SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ કરનાર હું આત્મા છું' એમ શરીરથી આત્માને જુદો પાડતાં શીખો. ઈન્દ્રિયોના અલ્પ સુખને માટે જીવ અનંત દુ:ખને ભેગું કરે છે. સત્સંગ કર્યાનું ફળ નિર્મળતા છે. નિર્મમત્વ આવે તો ધર્મ પરિણમે. નિર્મમત્વમાંથી સાચી સમતા અને વીતરાગતા આવે. સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને તોબા કહે તો કોબા આવ્યા સાર્થક છે. ધર્મ જેવો જગતમાં કોઈ અમૂલ્ય પદાર્થ નથી. મોહ પાતળો પાડ્યા વિના સમ્યગદર્શનની પ્રાપ્તિ નહિ થાય. અબુધ અને અશક્ત મનુષ્યો પણ સત્પરુષોના આશ્રયે તર્યા છે. સદ્દગુરુ આપણને પરમગુરુની ઓળખાણ કરાવે છે. સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષ ગરમ ભઠ્ઠી જેવા લાગે ત્યારે આત્મસાધના થઈ શકે. ઘર, કુટુંબ અને દેહના મહેમાન બનીને જીવો, માલિક થઈને નહિ, “બધું મૂકીને જવાનું છે, મારું કાંઈ નથી' એમ વિચારવું. માનવભવ સંયમ અને મોક્ષની પ્રાપ્તિ અર્થે છે. હૃદયથી સત્પરુષની વાણીનું શ્રવણ થાય તો પછી મનન અને નિદિધ્યાસન થાય. મહાપુરુષોના જીવનચરિત્રના પ્રસંગો વિચારવાં. સંસારમાં ફર્યો ઘણું પણ આત્મામાં ઠર્યો નહિ. ધર્મનો-આત્માનો રસ અનુભવે તે જ્ઞાની. ધર્મરસ ચાખ્યા પછી સંસાર ફિક્કો લાગે. • ભક્તિસંગીત : શિબિર દરમ્યાન યુવાભક્તિવંદ - કોબા, આદ, શ્રી જય અશોકભાઈ શાહ તથા આદ, શ્રી હર્ષદભાઈ પંચાલ તથા કોબા મુમુક્ષુવૃંદે ભક્તિરસ પીરસીને સૌને પ્રભુ-ગુરુમય બનાવ્યા હતા. • પ્રકીર્ણ : શિબિર દરમ્યાન અભિષેક, ભાવપૂજા, સંધ્યાવંદન જેવા કાર્યક્રમો નિયમિતપણે યોજાયા હતાં. શિબિર દરમ્યાન સંસ્થાના પ્રકાશનો, ‘દિવ્યધ્વનિ' માસિક તેમજ પૂજ્યશ્રીની વી.સી.ડી., ડી.વી.ડી. પર ૫૦ ટકા ડીસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. શિબિર દરમ્યાન આદ.શ્રી સુશીલાબેન કારાણી, આદ શ્રી પારૂલબેન સંજયભાઈ શાહ તથા આદ શ્રી મીનાક્ષીબેન (યુ.એસ.એ.) વગેરે મુમુક્ષુ બહેનોએ સુંદર બોધાત્મક રંગોળી બનાવી હતી. સંસ્થા સાથે જોડાયેલ સેવાભાવી આદ.શ્રી એન. સી. પટેલના સહયોગથી ક્રિષ્ના હોસ્ટેલ, સે.૨૬, ગાંધીનગરના સંચાલકશ્રી ભીખાભાઈ ચૌધરીએ ૧૧ જેટલા વિદ્યાર્થીઓને શિબિર દરમ્યાન સેવાયજ્ઞ માટે મોકલેલ, જે બદલ સંસ્થા વતી સર્વેને સાભાર ધન્યવાદ પાઠવીએ છીએ. શિબિરને સફળ બનાવવામાં સહયોગ આપનાર સૌ પ્રત્યે સંસ્થા વતી આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. આપણી સંસ્થામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (મેડિકલ સેન્ટર) નું | ખાતમુહર્ત (ભૂમિપૂજન) સંપન્ન આધ્યાત્મિક સાધના સાથે સમાજોપયોગી કાર્યો કરવાની સંસ્થાની નીતિ રહી છે. સંસ્થાના તેમજ સંસ્થાની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જરૂરતમંદોને મેડિકલ ક્ષેત્રે સહાયભૂત થવાની ભાવનાથી સંસ્થામાં નિઃશુલ્ક પ્રાથમિક સારવાર કેન્દ્રનું આયોજન થઈ રહ્યું છે. આ કેન્દ્ર આશરે બે હજાર સ્કે. ફીટના બાંધકામમાં બનશે, જેમાં શારીરિક રીતે અશક્ત વ્યક્તિઓના પ્રવેશ માટે રેમ્પની વ્યવસ્થા હશે. આ કેન્દ્રમાં સારવાર રૂમ, કન્સલન્ટીંગ રૂમ, સ્ટરીલાયઝેશન રૂમ વગેરેની ખાસ વ્યવસ્થા રાખવામાં ૩૬પ દિવ્યધ્વનિ , માર્ચ - ૨૦૧૧]
SR No.523253
Book TitleDivya Dhvani 2011 03
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy