________________
લેખકો | ગ્રાહકો / વાચકોને
પ્રાર્થના
‘દિવ્યધ્વનિ' દર મહિને પ્રગટ થાય છે. @ કોઈ પણ અંકથી ગ્રાહક થઈ શકાય છે. • ત્રણ વર્ષથી ઓછી મુદતનું લવાજમ
સ્વીકારવામાં આવતું નથી. ચેકડ્રાફ્ટ/એમ.ઓ. “શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા'ના નામનો મોકલવો. સહુ સ્વજનો-મિત્રો વધુમાં વધુ ગ્રાહકો નોંધાવીને સહયોગી બને તેવી વિનમ્ર અપેક્ષા છે. ગ્રાહકોએ પત્રવ્યવહારમાં પોતાનો ગ્રાહક નંબર અને પૂરું સરનામું અવશ્ય લખવું. ગ્રાહક નંબર સરનામાની ઉપર લખેલો હોય તે નોંધી રાખવા વિનંતી છે. સરનામામાં ફેરફાર થયાની જાણ
તાત્કાલિક કરવા વિનંતી છે. @ કોઈપણ લેખ સ્વીકારવો કે ન સ્વીકારવો
કે ક્રમશઃ લેવો તેનો સંપાદક મંડળને સંપૂર્ણ અધિકાર રહેશે. લેખકોનાં મંતવ્યો સાથે સંપાદક મંડળનું સહમત હોવું આવશ્યક નથી.
હે પરમકૃપાળુ દેવ ! બાહ્ય સામગ્રીથી અમે સુખ-દુઃખ માનીએ છીએ એ જ અમારો ભ્રમ છે. સુખ-દુઃખ તો શાતાઅશાતાના ઉદયથી આવે છે અને એમાં પણ મુખ્ય કારણ તો મોહ જ છે. અમારું જ્ઞાન ઈન્દ્રિયોને આધીન છે એ કારણે અમને ભ્રમ થયા કરે છે. આપે અમને સંયોગો અને સંયોગીભાવથી ભિન્ન આત્મપદાર્થ બતાવ્યો છે. હવે કૃપા કરી અમને શક્તિ પણ આપો કે અમે અસંયોગીભાવ એવા પરમાત્મ તત્ત્વમાં અહંબુદ્ધિ કરીએ અને અતીન્દ્રિય જ્ઞાનની ઉપલબ્ધિ કરીએ. હે આત્મા !
જ્ઞાનીઓએ કહ્યું છે કે દેહ પોતાનો નથી; ગમે ત્યારે એનો વિયોગ તો થવાનો જ છે. વળી, તું પણ જાણે છે કે નામ એનો નાશ છે; તો પછી નાશવાન વસ્તુમાં અહંબુદ્ધિ ધારીને દુઃખી શા માટે થાય છે ? મિથ્યાત્વને કારણે ભેદજ્ઞાનનાં નગારાં તારે કાને પડતાં નથી. દેહ જયાં પોતાનો નથી એમ મનાયું કે તરત બીજાની લીધેલી વસ્તુ એને પાછી આપતા આનંદ થશે. દેહ અને આત્મા જુદા જણાય એનું નામ ભેદજ્ઞાન છે. “હું દેહથી જુદો આત્મા છું; દેહ વિનાશી છે, હું અવિનાશી છું” - આવું ભેદજ્ઞાન પ્રાપ્ત કરી શાશ્વત સુખ અને સમાધિને પ્રાપ્ત કરવા ઉદ્યમશીલ બન.
www
શ્યપ
: મુદ્રણસ્થાન :
ભગવતી ઑફસેટ ૧૫/સી, બંસીધર ઍસ્ટેટ, બારડોલપુરા,
અમદાવાદ - ૩૮૦૦૦૪ ફોન : ૨૨૧૬ ૭૬૦૩
|| ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ||
દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuu| ૨