SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મસિદ્ધિપારાયણ [૧] તા. ૬-૨-૨૦૧૧ ના રોજ સંસ્થાને સમર્પિત મુમુક્ષુવિશેષ આદ શ્રી જયંતીભાઈ | પુષ્પાબેન શાહ પરિવાર તરફથી આદ, શ્રી જયંતીભાઈ વી. શાહના નાનાભાઈ શ્રી હસમુખભાઈ (મોમ્બાસાકેન્યા) ના સુપુત્ર સાગરભાઈના આત્મશ્રેયાર્થે શ્રી આત્મસિદ્ધિપારાયણ રાખવામાં આવ્યું હતું. પારાયણ પછી પૂજ્યશ્રીના સ્વાધ્યાયની વિડીયો કેસેટ રાખવામાં આવી હતી, જેમાં “અપૂર્વ અંતરસંશોધનએ વિષય ઉપર પૂજયશ્રીએ મનનીય બોધ આપ્યો હતો. પૂજ્યશ્રી પણ થોડો સમય માટે સ્વાધ્યાય હોલમાં પધાર્યા હતા અને આ કેસેટના આધારે જ વિશેષ સમજણ આપી હતી. તેમાં ચાર મુદ્દા સમજાવ્યા હતા. (૧) કોઈ મહાભાગ્યવાનને, (૨) મહદંપુણ્યના ઉદયે, (૩) સદૂગર અનુગ્રહ અને (૪) અપૂર્વ અંતરસંશોધનથી જીવને “ધર્મ પ્રાપ્ત થાય છે. (આધાર શ્રી રા.વ.પ. ૪૭) પારાયણ બાદ આદ શ્રી જયંતીભાઈ શાહ પરિવાર તરફથી સ્વામિવાત્સલ્ય રાખવામાં આવ્યું હતું. ]િ આપણી સંસ્થાના આત્મીયજન સ્વ. રમણિકલાલ યુ. શેઠની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આદ. શ્રી મધુબેન રમણિકલાલ શેઠ પરિવાર તરફથી સંસ્થામાં તા. ૨૭-૨-૨૦૧૧ ના દિવસે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું પારાયણ રાખવામાં આવ્યું હતું. પારાયણ બાદ પૂજ્યશ્રીની વિડીયો કેસેટ મૂકવામાં આવી હતી. પૂજ્યશ્રી આત્માનંદજીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું કે રમણિકકાકા સંસ્થાની સ્થાપનાના આધારસ્તંભો પૈકીના એક હતા. છેલ્લા પાંચ-સાત વર્ષોથી તેઓ મોટેભાગે સંસ્થામાં જ રહેતા. તેઓએ સંસ્થામાં ૧૨ વર્ષ સુધી ભક્તિનું ડિપાર્ટમેન્ટ સંભાળ્યું હતું. સંસ્થામાં તેઓ તત્પરતાથી સેવાઓ કરતા. ભક્તિપ્રધાન અને સરળતાયુક્ત તેઓનું વ્યક્તિત્વ હતું. તેઓના સદ્દગુણોને આપણે જીવનમાં ઉતારવા પ્રયત્ન કરીએ. આ પ્રસંગે આદ શ્રી મધુબેન રમણિકલાલ શેઠ પરિવાર તરફથી સ્વામિવાત્સલ્ય રાખવામાં આવ્યું હતું તેમજ રૂા.૧૦ ની પ્રભાવના કરવામાં આવી હતી. ( હાર્દિક શુભેચ્છા ) ‘દિવ્યધ્વનિ' ના આજીવન સભ્ય તથા સંસ્થાના શુભેચ્છક આદ શ્રી લખમશી મેઘજી જૈનની શેઠ આણંદજી કલ્યાણજી જૈન દેરાસર ટ્રસ્ટ, કલિકટમાં ટ્રસ્ટી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેઓશ્રીના વરદ હસ્તે ધર્મના કાર્યો થતાં રહે તેવી કોબા પરિવારની હાર્દિક શુભેચ્છા. | વૈરાગ્ય સમાચાર [૧] પૂજ્ય લખમશીદાદાની સંલેખના (સંથારો) સદ્દગુણોની સુવાસથી જીવનને મહેકતું બનાવી, જીવનને સાર્થક કરનારા પૂજ્ય લખમશીદાદાનો સંથારો તા. ૨૩-૧-૨૦૧૧ ના રોજ સીઝી ગયો. તેઓશ્રીનો જન્મ ૮ માર્ચ ૧૯૨૦ માં ડમરા ગામના મૂલબાઈ દેવશી કાનજી કારાણી પરિવારમાં થયો હતો. તેઓ ઉત્તરોત્તર પોતાના જીવનનો વિકાસ સાધતા રહ્યા. તેઓ માત્ર તેમના પરિવારના જ નહિ પરંતુ સામાજિક ક્ષેત્રે પ્રત્યેકના દિલનો દિલાસો, ૩૮uTuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ + માર્ચ - ૨૦૧૧]
SR No.523253
Book TitleDivya Dhvani 2011 03
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy