________________
હોઈશુંamoa!
શ્રુતવિશેષાંક
સંવત ૨૦૭૩ આસો સુદ ૫
જિનશાસનના અણગાર, વિશ્વના શણગાર, સંયમી, વિદ્વાન, જ્ઞાની ગુરૂભગવંતોના ચરણોમાં ચરણ સેવક બાબુલાલની કોટિ કોટિ વંદના; જિજ્ઞાસા સમાધારક પંડિતવર્ય/શ્રુતભક્તશ્રાવકોને પ્રણામ.... - પૂજ્ય ગુરૂદેવોની કૃપાદ્રષ્ટી, પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદથી અહો શ્રુતજ્ઞાન સુવર્ણ અંક-૫૦ને શ્રુતવિશેષાંક તરીકે પ્રકાશિત કરતાં હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. વૈરાગ્યદેશનાદક્ષ, પ્રાચીન શ્રતોદ્ધારક પૂજ્ય આ. શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી, તેમના શિષ્ય પૂ. આ. શ્રી કલ્યાણબોધિસૂરિજી અને પૂ. સૌમ્યરત્ન વિજયજી પ્રેરણા અને માર્ગદર્શનથી ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય સંયમી ગુરૂભગવંતો અને વિદ્વાનો, પંડિતો, શ્રેષ્ઠીઓને શ્રુત વિષયક માહિતીના આદાનપ્રદાનના ઉદ્દેશ્યથી અગ્યાર વર્ષ પહેલાં શરૂઆત થઈ. - દીક્ષાદાનેશ્વરી પૂજ્ય આ. શ્રી. ગુણરત્નસૂરીશ્વરજી મ.સા., તેમના શિષ્ય પૂ. આ. શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા., સંઘ કૌશલ્યાધાર પૂ.આ. શ્રી જયસુંદરસૂરીશ્વરજી મ.સા., તથા જ્ઞાનપ્રેમી વિદ્વવર્ય પૂ.આ.શ્રી મુનિચંદ્રસૂરિજી મ.સા. દ્વારા સતત માર્ગદર્શન, શ્રુતજ્ઞાન અંગેની માહિતી, તેમજ લેખ અને લખાણમાં શાસ્ત્રાનુસાર ટીપ્પણ તેમજ પ્રફ ચેકીંગમાં પણ સહાયભુત બન્યા છે તે સર્વેનો અંતઃકરણપુર્વક આભારી છે. તેમજ સાબરમતીમાં બિરાજમાન સાધ્વીજી ભગવંતોપણ પ્રફચેકીંગ દ્વારા શ્રુતના કાર્યમાં સહાયક બન્યા તેમનો ઋણી છું. | ગુરૂભગવંત દ્વારા આ વર્ષે પ૦ માં અંકને સુવર્ણઅંક તરીકે પ્રકાશિત કરવા માટે માર્ગદર્શન અપાયું અને તેને અનુલક્ષીને પૂજ્ય ગુરૂભગવંતો અને વિદ્વાનોને અમોએ પત્ર દ્વારા તેમજ અહો શ્રુતજ્ઞાનમ્ અંક ૪૯માં વિનંતી કરી. ચાતુર્માસમાં શાસનના અનેક કાર્યો અને સ્વની આરાધના, સ્વાધ્યાયમાંથી પોતાનો કિંમતી સમય ફાળવીને ખૂબ જ ભાવપુર્વક ૬૦ થી વધુ ચિંતન, મનન, માહિતીપ્રદ લેખ તથા અનુમોદનાના પત્રોમોકલનાર સર્વગુરૂભગવંતોનો અંતઃકરણપૂર્વક ઋણ સ્વીકાર કરું છું. | અમારા પરિવાર દ્વારા સ્વદ્રવ્યથી બનાવેલ શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડારમાં અગ્યાર વર્ષ દરમ્યાન નૂતનપ્રકાશિત પુસ્તકો ભેટમાં મોકલનાર સર્વે ગુરૂ ભગવંતો પ્રકાશકોનો પણ આભારી છું કે તેમને મોકલેલા પુસ્તકો દ્વારા જ નૂતનપ્રકાશિત લગભગ ૩૮રપ પુસ્તકોની યાદી આપી શકાઈ છે. ગચ્છ અને સમુદાયના ભેદ વગર સર્વે ગુરૂભગવંતો દ્વારા પોતાના ત્યાં થઈ રહેલ શાસ્ત્રસંશોધન/સંપાદનની વિગત અમોને મોકલી જેના લીધે "સરસ્વતીપુત્રોને વંદના" કોલમ જીવંત અને ઉપયોગી બની રહી. માસિકના માધ્યમથી પૂજ્ય ગુરૂભગવંતો સાથે જીવંત સંપર્ક, અને તેઓનું શાસ્ત્રોક્ત માર્ગદર્શન, શ્રતના કરવા યોગ્ય કાર્યોની પ્રેરણા અને માર્ગદર્શન સતત મળતું રહ્યું છે જે માટે બધાનો આભાર માનું છું. રપ વર્ષથી વૈયાવચ્ચના માધ્યમથી જોડાયેલા શ્રી પાર્શ્વનાથ ફાઉન્ડેશન ના સર્વે કલ્યાણમિત્રોએ પણ ગુરૂભગવંતોને વંદન કરવામળવાજવામાં તેમજ શ્રુતના કાર્યમાં સહાયભૂત બન્યા છે.
સતત અગ્યાર વર્ષથી ખૂબ જ ટૂંકા સમયમાં કમ્પોઝીંગ કરીને દરવખતે નૂતન કલર ડિઝાઈન સાથે સુંદર પ્રિન્ટીંગ કરનાર ભાવેશભાઈ રતિલાલ શાહ તથા આપ૦માં સવર્ણઅંકની અંદર અંદર ડીઝાઈન, કમ્પોઝ કરનાર શ્રી બીજલભાઈ શાહ (બીજલ ગ્રાફિક્સ)નો પણ આભારી છું પરિવાર દ્વારા બધા જ અંકો સ્વદ્રવ્યથી પ્રકાશિત કરવાની ભાવના અને સામુહિક પ્રયતથી જ આ શક્ય બનેલ છે. અને શ્રુતજ્ઞાનના કાર્યમાં સર્વે પરિવારજનોનો સાથ સહકાર સતત મળતો રહ્યો છે.
दासोडहं सर्वसाधूनाम्
સંઘસેવક બાબુલાલ સરેમલ બેડાવાળા ની વંદના