SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવવાણીના ઉદ્ગારરત્નો भीसणणरयगइए तिरियगइए कुदेवमणुयगइए । पत्तोसि तिव्वदुक्रवं भावहि जिणभावणा जीव ॥ | - શ્રી કુંદકુંદાચાર્ય ‘ભાવપાહુડ’ - ૮ ભયંકર નરકગતિમાં, તિર્યંચગતિમાં અને માઠી દેવગતિ તથા મનુષ્યગતિમાં હે જીવ ! તું તીવ્ર દુઃખને પામ્યો. માટે હવે તો જિનભાવના (જિન ભગવાન જે પરમ શાંતરસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમશાંત સ્વરૂપ ચિંતવના) ભાવ, ચિંતવ. ताव ण णज्जइ अप्पा विसयेसु णरो पवइए जाम । विसए विरत्तचित्तो जोई जाणेइ अप्पाणं ॥ - શ્રી કુંદકુંદાચાર્ય “મોક્ષપાહુડ’ - ૬ જ્યાં સુધી આ આત્મા ઇંદ્રિયોના વિષયભોગોમાં આસક્ત થઈ પ્રવૃત્તિ કરે છે ત્યાં સુધી આત્માનું જ્ઞાન થઈ શકતું નથી. જે યોગી આ વિષયભોગથી વિરક્ત છે તે જ આત્માને યથાર્થ જાણી શકે છે. (૩) ગૃહરો મોક્ષમારો નિર્માદો નૈવ મોહવાના अनगारो गृही श्रेयान् निर्मोहो मोहिनो मुनेः ॥ | - શ્રી સમતભદ્રાચાર્ય “શ્રી રત્નકરંડ શ્રાવકાચાર' - ૩૩ દર્શનમોહથી રહિત ગૃહસ્થ મોક્ષમાર્ગમાં સ્થિત છે અને દર્શનમોહ યુક્ત ગૃહરહિત અનગાર મુનિ મોક્ષમાર્ગી નથી. તેથી દર્શનમોહથી યુક્ત મુનિ કરતાં દર્શનમોહ રહિત ગૃહસ્થ શ્રેષ્ઠ છે. (૪) તૃપ્તિનનવ મોદલાવવન્શિનમ્ असातसन्ततेर्बीजमक्षसौरव्यं जगुर्जिनाः ॥ | શ્રી શુભચંદ્રાચાર્ય “જ્ઞાનાર્ણવ' - ૧૩ શ્રી જિનેન્દ્ર ભગવાને કહ્યું છે કે આ ઈંદ્રિયજન્ય સુખ અતૃપ્તિકારી છે, મોહરૂપી દાવાનળને વધારવાને ઈંધન સમાન છે અને આગામી કાળમાં દુઃખોની પરિપાટીનું બીજ છે. (५) हदयसरसि यावनिर्मलेऽप्यत्यगाधे वसति कषायग्राहचक्रं समन्तात् । श्रयति गुणगणोऽयं तन्न तावाद्वेशङ्कसमदमयमशेषैस्तान विजेतुं यतस्व॥ - શ્રી ગુણભદ્રાચાર્ય “આત્માનુશાસન’ - ૨૧૩ હે ભવ્ય ! જ્યાં સુધી તારા નિર્મળ અને અગાધ દયરૂપી સરોવરમાં કષાયરૂપી મગર આદિ જલચરોનો સમૂહ વસે છે ત્યાં સુધી ગુણોનો સમૂહ નિઃશંકપણે તારામાં પ્રવેશ કરી શક્તો નથી. તેથી તું સમભાવ, ઇંદ્રિય વિષયોનો સંયમ અને અહિંસાદિ મહાવ્રતો દ્વારા તે સર્વ કષાયોને (ક્રોધ-માન-માયા-લોભ) જીતવાનો પ્રયત્ન કર.
SR No.523251
Book TitleDivya Dhvani 2011 01
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages45
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy