________________
(1) A Descriptive Catalogue of Sanskrit & Pakrit MSS 97 yacis
Complined by Hiralal Kapadia Pub :- Bhandarkar Oriental Research Inst.- Poona (2) A Descriptive Catlogue of Sanskrit & Pakrit MSS yacis
Published by B. J.Institute - Ahmedabad (3) Catalogue of Sanskrit and Pakrit MSS Complined by Jinvijayji ec yedis
Published by Rajasthan Oriental Research Institute - Jodhpur (4) A Descriptive Catlogue of MSS in Central Library Baroda - Cent. Library Baroda ઉપર લખ્યા છે એ તો અમોએ ફક્ત અમારે ત્યાં ઉપલબ્ધ ફ્લેટલોગના જ નામ આપ્યો છે, કે જેના વહીવટમાં ક્યાંય જૈન સાધુ કે શ્રાવક નથી, પરંતુ તે બધા જ આ હસ્તપ્રતોમાંની ઝેરોક્ષ નકલ કે સ્કેન થયેલ સી.ડી. તેઓના ધારાધોરણ મુજબ નક્કી કરેલા ચાર્જથી આપે છે. જ્ઞાનવારસાને સાચવી લેવા કટીબદ્ધ વિદ્વાન મુનિભગવંતો અને શ્રુતજ્ઞાનરસિક માત્ર થોડાક જ શ્રાવકો આ કાર્ય હાથમાં લે તો, જે તે સંસ્થામાં રહેલ મહત્વના ગ્રંથોની નકલ જેના સંઘમાં પણ ઝેરોક્ષ અવસ્થામાં ઉપલબ્ધ બની શકે. |
| ભાંડારકર ઇન્ટી. દ્વારા પ્રકાશિત એચ.ડી.વેલણકરના જિનરત્નકોષમાં આપણી હસ્તપ્રતોની વિગતો ૧૯૪૪માં પ્રકાશિત કરવામાં આવેલ. ભારત સરકારે આઝાદી પછી મદ્રાસ યુનીવર્સીટી સંસ્કૃત સીરીઝમાં New Catlogarus of Catlogorum - આ બધી જ સંસ્થા તેમજ આપણાં સંઘ ટ્રસ્ટ સંચાલિત મુદ્રિત કેટલોગોનો સમાવેશ ભાગ ૧ થી ૨૦ માં કરેલ છે. તથા National Mission for Manuscripts-અન્વયે, આ બધા જ કેટલોગોમાં રહેલ હસ્તપ્રતોની યાદી onlione web ઉપર પણ મૂકેલ છે જેનો પણ શ્રીસંઘના હિતમાં ઉપયોગ થઇ શકે.
| -: શ્રીસંઘ જોગ હાર્દિક વિનંતી :શ્રીસંઘના નેજા હેઠળની જે હસ્તપ્રતો છૂટી છવાયી ગામ-પરગામમાં છે તેમાં ક્યારેક ગેરવહીવટને કારણ તો ક્યારેક ચોગ્ય સાચવણીના અભાવે ઉધઇ, અગ્નિ-પાણી આદિનો ભોગ બનીને શ્રુતવારસો ક્ષીણ થતો હોય છે એ પણ અમે અનુભવ્યું છે. હસ્તલિખિત સંગ્રહાયેલા જેટલા પણ જ્ઞાનભંડારો છે, તેમાં અમુક અપવાદોને બાદ કરતા કેટલાય સંગ્રહસ્થાનોમાં વર્ષોના વર્ષો સુધી તાળ પણ ખુલ્યું ન હોય કે જે તે હસ્તલિખિત ગ્રંથ-પ્રતની સાચવણી અર્થે ઘોડાવજ, તમાકુ આદિ મુકવા, સમયે-સમયે બદલવા - વિગેરે પણ નહિં થતું હોય જેમાં ઘણું કરીને શ્રુતભક્તિનો અને શ્રુતભક્તિના જ્ઞાનનો પણ અભાવ અને ઉપેક્ષા જ કામ કરી જતા હોય છે.
| શ્રીસંઘોએ પોતાની પાસે રહેલ જે તે હસ્તલિખિત ગ્રંથનું એકવાર તો સ્કેનીંગ કરાવી જ લેવું જોઇએ. પછી યોગ્ય વ્યક્તિને તેની ઝેરોક્ષ નકલ જરૂરિયાત મુજબ પૂરી પાડી શકાય. શ્રુતજ્ઞાનભક્તિના આ મહત્વના કાર્યમાં કોઇપણ જ્ઞાનભંડારને સલાહ-સૂચન કે દ્રવ્યની અપેક્ષા હોય તો અમે ચોક્કસપણે મદદરૂપ થઇશું તો મૃતભક્તિનો અવશ્ય લાભ આપશોજી.
વિદેશોમાં કે અન્ય સરકારી સંસ્થાઓ દ્વારા ગ્રંથો ઉપલબ્ધ થતાં હોવાને કારણે તે દ્વારા ધણા બધા મહત્વના ગ્રંથો સંશોધન થઇ પ્રગટ થઇ શક્યા છે. તેની તુલનામાં આપણા જ્ઞાનભંડારોમાં રહેલી હસ્તપ્રતો સુરક્ષિત રાખવાના શુભાશયથી સંગ્રહાયેલી જ રહેવાથી જે તે ગ્રંથો પ્રમાણમાં ઓછા પ્રગટ થયા હોઇ શકે છે. હવે સમયનો પરિપાક થયે એ બધા જ ગ્રંથોને સ્કેન કરાવી ઝેરોક્ષ કરાવી સાચવી લેવાની આપને ફરી ફરીને વિનંતિ કરીએ છીએ.
I અનુસંધાન પેજ-૮ ઉપરથી... (૩) કેટલાક જૂના પુસ્તકો, શ્રીસંઘમાં કે શ્રાવકના ઘરોમાં વધારાના થઇ પડેલ પુસ્તકો, માસિક વગેરે કે જે તેઓને અનુપયોગી હોય પરંતુ અન્યને વાંચનાદિમાં ઉપયોગી થઇ પડે એવા હોય તેમજ ગુજરાતી પુસ્તકો જ્ઞાનખાતામાંથી ખરીદીને પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતોને વાંચના બાદ બિનઉપયોગી બનતા હોય એવી પરિસ્થિતિ ઘણે કરીને સર્જાતી હોય છે તો આવા વેરટ બનેલ પુસ્તકોનો બેસ્ટ ઉપયોગ શી શી રીતે કરી શકાય?
આ બાબત આપના અમૂલ્ય માર્ગદર્શનની અમને ખેવના છે. (૪) શ્રુતજ્ઞાનન ક્ષેત્રે કરવા યોગ્ય કોઇ પણ પ્રકારના કાર્યની વિગત અમને મોકલવા યોગ્ય કરશો, તો અમો આપના આભારી થઇશું.