SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રસંગે પૂ. રામજીબાપા, પૂ. નાથુબાપા, પૂ. જેસીંગબાપા, પૂ. જીતાબાવજીના ઉપકારને યાદ કરી સ્મરણાંજલિ આપવામાં આવી હતી. શ્રી ચેતન્યધામની યાત્રા સાનંદ-સંપન્ના આપણી સંસ્થા દ્વારા તા. ૨૮-૪-૨૦૧૧ ના દિવસે શ્રી ચૈતન્યધામ, ધણપ, જિ. ગાંધીનગરની એક દિવસની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં ૧૦૦ ઉપરાંત મુમુક્ષુ ભાઈ-બહેનો જોડાયા હતા. સૌ પ્રથમ ચૈતન્યધામના જિનમંદિરના દર્શન તેમજ દ્રવ્ય-ભાવપૂજામાં સૌ જોડાયા. ત્યારબાદ સર્વશ્રી સંદિપભાઈ, વિધિબેન, નીકીબેન તેમજ સંસ્થાના મુમુક્ષુઓએ ભક્તિપદો પ્રસ્તુત કરી સૌને ભક્તિરસમાં તરબોળ કર્યા. પૂજ્યશ્રી આત્માનંદજીએ ધર્મવાર્તા-પ્રશ્નોત્તરી દરમ્યાન જણાવ્યું કે વિશ્વની વ્યવસ્થા જ એવી છે કે વીરલા જીવો જ મોક્ષને પ્રાપ્ત કરી શકે. પોતાની ઘણી યોગ્યતા પ્રગટ થાય ત્યારે જીવને આત્મત્વ પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા જાગે છે અને તેને આત્મા સુગમ અને સુગોચર બને છે. આ વિશ્વમાં મોક્ષ સિવાય ક્યાંય શાશ્વત આનંદ નથી. દુનિયામાં ક્યાંય ગમે નહિ, કંઇ ગમે નહિ, ચિત્ત સંસારથી નિરાળુ રહે ત્યારે જાણવું કે પરમાત્મપ્રાપ્તિની તૈયારી છે. પૂજ્યશ્રી આત્માનંદજીએ ત્રણ-ચાર જેટલા ભક્તિપદો પ્રસ્તુત કર્યા એટલે સૌના ભાવ વિશેષ ઉલ્લસિત થયા. સાંજે આદ શ્રી અશોકભાઈ પી. શાહે ધાર્મિક ક્વીઝના કાર્યક્રમ દ્વારા સૌને જ્ઞાનરસમાં ભીંજવ્યા. પૂજ્ય બહેનશ્રીએ સંઘપૂજનનો લાભ લીધો હતો. ચૈતન્યધામ તરફથી આવાસ - ભોજનાદિની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રા માટે કોઈ પણ પ્રકારનો સહયોગ આપનાર મહાનુભાવો પ્રત્યે સંસ્થા આભારની લાગણી વ્યક્ત કરે છે. | | રાજકોટ મુકામે પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના દેહોત્સર્ગ દિન | નિમિત્તે યોજાયેલ પરમસમાધિ મહોત્સવ સાનંદ સંપન્ન રાજકોટ મુકામે તા. ૨૨-૪-૨૦૧૧ અને ૨૩-૪-૨૦૧૧ દરમ્યાન પરમસમાધિ મહોત્સવની ઉજવણીમાં સંતો તથા વિશિષ્ટ મહાનુભાવોના સ્વાધ્યાય તથા ભક્તિનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૨-૪-૨૦૧૧ના દિવસે સવારે શ્રી દિલીપભાઈ કોઠારીની ભાવવાહી ભક્તિ રાખવામાં આવી હતી. મહોત્સવ દરમ્યાન પૂજયશ્રી ગાંગજીભાઈએ વચનામૃત પત્રાંક - ૯૧ના આધારે, પૂજયશ્રી નલિનભાઈ (ભાઈશ્રી)એ વચનામૃત પત્રાંક ૨૦૧ ના આધારે, પરમ આદરણીય બહેનશ્રી સુધાબેન શેઠે વચનામૃત પત્રક - ૨૮૦ના આધારે, પૂજ્યશ્રી ગોકુળભાઈએ પત્રાંક ૫૭૦ ના આધારે, પૂજ્યશ્રી રાકેશભાઈએ પત્રાંક - ૪૬૭ ના આધારે મનનીય સ્વાધ્યાય આપ્યા હતા. તા. ૨૩મી એ સવારે પૂજયશ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબના તથા આદરણીયશ્રી વસંતભાઈ ખોખાણીના મનનીય સ્વાધ્યાય બાદ આભારવિધિથી કાર્યક્રમનું સમાપન થયું હતું. પૂજયશ્રી આત્માનંદજીની શારીરિક અસ્વસ્થતાને કારણે રાજકોટ જઈ શક્યા નહોતા. પૂજય બહેનશ્રી તથા થોડા મુમુક્ષુ ભાઈબહેનો સત્સંગનો લાભ લેવા રાજકોટ ગયા હતા તથા પૂજ્યશ્રીનો શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. - રાજકોટ નિવાસ દરમ્યાન આદ શ્રી નરેન્દ્રભાઈ | જ્યોતિબેન સમગ્ર પરિવારે ખૂબ પ્રેમપૂર્વક સેવા કરી હતી. તેઓનો ખૂબ ખૂબ આભાર તથા પૂજયશ્રીના શુભાશીર્વાદ. ૪૦ uિuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ + મે - ૨૦૧૧]
SR No.523255
Book TitleDivya Dhvani 2011 05
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy