________________
'સરસ્વતી પુત્રો ને વંદના નિમ્નોક્ત ગ્રંથના સંશોધન સંપાદનનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે.
આ.ભુવનભૂષણસૂરીશ્વરજી મ.સા. (પૂ.રામચંદ્રસૂરીશ્વરજી સમુદાય) (૧) શ્રી ચક્ષુરાણકારિતાવાદ - કર્તા ઉપા. યશોવિજયજી - સંશોધન-સંપાદન-ભાષાંતર સાથે (ન્યાયની ચર્ચાના ગ્રંથમાં આગમ નિરૂપિત સિધ્ધાંતને નવ્યન્યાયશૈલીથી નિરૂપણ કરેલ છે.)
આ. જગશ્ચંદ્રસૂરિજી મ.સા. (પૂ.રામસૂરિજી ડહેલાવાળા સમુદાય) (૧) શ્રી પદ્માનંદ મહાકાવ્ય - અમરચંદ્રસૂરિ કૃત
in ગણિવર્ય તીર્થભદ્રવિજયજી મ.સા. (પૂ. કલાપૂર્ણસૂરીશ્વરજી સમુદાય) (૧) ચિહ્રગતિ ચોપાઇ - કર્તા વતિગ - સં - ૧૪૬૨ (૨) જ્ઞાનપંચમી ચોપાઇ - કર્તા વિધ્વણું - સં - ૧૪૨૩ (૩) અનાથી કુલક - કર્તા અજ્ઞાત - ૧૫ મી સદી (૪) ધના સંધિ - કર્તા અજ્ઞાત - ૧૫ મી સદી
શ્રુતભવન સંશોધન કેન્દ્ર(પુના) પ્રેરક પૂ.વૈરાગ્યરતિવિજયજી મ.સા (૧) અધ્યાત્મતરડુિગની - સટીક (ઉપદેશ) (૨) શતપદી પ્રકરણ - આ.મહેન્દ્રસૂરિજી (ચર્ચા) (૩) ઉપદેશ કન્ડલી - સટીક -આ.બાલચન્દ્રસૂરિજી (ઉપદેશ)
શ્રુતભક્તિનો લાભ આપશોજી (૧) પૂજ્ય સાધુ-સાધ્વીજી કે વિદ્વાન પંડિતોના સંશોધન-સંપાદનાદિના વિશિષ્ટ કાર્યો માટે તેમજ પ્રાચીન ગ્રુતવારસાને સુરક્ષિત-સંરક્ષણ કરવા માટે જરૂરી દ્રવ્યની બાબતમાં સકળ શ્રી સંઘ હરહંમેશ તૈયાર જ રહે છે, અને તે ઉચિત છે. તેમ છતાં અભ્યાસ ઉપયોગી સંશોધન-સંપાદન-પ્રકાશનના કાર્યમાં કોઇપણ પ્રકારની સહકારની આપશ્રીને આવશ્યક્તા હોય તો અમારો સંપર્ક કરવા વિનંતી છે. અને એ બાબત યથા શક્ય સર્વપ્રકારે સહાયભૂત થવાનો પૂર્ણ પ્રયત્ન કરીશું. (૨) આપણા જુદા જુદા જ્ઞાનભંડારોમાં રહેલી ખૂબ જ મહત્વના ગ્રંથોને સ્કેન કરાવીને પૂજ્ય જંબૂવિજયજી મ.સા.ની પ્રેરણાથી ૧૦૪ ડીવીડીનો સેટ બનાવીને સંશોધકોને ઝેરોક્ષ નકલ પુરી પાડવા માટે દસ જુદા જુદા જ્ઞાનભંડારોમાં આપવામાં આવેલ છે, તે ગ્રંથો પૈકી પ્રાયઃ અપ્રગટ એવી ૬૭૫ કૃતિઓ પૈકી મહત્વના થોડાક ગ્રંથોની યાદી પેજ નં-૬ ઉપર રજુ કરી છે તેમાંથી સંશોધન-સંપાદન માટે જોઇતા ગ્રંથોની ઝેરોક્ષ નકલ અમારી પાસેથી મળી શકશે. પૂજ્યોને સંશોધન રેફરન્સ અભ્યાસ માટે ઘણા ગ્રંથોની જરૂર પડે છે જે પૈકી આપણા પ્રકાશનો/જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ નથી તેવા બહુ જ અગત્યના ગ્રંથો jainelibrary.org ઉપર ઉપલબ્ધ છે તે પૈકી થોડાક ગ્રંથોની વિગત પેજ નં-૭ ઉપર આપી છે. વેબ ઉપરથી ડાઉનલોડ કરીને આપણા જ્ઞાનભંડારને સમૃધ્ધ પણ કરી શકાય છે.