________________
'જ્ઞાન - સ્વામિવાત્સલ્ય
- પ્રિયમ જિનશાસનની પરંપરાનું સંચાલક બળ છે ઉપદેશ. સમવસરણમાં ભગવાન શાસનસ્થાપના કરે, એનું કારણ પણ ઉપદેશ હોય છે, હજારો આત્માઓ દીક્ષા લે છે એનું કારણ પણ ઉપદેશ હોય છે. કોઇ પણ પ્રકારનો ધર્મ થાય- પરિણમે એનું કારણ પણ ઉપદેશ હોય છે.
દુનિયાના જે જે ધર્મો - પંથો વગેરેએ વર્તમાનમાં ઉપદેશનું માધ્યમ સ્વાધ્યાય, પુસ્તક, પ્રવચન વગેરે રૂપે પકડ્યું છે. તેમની ચડતી થઇ રહી છે જેમણે આ માધ્યમ છોડ્યું છે, તેમની પડતી થઇ રહી છે. ચર્ચ પાસેથી પસાર થનાર માણસને ય બાઇબલના બે-ચાર વાક્યો આંખે ઉડીને વળગતા હોય છે. ભલે, એમનો માલ ઉતરતો છે, એમનો પ્રચારનો ઉત્સાહ કેટલો !
આપણી પાસે વિશ્વશ્રેષ્ઠ તત્ત્વ છે, છતાં આપણા દેરાસરો, ઉપાશ્રયો, તીર્થો -આ બધા કેટલા મીન હોય છે, કરોડોના પુસ્તકો આપણે ત્યાં છપાય છે, ને છતાં ય આપણાં સુધી ચ આપણે પહોંચી શક્તા નથી, પ્રવચનોમાં આવે છે તે આવે છે, બાકીના વેગળા રહે છે. સદંતર વેગળા ને બહારના સુધી પહોંચવાનો તો કદાચ આપણી પાસે ઉદ્દેશ્ય જ નથી, આખરે ક્યાં સુધી આપણે આવા રહીશું ? સંવેદનાશૂન્ય, વેદનામુક્ત, ઉત્સાહહીન.... આખરે ક્યાં સુધી?
ચાલો, જિનશાસનની સંવેદનાથી અંતરને ભરી દઇએ, વિશ્વના સર્વ શ્રેષ્ઠ તત્ત્વને સર્વ શ્રેષ્ઠ નજરકેદની બહાર લાવીએ, જૈનોને ચ ભીના ભીના કરી દઇએ, અને જાહેર જનતાને ચ પલાળી દઇએ, Yes, It'sPossible...Come on...
આ ઉપાય છે જિનાલય, ઉપાશ્રય, તીર્થો વગેરેને બોલતા કરી દેવાનો, આખું ચ વાતાવરણ મુખર કરી દેવાનો, સતત જિનશાસનના વક્તવ્યનું બ્રોડકાસ્ટ કરવાનો, જો ઉત્સાહી આત્માઓ તે તે ધર્મસ્થાનની બહારની અને અંદરની દીવાલો પર જિનશાસનના વિશેષ સુભાષિતોને પેઇંન્ટીંગ દ્વારા પ્રસ્તુત કરે, તો આ સ્વપ્ન સાકાર થઇ શકે, પ્રભુની વાણીને સ્વહસ્તે પેઇન્ટ કરવાની અને લાખો લોકોને જિનવચનની લહાણી કરવાની કલ્પના જ કેટલી રોમાંચક છે! આ જ્ઞાન-વામિવાત્સલ્ય છે. આ સદ્ગતિની પ્રભાવના છે. આ ભાવ અનુકંપાદાન છે, આ ભવ કતલખાનામાંથી લાખો જીવોને છોડાવવાની ઘટના છે. આ સિદ્ધચક્રનું ભીતરી પૂજન છે. આ એક દૃષ્ટિએ આગમના સોના-રૂપાના ફૂલ દ્વારા વધામણા છે.
| દર રવિવારે દરેક પુણ્યાત્માઓ દ્વારા એક કલાક આપવામાં આવે તો આપણા તે તે ધર્મસ્થાનનો આખો મહોલ જ બદલાઇ શકે છે. પોસિબલ હોય તો ધર્મસ્થાન સિવાય પણ સોસાયટી, ઘર વગેરેની દીવાલ પર પણ આ જ્ઞાન-સ્વામિવાત્સલ્ય સાકાર થઇ શકે છે.
અહો ! શ્રુતજ્ઞાનમ - ૪૦ ૬