________________
લેખકો / ગ્રાહકો / વાચકોને
- પ્રાર્થના
‘દિવ્યધ્વનિ' દર મહિને પ્રગટ થાય છે. * કોઈ પણ અંકથી ગ્રાહક થઈ શકાય છે. • ત્રણ વર્ષથી ઓછી મુદતનું લવાજમ
સ્વીકારવામાં આવતું નથી. ચેક/ડ્રાફ્ટ/એમ.ઓ. “શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા”ના
નામનો મોકલવો. @ સહુ સ્વજનો-મિત્રો વધુમાં વધુ ગ્રાહકો
નોંધાવીને સહયોગી બને તેવી વિનમ્ર અપેક્ષા છે. ગ્રાહકોએ પત્રવ્યવહારમાં પોતાનો ગ્રાહક નંબર અને પૂરું સરનામું અવશ્ય લખવું. ગ્રાહક નંબર સરનામાની ઉપર લખેલો હોય તે નોંધી રાખવા વિનંતી છે. સરનામામાં ફેરફાર થયાની જાણ તાત્કાલિક કરવા વિનંતી છે. કોઈપણ લેખ સ્વીકારવો કે ન સ્વીકારવો કે ક્રમશઃ લેવો તેનો સંપાદક મંડળને સંપૂર્ણ અધિકાર રહેશે. લેખકોનાં મંતવ્યો સાથે સંપાદક મંડળનું સહમત હોવું આવશ્યક નથી.
હે પરમકૃપાળુદેવ ! મારે મને ગોતવો છે ! આપે ગોતવા માટેનાં ચિહ્નો બતાવ્યાં છે, સમજાવ્યાં છે કે જે હું આ પ્રમાણે સમજ્યો છું : “ચૈતન્ય મારું મુખ્ય લક્ષણ છે; હું દેહપ્રમાણ છું; અસંખ્યાત પ્રદેશ મારું ક્ષેત્ર છે કે જે લોકાકાશ જેટલા પ્રદેશો છે; હું પરિણામી છું; અમૂર્ત છું; અનંત અગુરુલઘુ પરિણત દ્રવ્ય છું; હું એક અખંડ સ્વાભાવિક દ્રવ્ય છું; હું કર્તા છું; ભોક્તા છું; અનાદિથી સંસારી છું; અનંત દુ:ખો ભોગવ્યાં છે અને સમયે સમયે આત્માની અસાવધાનીરૂપ અનંત દુઃખો ભોગવું છું; આ દુઃખથી છૂટી શકાય છે; એ દુઃખ દૂર કરવાનો | ઉપાય મોક્ષ છે અને મોક્ષનો ઉપાય આત્મદર્શન છે. પદ્રવ્યનો હું અકર્તા અને અભોક્તા છું; રાગાદિભાવ તે અજ્ઞાનદશામાં મારું કર્મ છે; હું એનો કર્તા છું અને કર્તા છું માટે ભોક્તા છું; આત્માનુભવ થવાનું મુખ્ય કારણ જિજ્ઞાસા અને સત્સંગ છે; યથાર્થ જિજ્ઞાસા થતાં પાત્રતા પ્રગટે છે અને દેહથી ભિન્ન આત્માનો અનુભવ થાય છે; સ્વભાવથી તો પરદ્રવ્ય - પરભાવ - વિભાવનો હું અકર્તા છું.” – મારું આવું સ્વરૂપ બતાવીને આપે મારા પર અનંત ઉપકાર કર્યો છે. હે ગુરુદેવ !
આ પામર અત્યંત મૂઢ છે. અલ્પ આયુષ્ય, અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, બળવીર્યની ઓછપ અને દુષમકાળ - આવા પ્રતિકૂળ કારણોને લીધે નહિ જાણેલા, નહિ આરાધેલા મોક્ષના માર્ગની પ્રાપ્તિ અત્યંત દુષ્કર છે; છતાં આપની આજ્ઞાએ ચાલતાં તે માર્ગની મને પ્રાપ્તિ થશે એવી શ્રદ્ધા છે.
|| ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ||
up
યાપિપપ
: મુદ્રણસ્થાન :
ભગવતી ઑફસેટ ૧૫/સી, બંસીધર ઍસ્ટેટ, બારડોલપુરા,
અમદાવાદ - ૩૮૦૦૦૪ ફોન : ૨૨૧૬ ૭૬૦૩
૨inuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ ક મે - ૨૦૧૧)