________________
સરસ્વતી પુત્રોને વંદના
આ ગ્રંથોનું સંશોધન-સંપાદન કાર્ય ચાલુ છે.
પૂ.આ. શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિજી મ.સા. તથા પૂ. આ.કલ્યાણબોધિસૂરિજી મ.સા. (૧) પ્રવચન સારોદ્ધાર ભા-૧,૨ સટીક
(૨) ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ-૧,૨,૩ શાંતિસૂરિજી ટીકા રી-પ્રિન્ટ પ્રતાકાર પૂ.આ. શ્રી ચન્દ્રયશસૂરિજી મ.સા. (પૂ. લબ્ધિસૂરિજી સમુદાય)
(૧) કલ્યાણમંદિર ગ્રંથ - સચિત્ર, યંત્ર સહિત
પૂ. આ.શ્રી હેમપ્રભસૂરિજી મ. સા. ના શિષ્યો (પૂ.કેશરસૂરિજી સમુદાય) (૧) કેશલુંચન - ઐતિહાસિક ગ્રંથ
પૂ.ગણિ રમ્યદર્શનવિજયજી મ.સા. (પૂ.રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) નવસ્મરણ સચિત્ર પ્રતાકાર
પૂ. તત્વપ્રભવિજયજી મ.સા. (પૂ. રામચંદ્રસૂરિજી સમુદાય)
(૧) અધ્યાત્મકલ્પદ્રુમ - બે ટીકા સાથે
અનુસંધાન પાન નં-૭ નું ચાલુ.....
ખાસ તો આ દિવસે જ્ઞાનભંડાર સંભાળનાર-કાળજી રાખનાર વ્યક્તિને ખાસ બક્ષીસ આપવી, બહુમાન કરવું. નિરવાર્થ સેવાભાવીનું પણ સકળસંઘ સમક્ષ ઉચિત ઔચિત્ય-સત્કાર કરવો. જેમ ચૈત્યપરિપાટીમાં અલગ અલગ સંઘોના દેરાસરોના દર્શન કરીએ છીએ એમ જ્ઞાનપરિપાટી ગોઠવી શકાય.. જે દ્વારા જ્ઞાન પ્રત્યેનો બહુમાનભાવ ઉભો થાય. શ્રી સંઘ આજના દિવસે, પોતાને ત્યાંના જ્ઞાનદ્રવ્યને, જ્ઞાનક્ષેત્રે વિવિધ કાર્ય કરતી સંસ્થાઓને દાનરૂપે આપી જ્ઞાનભક્તિનો લાભ લે. શ્રી સંઘમાં શ્રુતાધિષ્ઠાયિકા મા સરસ્વતીની મૂર્તિ સ્થાપન કરી તેની વિશેષ આરાધનાનું આયોજન પણ આ દિવસે થઇ શકે. પાઠશાળાના બાળકોને ૪૫ આગમ, ઉપરાંત પૂ.હરિભદ્રસૂરિજી, પૂ.ઉપાધ્યાયજી મ.સા.ના ગ્રંથો પર પાંચ-પંદર વાક્યો બોલી શકે એ રીતે તૈયાર કરાય.. સકળ સંઘ જ્યારે જ્ઞાનના દર્શનાર્થે આવે ત્યારે આપણા જ બાળકો તેઓને સમજણ આપે આ દ્વારા પણ શ્રુતજ્ઞાનની વિશેષ ભક્તિ થાય. આગમ આદિ ગ્રંથોના સજાવટની કોમ્પીટીશન રખાય. શ્રુતજ્ઞાનનો વરઘોડો કાઢવો હોય (આગમ રથયાત્રા) તો, તે પણ આ દિવસે શક્ય બની શકે.પ્રાચીન શ્રુતલેખનના સાધનો હાથવણાટ કાગળ, બરુ, કલમ, ખિત્તો વગેરે સાધનો પણ પ્રદર્શન રૂપે ગોઠવી શકાય, જેથી સંઘ, આપણી પ્રાચીન પરંપરાથી અવગત થાય. આમ, અનેક રીતે અનેક એંગલથી જ્ઞાનપાંચમની વિવિધતાસભરની ઉજવણી કરી શકાય છે. પૂજ્ય સંયમી ગુરુભગવંતો, શ્રી સંઘના પાઠશાળાના શિક્ષકો-પંડિતો વગેરેને શક્ય આ પ્રમાણે કરાવવા નમ્ર આગ્રહભરી વિનંતી કરીએ છીએ તથા કોઇ વિશેષ આયોજન આપ કરો તો અમોને જણાવશો, જેથી પછીના અંકમાં તેની અનુમોદના કરી શકીએ અને તેથી બીજા અનેકને પણ પ્રેરણા મળે.
અહો ! શ્રુતમ = ૩૪ ૪