઞાન સંબધિત અન્ય કોઈપણ સમાચાર 'માસિક' રીતે મળતાં રહેશે તો વધુ આનંદ થશે...... (મુશ્કેલ છે પણ અશક્ય નથી....) એકલ વીર’ શબ્દ તમારી સાથે વ્યવસ્થિત બેસે છે. કારણ કે ઘણી સંસ્થાઓ સાધુ ભગવંતના માર્ગદર્શનથી ચાલતી હોય છે તમે સ્વયં એકલાજવ્યવસ્થિત રીતે જે કાર્યો કરી રહ્યા છો તેની ખુબ-ખુબ હૃદયથી અનુમોદના....
શાસનદેવ તમને ખુબ જ શક્તિ આપે કે જેથી સંઘ-શાસનની શ્રુતસેવા દ્વારા ઉત્તમ ભક્તિ કરતાં રહો એજ વિપ્ર ભાવથીધર્મલાભ. પૂ. આ. શ્રી રતાચલસૂરિજી પૂ. શ્રી શાન્તિચંદ્રસૂરિજી સમુદાય
- અહો કૃતજ્ઞાનમ્ રોહ પરમનો પંથ