________________
'શાન પાંચમ શી રીતે ઉજવી શકાય ?
ઉધઇ-જીવાત વિગેરે ન થાય એ માટે તમાકુ-ઘોડાવજની પોટલીઓ બનાવી મૂકવાની હોય.. જૂની પોટલીઓ બદલી નવી કરવાની હોય, ધૂળીયા જ્ઞાનભંડારોને વળી પાછો સાફ-સફાઇથી ચકચકાટ કરવાનો હોય છે.
અસ્તવ્યસ્ત થયેલ પુસ્તક-પ્રતોને વ્યવસ્થિત કરવાના હોય અને નવા આવેલ પુસ્તકપ્રતોને ભંડારમાં જમા લેવાના હોય. જે પુસ્તકો ખૂટતા હોય તેની મેળળણી કરવાની હોય, ફાટેલા-ફાટતા મહત્વના પુસ્તકોને સાંધીને બાઇન્ડીંગ કરીને જાળવવાના હોય અને સાવ નકામા કે વધારાના પુસ્તકોનો નિકાલ કરવાનો હોય છે.
" જ્ઞાનપાંચમ આવતા પૂર્વે સમજુ-વિવેકી શ્રાવક સંઘ, આ પ્રમાણે જ્ઞાનભંડારની કાળજી કરે અને પાંચમના દિવસે ભાવથી શ્રુતજ્ઞાનને પૂજે. એ દિવસે જિન શાસનના મૂળ શ્રુતજ્ઞાન રૂપ ૪૫ આગમને ભંડારમાંથી કાઢી, સરસ રીતે તેને સજાવી સકળ સંઘના દર્શનાર્થે રાખે, એ સિવાય પોતાના ભંડારમાં કોઇ વિશિષ્ટ હસ્તલિખિત પ્રિન્ટેડ ગ્રંથ વિગેરે હોય તો તેને પણ શ્રીસંઘના દર્શનાર્થે રાખે, સકળ શ્રીસંઘ તેને પૂજી જ્ઞાનની ભક્તિ કરે.
આમ પ્રાચીન અવચિીન શ્રીસંઘના જ્ઞાનભંડારને વ્યવસ્થિત કરવાના આશયથી શરૂ થયેલ જ્ઞાનપૂજા, માત્ર જ્ઞાનપૂજામાં જ સીમિત થઇ ગઇ, જે વિચારણીય ગણાય, પર્વની ઉજવણીના મૂળભૂત હાર્દને સમજીને, પૂજ્ય ગુરુભગવંતોની પ્રેરણાથી સકળ શ્રીસંઘ, પોતાના ઘરની શુદ્ધિ માટેનો જે પ્રયત્ન હોય છે તેથી પણ અધિક પ્રયત્ન, જ્ઞાનભંડારની આગળ દશર્વિલ શુદ્ધિ તથા તેને વ્યવસ્થિત અને સમૃદ્ધ કરવાનો પ્રયત્ન આ દિવસે કરવો જોઇએ.
તદુપરાંત, આ દિવસે શ્રી સંઘનો જ્ઞાન પ્રત્યેનો પૂજ્યભાવ, ભક્તિભાવ પ્રગટ વ્યક્ત થાય એ માટેના આયોજનો પણ વિચારવા જોઇએ.
જ્ઞાનપૂજનની વ્યવસ્થા હોય ત્યાં જ, શ્રાવકયોગ્ય વિવિધ વિષયના ગ્રંથો રાખવા જોઇએ તથા જ્ઞાનપૂજન કરવા આવનાર ત્યાં બેસી કમ સે કમ ૧૦-૧૫ મીનીટ પણ શ્રુતજ્ઞાનવાંચનનો રસ-રુચિ કેળવે, એવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ, શ્રી સંઘને પ્રેરણા આપવી જોઇએ.
જ્ઞાનપૂજન કરવા આવનાર એકાદ ગાથા-સ્તુતિ-થોય-સ્તવન વિગેરે કાંઇ પણ નવું, એ દિવસે ગોખે એનો પણ પ્રયત્ન કરાય, તેનું બહુમાન રાખી શકાય. પાઠશાળામાં એ દિવસે સૌથી વધુ ગાથા ગોખવાની કોમ્પીટીશન રાખી શકાય. ૪૫ આગમના નામ કોઇને આવડતા હોતા નથી એ ગોખનારને ઇનામ વિતરણ વગેરે જેવું કરાય. માત્ર આવીને એક આંટો મારીને જ્ઞાનપૂજન કરીને વ્યક્તિ જતો રહે, એ કરતાં અહીં આવીને કંઇક પામીને જાય એ પ્રકારનો પ્રયત્ન કરવો જોઇએ. એ માટે. શ્રુતજ્ઞાન ક્ષેત્રે વિશિષ્ટ કાર્ય કરનારા પ્રભાવક આચાર્ય ભગવંતો, જૈનશાસનના વિશિષ્ટ ગ્રંથો, શ્રુતજ્ઞાનનું મહાત્મય, શ્રુતજ્ઞાનના ભેદો, શ્રાવકોને ભણવા યોગ્ય વિવિધ ગ્રંથોના નામ તથા તેનો પરિચય, વર્તમાન કાળે થતા શ્રુતજ્ઞાનના વિશિષ્ટ કાર્ય વગેરેથી શ્રીસંઘને અવગત કરી શકાય. કોઇ એક ભક્તિવંત સંસ્થા કે 'ક્તિ પૂજ્ય યોગ્ય ગીતાર્થ ગુરુ ભગવંતના માર્ગદર્શન મુજબ આવા વિશિષ્ટ બેનરોની મેટર તૈયાર . * જે સંઘોને જોઇએ તેને ઇમેઇલ દ્વારા મોકલી આપે તો એ દ્વારા ઉત્સાહી દરેક સંઘો, પોતાને ત્યાં આ રીતે શ્રુતજ્ઞાનનું સુંદર કાર્ય કરી શકે. અને શ્રુતજ્ઞાનની વ્યાપક ભક્તિનો લાભ મળે.
અનુસંધાન પાન નં-૪ ઉપર
અહો શ્રુતજ્ઞાનમ( ૩૪ )