________________
તયજ્ઞ માટે વિજ્ઞામિ
પ્લાન તયજ્ઞ વિશિષ્ટ વિદ્વાનોની નિશ્રા, તેજવી પૂજ્યોની કાર્યશીલતા, વૈયાવચ્ચી પૂજ્યોની કટિબદ્ધતા, એક મુદ્દાનો કાર્યક્રમ અને બીજા બધાં જ કાર્યોની ગૌણતા, શુદ્ધિકરણ, લિવ્યંતર, સંશોધન, સંમાર્જન, માર્ગદર્શન, ટીમ-વર્ક આ બધાં દ્વારા પવનવેગે અદભુત ઋતયજ્ઞ સંપન્ન થઇ શકશે, ચાર સંશોધક પૂજ્યો, બે વૈયાવચ્ચી પૂજ્યો, બે અધતન ટેકનોલોજી (કોમ્યુટર, પ્રિન્ટર, ઇન્ટરનેટ વગેરે) ના જાણકાર સ્ટાફ, બે શ્રુતપ્રેમી શ્રાવકો-પંડિતવર્યો અને એક વિશિષ્ટ વિદ્વાનોની નિશ્રા આવા મહત્તમના ગુપોથી આ કાર્યો શીઘુતમ થઇ શકે. દરેક વિષયના ૫૦ ગ્રંથો આ રીતે પાંચ જ વર્ષમાં તૈયાર થઇ શક્યું. જુદા જુદા વિષયોના ૨૫૦-૩૦૦ અપ્રગટ ગ્રંથો ફક્ત પાંચ વર્ષોમાં પ્રકાશિત થઇ શક્શ અથવા અશુદ્ધ પ્રકાશનોનું અત્યારે ઉપલબ્ધ હસ્તપ્રતોના આધારે વધારે શુદ્ધ પ્રકાશન પણ થઇ શક્યું.
સહાય સેતુ સમૃદ્ધ જ્ઞાનભંડારોના સંચાલકો તે પૂજ્યોને જરૂરી પુસ્તકો ઉપલબ્ધ કરી આપે, યોગ્ય શ્રાવકો જરૂરી હસ્તપ્રતો અને હસ્તપ્રતોની સૂચિ ઉપલબ્ધ કરી આપે, અગ્રણી પ્રકાશક સંસ્થાઓ તૈયાર થયેલ ગ્રંથોનું પ્રકાશન તથા વિતરણ કરી આપે. જ્ઞાન ભંડારના સંચાલકો, શ્રુતપ્રેમી શ્રાવકો અને પ્રકાશકોની જુદા જુદા શહેરમાં વ્યવસ્થા ગોઠવવા માટેની જવાબદારી લેવા માટે અમો ખાતરી આપીએ છીએ.
નમ્ર યાચના આપની અમીદષ્ટિથી આ શ્રુતિયજ્ઞ સુચારૂ પણે સાકાર થાય એવી આપને પ્રાર્થના છે. આ બાબતમાં મારે યોગ્ય જે સૂચન, માર્ગદર્શન, આદેશ હોય, તે ફરમાવવા સેવક પર કૃપા કરશોજી. | મયં નિ[[[ સરdi qહાઇ.....
નેશનલ બુકફેર -૨૦૧૬ ભારત સરકાર તરફથી દર વર્ષે આંતરાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે જાન્યુઆરી મહીનામાં યોજાયેલ બુક ફેરમાં ૧૦૪૩ સ્ટોત્રા હતાં જેમાં વિશ્વ કક્ષાના પ્રકાશકોની સાથે જુદા જુદા ધર્મના વિવિધ પ્રકાશકોના પણ સ્ટોલ્યા હતા. અને જૈન ધર્મના ત્રણ સંસ્થાના સ્ટોલ્સ પૈકી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંસ્થાની સદંતર ગરેહાજરી રહી હતી. ગુજરાત સરકાર તરફથી પણ દર વર્ષે અમદાવાદ માં મે મહીનામાં નેશનલ બુક ફેરનું પાંચ વર્ષ થી આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે ૧૮૦ સ્ટોલ્સ પૈકી એક જ સ્ટોલ જૈનીઝમનો હતો. ભર ઉનાળામાં પણ એસી ડોમમાં પુસ્તકોના પ્રદર્શન વેચાણની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાહિત્યના વિવિધ ચર્ચા-ગોઠીના લીધે ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્વાનો, શિક્ષકો, વિધાર્થીઓ અને જ્ઞાન પ્રેમી જન સમુદાય તરફથી આવકાર્ય બન્યો હતો. જૈનીઝમનો સ્ટોલ આ વર્ષે પૂજ્ય શ્રી પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાયના શ્રતોદ્ધાકર પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજી ની પ્રેરણાથી શ્રી જિનશાસના આરાધના ટ્રસ્ટ ના સૌજન્યથી રાખવામાં આવ્યો હતો. જેની હૃદય પૂર્વક અનુમોદના કરીએ છીએ. પ્રભુ મહાવીરના ચરિત્રની સૌથી મોટી પુસ્તક અને પ્રભુની વાણીની સૌથી નાની પુસ્તક પણ પ્રકાશિત કરવામાં આવી હતી.
અહો ! શુSિTનમ = ૩૫ ૯