SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ એક વર્ષ પૂરું થાય છે. તે પ્રસંગે જુલાઈ ૧૪ થી ૧૭ ગુરુપૂર્ણિમાના શિબિરના અંતિમ દિવસે રવિવારે તા. ૧૭ જુલાઈએ વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે વિશિષ્ટ રીતે ગૌતમસ્વામી તથા કુંદકુંદસ્વામીજીની પૂજા, ગણધર ભગવાનની મહાપૂજા (શ્રી લઘુગણધરવલયવિધાન) કરવામાં આવશે. વિશેષ તો ગણધર ભગવાનની આરાધનારૂપે આ દિવસની ઉજવણી થશે. પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન જે મહાનુભાવો ઇન્દ્ર-ઇન્દ્રાણી બન્યા હતા તેઓને ફરીથી આ વિશિષ્ટ વિધાનમાં બેસવાનો લાભ મળશે. આ ઉપરાંત મહાનુભાવોના સ્વાધ્યાય, ભક્તિસંગીત વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સૌને આ પ્રસંગે પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. - પરમકૃપાળુદેવના દેહોત્સર્ગદિન નિમિત્તે સંસ્થામાં યોજાયેલ વિશિષ્ટ કાર્યક્રમો : ચૈત્ર વદ પાંચમ, તા. ૨૨-૪-૨૦૧૧ પરમકૃપાળુદેવના પરમ સમાધિદિન નિમિત્તે આપણી સંસ્થામાં વિશિષ્ટ પ્રકારે સાધનાક્રમ ગોઠવાયો હતો. પ્રાતઃકાળે આજ્ઞાભક્તિ ઉપરાંત કૃપાળુદેવ રચિત પદોનું પારાયણ થયું હતું. સ્વાધ્યાયની બેઠકમાં આદ, શ્રી અશોકભાઈ શાહે વચનામૃત પત્રાંક – ૭૨૮નું અનુસંધાન લઈ જ્ઞાનીપુરુષોએ મૃત્યુ પ્રત્યે કેવો અભિગમ કેળવ્યો છે અને આપણને તે માટે કેવી પ્રેરણા આપી છે – તે વિષય પર મનનીય સ્વાધ્યાય આપ્યો હતો. “પરમકૃપાળુદેવના જીવન અને કવન' વિષય પર આધારિત પૂજ્યશ્રીની વીડિયો કેસેટ મૂકવામાં આવી હતી. બપોરે મંત્રજાપ, ધ્યાન તથા કૃપાળુદેવના જીવનપ્રસંગોનું વાચન કરવામાં આવ્યું હતું. રાત્રે કોબાના વિવિધ ભક્તિકારોએ રાજ-ભક્તિ પ્રસ્તુત કરી કૃપાળુદેવ પ્રત્યે સમર્પણતાના ભાવ વ્યક્ત કર્યા હતા. છાશવિતરણ કેન્દ્રનું ઉદ્દઘાટના આપણી સંસ્થામાં આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે સાથે વસ્ત્ર વિતરણ, મેડિકલ કેમ્પનું આયોજન, નેત્રયજ્ઞ, જરૂરતમંદો માટે અનાજ-કરિયાણાનું વિતરણ, છાશકેન્દ્રો ચલાવવા જેવી અનેકવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓનું પણ અવારનવાર આયોજન થતું રહે છે. તા. ૧૬-૪-૨૦૧૧ ના શ્રી મહાવીર જન્મ કલ્યાણકના શુભ દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂના કોબા મુકામે તથા કોબા-ગાંધીનગર હાઈવે પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કુલ બે છાશ વિતરણ કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. આ છાસકેન્દ્રના મુખ્ય દાતા આદ.શ્રી જયોતિબેન નાણાવટી | આદ. શ્રી ર્ડો. મહેન્દ્રભાઈ નાણાવટી તથા સહયોગી દાતાઓને સંસ્થા તરફથી સાભાર ધન્યવાદ પાઠવીએ છીએ. આ છાશ કેન્દ્ર માટે તન-મન-ધનથી સેવાઓ આપનાર સેવાભાવી મહાનુભાવોને પણ અનેકશઃ ધન્યવાદ પાઠવીએ છીએ. આપણી સંસ્થામાં શ્રી મહાવીર જન્મકલ્યાણકની ઉજવણી સાનંદ સંપન્ન આપણી સંસ્થામાં તા. ૧૬-૪-૨૦૧૧ ના દિવસે શ્રી મહાવીર જન્મકલ્યાણકની ઉજવણી ઉલ્લાસભેર વાતાવરણમાં સંપન્ન થઈ. સવારે જિનમંદિરમાં પરમાત્માના અભિષેક તથા પ્રભુ મહાવીરના સ્તવનો ભાવપૂર્વક રજૂ થયાં. ત્યારબાદ ભગવાન મહાવીરની દ્રવ્ય-ભાવપૂજા કરવામાં આવી. - ભક્તિસંગીતની કેસેટ દરમ્યાન સૌએ પ્રભુભક્તિનો સ્વાદ માણ્યો. ત્યારબાદ પૂજયશ્રી આત્માનંદજીએ શ્રી મોક્ષમાળા શિક્ષાણાઠ-૮૧ “પંચમકાળ” ના આધારે સ્વાધ્યાય આપતા જણાવ્યું કે કળિયુગમાં ઉત્તમ ૩૮ દિવ્યધ્વનિ કે મે - ૨૦૧૧]
SR No.523255
Book TitleDivya Dhvani 2011 05
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy