________________
શ્રુતોપાસક ભગવંતોને વિનંતી
લેખક : પૂ.ભવ્યસુંદરવિજયજી મ.સા. છેલ્લા બાર વર્ષમાં જ્ઞાનભંડારોના ક્ષેત્રમાં કેટલુંક કાર્ય કરવાનો લાભ મળ્યો. મુંબઇના જ જ્ઞાનભંડારોનો સંપૂર્ણ જીર્ણોદ્ધાર, બીજા અનેક ભંડારોના જીર્ણોદ્ધારમાં આંશિક માર્ગદર્શન, દસ જેટલા ભંડારોનું લિસ્ટ બનાવવું - કોમ્પ્યુટરાઇઝ કરવું, જૈન જ્ઞાનભંડાર માટેના ખાસ સોફ્ટવેરનું આયોજન વિગેરે કર્યા.
તે દરમિયાન જ્ઞાનભંડારોને લગતી અનેક સમસ્યાઓ નજરમાં આવી, તેમાંની એક છે. અધૂરા-અપૂર્ણ લિસ્ટ.
લિસ્ટમાં ભળતી જ વિગતો હોય કે હોય જ નહીં...
આ સમસ્યાના બે મુખ્ય કારણો છે.
(૧) લિસ્ટ બનાવનાર વ્યક્તિ.
સંસ્કૃત-પ્રાકૃત કે શાસ્ત્રીય પરિભાષાઓથી અજાણ હોય છે.
(૨) ગ્રંથોના સંપાદનની પદ્ધતિ
દા.ત. : આવશ્યક નિયુક્તિની ટીકાનું મથાળું આ રીતે હોય છે.
.
' સૂરિપુરંદરહરિભદ્રસૂરિ સૂત્રિતવૃત્તિયુતં -
શ્રુતકેવલિભદ્રબાહુવામી ગ્રંથિતનિયુક્તિયુતં -શ્રી આવશ્યક સૂત્રમ્ ”
આને, સામાન્ય વ્યક્તિ, આવશ્યક નિયુક્તિ- ટીકા એ રીતે ઓળખી શકે તે દુષ્કર છે. લિસ્ટ અપૂર્ણ | અશુદ્ધ હોવાના કારણે, ભગીરથ પુરુષાર્થ કરીને સંપાદન, મુદ્રણ, વિતરણ કરેલ ગ્રંથ, અભ્યાસુના કામમાં આવી ન શકે, મોટી કરૂણતા છે.
એ
આનો ઉપાય, સરળ છે, આપણા હાથમાં છે. ગ્રંથોનું સંપાદન કરનાર મહાત્માઓ જો લિસ્ટમાં લખવાની વિગતો એક નિયત ચોક્કસ (સ્ટાન્ડર્ડ) પદ્ધતિએ ગ્રંથમાં જ લખવાનુ શરૂ કરે ; અથવા ગ્રંથ જ્ઞાનભંડારમાં મોકલાય ત્યારે સાથેના પત્રમાં પણ એ વિગત જણાવે તો જ્ઞાનભંડાર સંભાળનારનું કાર્ય સરળ થશે, અભ્યાસુઓને શીઘ્ર ગ્રંથ મળશે અને સંપાદનની શ્રમણોની મહેનત સાર્થક થશે.
આવી પદ્ધતિ શું હોય શકે તે અંગેની મારી વિચારણા મુજબ એક ફોર્મેટ આ સાથે
બહુ
મૂક્યું છે.
જેમ કે જ્ઞાનભંડારના લિસ્ટમાં લખવાની વિગત....
(૧) ગ્રંથનું શાસ્ત્રીય નામ(દા.ત. વિવાહ પનતી)
(૨) ગ્રંથનું લોક પ્રસિદ્ધ નામ(દા.ત. ભગવતી સૂત્ર)
(૩) મૂળ સૂત્ર / ચૂર્ણિ | ટીકા | અનુવાદ / વિવેચન..... શું છે ? તે
(૪) ગ્રંથ એક થી વધુ ભાગમાં છપાવવાનો / છપાયેલ હોય તો ભાગ નં.
(૫) દરેક ભાગમાં કેટલા (ક્યા થી ક્યા) અધ્યયન ( કે શતક )ની વિગત (૬) ગ્રંથ કર્તા
(૦) ચૂર્ણિકાર | ટીકાકાર વિગેરેના નામ
(૮) અનુવાદ/વિવેચન હોય તો અનુવાદક / વિવેચકના નામ (૯) સંપાદક, પુનઃસંપાદન હોય તો પ્રાચીન પ્રકાશકનું પણ નામ
અહો ! શ્રુતજ્ઞાનમ્ = 88
•
Scanned with CamScanner