________________
પુસ્તક લેખન અંગે વિચારણા
જ્ઞાનખાતામાંથી છપાયેલ પુસ્તકો પણ ઘણી વખત
શ્રાવકોપયોગી હોય તો તે શ્રાવકો ખરીદતા હોય છે. ત્યાં જે પણ પડતર કિંમત હોય તે જ પુસ્તક ઉપર છાપવી જોઇએ. અને વેચાણમાં આવેલ જે તે રકમ જ્ઞાનખાતામાં જમા કરવી જોઇએ અને તે રકમ ભવિષ્યમાં આવા સુંદર પુસ્તકોને પ્રિન્ટીંગ-પ્રકાશન માટે જ્ઞાનખાતાનો ઉપયોગ થઇ શકે છે.
ઘણી વખત જ્ઞાનખાતામાંથી છપાયેલ પુસ્તકોની નકલ ઘણી બધી વધારે હોય છે. ભારતનાં ટોટલ જ્ઞાનભંડાર કે ઉપયોગી પુસ્તકાલયોમાં તે ભેટ સ્વરૂપે મોકલ્યા પછી પણ ઘણી બધી નકલો સ્ટોકમાં રહેતી હોય છે.તે વધારાની નકલો જો ભણવા કે અભ્યાસ માટેનો ગ્રંથ હોય તો જ્યારે જ્યારે પૂજ્યો પાંચ કે દસના ગ્રુપમાં અભ્યાસ કરતાં હોય ત્યારે ઉપયોગી બનતા હોય છે.
પરંતુ કલ્પસૂત્ર, બારસાસૂત્ર, સુબોધિકાટીકા, ગૌતમસ્વામી રાસ, વગેરે વારંવાર રીપ્રીન્ટ થતાં હોવાથી જ્ઞાનભંડારોમાં જુદા જુદા સંપાદકોની ઘણી બધી નકલો સ્ટોકમાં હોય અને દર વર્ષે એક-બે નવી સંશોધિત કે રીપ્રીન્ટ થઇને પ્રકાશિત થાય છે. તેથી તેની વધારાની નિકાલ કરવાની સમસ્યા ઉભી થાય છે. અને સમસ્યા નિવારણ રૂપે ઉપલબ્ધ સરનામા મુજબ પાઠશાળા કે શિક્ષિકાના સરનામે પણ પોસ્ટ થતા હોય છે. જે જરા પણ વ્યાજબી નથી. આ જ્ઞાનખાતામાંથી છપાયેલ અને (Extra) વધારાની બિનજરૂરી પડી રહે છે.
- તે ઉપરાંત નૂતન પ્રકાશિત પુસ્તકો/ગ્રંથોની યોગ્ય વ્યવસ્થા કરવી પણ જરૂરી છે. જેવી રીતે કે બાર પર્વની આરાધનાના પુસ્તકો, પૂજાવિધિના પુસ્તકો, કલ્પસૂત્ર, બારસાસૂત્ર, નવ સ્મરણ, શ્રીપાલ રાજાનો રાસ વગેરે, દરેક સંઘોમાં પર્વ પ્રસંગે આ પુસ્તકોની જરૂર પડે છે અને જે સંઘોમાં જ્ઞાનભંડાર નથી હોતો ત્યાં તેની એક નકલ પણ શોધવાથી મળતી નથી.
જે સંઘોમાં કાયમી જ્ઞાનભંડાર ન હોય તેવા સંઘોએ ઉપાશ્રય કે દેરાસરમાં એક કબાટમાં ૨૫ થી ૩૦ આવા ઉપયોગી પુસ્તકો અચૂક રાખવા જોઇએ. આપણા બધાં જ તીર્થોમાં પણ એક જ કબાટમાં આવા જરૂરી વિધિ/પર્વ આરાધના માટેના તેમજ સૂત્રો અને અર્થ, પૂજા વિધિ વગેરેના પુસ્તકો રાખવા જોઇએ અને આવા નાના નાના સંઘો કે તીર્થોમાં આવા વધારાના પુસ્તકો વિવેકપૂર્ણ રીતે મોકલવાથી સુંદર કાર્ય થઇ શકે છે.
ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ પણ આ કાર્ય માટે ઉચિત વિવેક જાળવવો જરૂરી છે. જેમ કરણ, કરાવણ અને અનુમોદન દ્વારા સારા કાર્યનું પુણ્ય મળે છે. તે જ રીતે કાર્ય પદ્ધતિની ભૂલને કારણે જાણતા અજાણતા જે કાંઇ પણ દોષ લાગે તેમાં જે તે સંસ્થામાં રહેલ બધાં જ ટ્રસ્ટી કે કાર્યકરોને દોષ લાગતો હોય છે. પ્રેરણાદાતા ગુરુભગવંતો યોગ્ય માર્ગદર્શન આપતા હોય છે. પરંતુ પોતાના વિવેકનો ઉપયોગ કરીને બિનજરૂરી દોષમાંથી બચવું જરૂરી છે.
'અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૯ (૯)