________________
રમી રહ્યો છે રામ .
(દોહરા) સંકલન, પ્રેષક : ગુલાબચંદ ધારશી રાંભિયા રસ, રૂપ ને ગંધ નહીં, નહીં સ્પર્શનું નામ, મૂર્ત નહીં પણ દેહમાં રમી રહ્યો છે રામ.
આંખોથી દેખાય નહીં તો પણ પ્રગટ જણાય,
થાય કદાપિ ધ્યાનથી, ચિંતન જો મનમાંય. સ્વરૂપ સાચું સમજીને, મોહ કરું હું દૂર, ગુરુવાણીથી આજ હું, ભાંગુ ભ્રાન્તિ જરૂર.
| નિશ્ચય મનથી દેખતા, વિશુદ્ધ મારો રામ,
રામ મહીં હું જોડતો, ઈન્દ્રિયો તણા કામ. સ્મરણ કથિી જેહનું, જ્ઞાન જ્યોત ઝલકાય, મોહતિમિર અદૃશ્ય થતાં, ઉર આનંદિત થાય.
આત્મરામનો વાસ તો, દેહ મંદિરે હોય,
અન્ય સ્થળે શોધું નહીં, શોધું દેહની માંય. ક્રોધાદિક સંયોગથી, પામું નહીં વિકાર, મેઘ વિકારી હોય પણ, નભતો નહીં તલભાર,
પરમ જ્ઞાન તે આત્મા છે, નિર્મલ દર્શન તેજ,
ગણું તેજ ચારિત્ર્યને, નિર્મળ તપ પણ એજ. નમન કરવા યોગ્ય છે, એકજ મારો રામ, સજનનું પણ શરણ છે, મંગલ ઉત્તમ રામ.
સંસારી સર્વ વ્યાધિઓ, મને દેતી દુઃખ,
શીતળ જળ મંદિર આ, આત્મા આપે સુખ. સચ્ચિદાનંદ સ્વરૂપને, ધરતો હું નિઃશંક, બીજા આનંદો બધા, ક્ષણભંગુર ને રંક.
કર્મબંધનથી બલ્બ પણ, બંધન કરે નહિ કર્મ,
રાગદ્વેષથી યુક્ત પણ, નિર્મળ સમજો મર્મ. આત્મસ્વરૂપે લીન તે, પરમયોગી કહેવાય, આત્મવત્ સૌ જીવને, ગણે હૃદયની માંય.
ભિન્ન ભિન્ન સંયોગથી, મુખ વિકારી થાય, પણ દર્પણ નિર્મળ સદા, મુખ જોયે શું થાય ?