SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ 8 સમાજ-સંસ્થા દર્શન B. ВВВВВВВВВВВВВВВВВВВВВВВВ В લેખિત કસોટીનો નૂતન પ્રયોગ - ફેબ્રુઆરીમાં લેવાયેલ લેખિત પરીક્ષાના નૂતન પ્રયોગ બાદ પૂજ્યશ્રીની આજ્ઞાથી હવે પછીની પરીક્ષા ૨૭ માર્ચ, રવિવારના લેવાશે. જેનો વિષય છે “સાધક-સાથી” પુસ્તકમાંથી પ્રકરણ નં. ૧-ક્ષમા, ૧૩ – વિનય, ૧૫ - સંતોષ, ૨૨ – સત્યનિષ્ઠા, ૨૩ – સરળતા. (દસ લક્ષણ ધર્મના આ પહેલા પાંચ લક્ષણ છે.) સવાંચન, અભ્યાસ, મનન, પ્રમાદ-જય આદિથી પોતાની સાધનાની વૃદ્ધિ એ જ માત્ર પ્રયોજન હોવાથી કસોટીપત્રનું પ્રારૂપ આ રીતે રહેશે : (૧) આ દિવસે જેઓ કોબા ન હોય તેઓ પોતાના ઘરે બેસીને પરીક્ષા આપી શકશે. (૨) તે દિવસે પોતાના અનુકૂળ સમયે પેપર લખી શકશે પણ આપેલ સમયમાં પૂરું કરવાનું રહેશે. (૩) જરૂર લાગે તો પુસ્તકની મદદ લઈ શકાશે. (૪) જવાબ-પત્ર પછી મોકલવામાં આવશે, તે પ્રમાણે પોતે પોતાના માર્કસ આપવાના રહેશે. તે માટે કોઈ મિત્રની મદદ લઈ શકાશે. (૫) પોતાના માર્કસ નીચે જણાવેલ સંપર્ક સૂત્રને જણાવવા જરૂરી છે. (૬) કોઈના માર્કસ્ કોઈ પણ જગ્યાએ જાહેર કરવામાં નહીં આવે. (૭) પ્રશ્નપત્ર નંtive (ટૂંકા જવાબો)ના રૂપમાં હશે. પ્રશ્નપત્ર અને જવાબપત્ર મેળવવા ઇચ્છતા મમક્ષઓએ અહીં જણાવેલ ઈ-મેઈલ પર તુરંત સંપર્ક કરવો : ashokchemokraft.m ( એપ્રિલ માસમાં સંસ્થા સંચાલિત છાસકેન્દ્ર શરૂ થશે. ) જરૂરતમંદોને સહાયરૂપ થવાની ભાવનાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ એપ્રિલ માસથી સંસ્થા સંચાલિત છાસકેન્દ્ર શરૂ થશે. સંસ્થાની આસપાસના ગામોમાં જરૂરતમંદો માટે છાશ વિતરણ કરવામાં આવશે. આ છાશકેન્દ્ર માટે આદ. મુમુક્ષુવર્ય ડો. મહેન્દ્રભાઈ નાણાવટી (યુ.એસ.એ.) નો મુખ્ય આર્થિક સહયોગ સાંપડ્યો છે, જેનો સંસ્થા ધન્યવાદ સહ સાભાર સ્વીકાર કરે છે. છાશવેન્દ્ર માટે આર્થિક સહયોગ આપવા ઇચ્છતા દાનવીરોને સંસ્થાના કાર્યાલયનો સંપર્ક સાધવા વિનંતી છે. વધુ ને વધુ જરૂરતમંદો (ગરીબો) માટે છાશ વિતરણ થાય તેવી સંસ્થાની ભાવના છે. ( આપણી સંસ્થામાં ત્રિદિવસીય નિઃશુલ્ક આધ્યાત્મિક શિબિર સાનંદ-સંપન્ન પૂજ્યશ્રી આત્માનંદજીના આત્મસાક્ષાત્કારદિન નિમિત્તે સંસ્થામાં તા. ૧૨-૨-૨૦૧૧ થી તા. ૧૪-૨-૨૦૧૧ દરમ્યાન નિઃશુલ્ક ત્રિદિવસીય આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગ્લોર, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, યુ.કે., યુ.એસ.એ. વગેરે સ્થળેથી સારી સંખ્યામાં મુમુક્ષુ ભાઈ-બહેનોએ શિબિરનો લાભ લીધો હતો. મહાનુભાવોના વરદ હસ્તે દીપ-પ્રાગટ્ય દ્વારા શિબિરનો મંગળ પ્રારંભ થયો. શિબિરનું સુંદર સંચાલન સંસ્થા સાથે સક્રિય રીતે સંકળાયેલ મુમુક્ષુ આદ શ્રી શરદભાઈ ડેલીવાલાએ કર્યું હતું. ૩૪ uિuuuuuuuuuuuuuuuuuuuuuu દિવ્યધ્વનિ & માર્ચ - ૨૦૧૧]
SR No.523253
Book TitleDivya Dhvani 2011 03
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy