SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ જયાનંદ કેવલિચરિત્રના દશમ સર્ગમાં સંગીતવિષયક સામગ્રી-વિચાર (સ્વ) પં. બાબુભાઈ સવચંદ શાહ તપાગચ્છીય શ્રી મુનિસુંદરસૂરિ વિરચિત સંસ્કૃત ભાષા નિબદ્ધ શ્રી જયાનંદ કેવલિ ચરિત્ર' (પ્રાય: ઈસ્વી ૧૫મી સદી પ્રથમ ચરણ)માં દશમા સર્ગમાં ચરિત્રનાયક વામન (જયાનંદ) અને ત્રણ રાજકન્યાના પિતા રાજા શ્રીપતિની સભામાં થયેલા સંવાદમાં, સંગીત-પૃચ્છાના ઉત્તર રૂપે, વામને જે માહિતી આપી છે તે ભારતીય તેમ જ પશ્ચિમ ભારતના સંગીત સંબદ્ધ ગ્રંથોમાં મળી તો આવે છે : પરંતુ અહીં કેટલીક નાની નાની પણ “ગુરુરાગ” જેવી નવીન વાતો પણ છે, અને હાલ અપ્રાપ્ય એવા સંગીતના કોઈ પ્રાકૃત ગ્રંથમાંથી એક ઉદ્ધરણ પણ આપ્યું છે, જે મધ્યકાલીન સંગીતશાસ્ત્રના અભ્યાસીઓને ઉપયોગી નીવડી શકે તેમ છે. ગાયકને કંઠને સક્ષમ રાખવા માટે ખાવામાં હેય-ઉપાદેય વસ્તુઓની વાત પણ આવે છે, જે પછીથી લોકસાહિત્યમાં સોરઠા રૂપે મળી આવે છે. મૂળ પાઠ આપ્યા પછી તેનો અનુવાદ આપ્યો છે. जयानन्दकेवलि चरित्र (सर्ग १०) प्राग्वद् ध्यात्वा नृपोऽवादीद् गीतं चेद् वेत्सि वामन ! । तर्हि सर्वोत्तमं गाय तत्स्वरूपं निवेद्य नः ॥४९॥ वामनः स्माह तत् किञ्चित् प्रसादाद् वेद्मि सद्गुरोः । तत्स्वरूपं तु संक्षेपाद् वच्मि राजन् निशम्यताम् ॥५०॥ तथाहिगान्धर्वं त्रिसमुत्थानं तन्त्री वेणु नरोद् भवम् । वीणा त्रिसरिका-सारङ्ग्याद्या तन्त्रीस्त्वनेकधा ॥५१॥ रागो विजृम्भमाणो नुर्हदि मन्द्रादिभेदतः । तस्याश्छिद्रकसंस्पर्शवशेनोत्पद्यते किल ॥५२॥ एवं वंशेऽपि वीणायां नालशुद्धिस्तु वर्जनात् । शल्यादीनां तथा तुम्बशुद्धिर्वृत्तादिकैर्गुणैः ॥५३॥ तन्त्रीशुद्धिर्बलिस्नायुवालाद्युज्झिततत्कृतैः । इत्यादि वेणु-सारङगी-त्रिसर्यादिष्वपीष्यते ॥५४॥ इत्यादिविस्तरो लक्षमितैः शास्त्रैः प्ररूपितः । कियान् कथयितुं शक्यो राजन्नौत्सुक्यतोऽधुना ॥५५॥ अथ गन्धर्वमुच्येत किञ्चिन्मानुषसम्भवम् । गाता स्यादकृशोऽस्थूलो गले स्यादामयोज्झितः ॥५६॥ सर्वथा वाऽपि नीरोगो मुदितो यौवनान्वितः । तिलयुक्तैलकुल्माष-गुडाद्याहारवर्जकः ॥५७|| शर्करामधुयुग्दुग्धपानीयात्युष्णशीतभुक् । ताम्बूलसुविशुद्धास्यो नरो नार्यपि वेदशी ॥५८॥ प्रयत्नप्रेरितस्तस्य नाभिना वायुरुत्थितः । अयं गीतकलाविज्ञैः प्राणाह्नः कथितः पुनः ॥५९।। मूर्युत्थितो मुखे भ्राम्यज्जिह्वादन्तोष्ठतालुनि । परावर्त्तवशाद्वर्णान् नादं च जनयेत् ततः ॥६०॥ स मन्द्रमध्यताराह्नः स्थानादिवशतः पुनः । सप्तधा स्वरभेदेन भिद्यन्ते ते स्वराः पुनः ॥६१।। सामान्यतो विशेषाच्च त्रयो ग्रामा भवन्ति च । स्वरग्रामेष्वथो संमूर्च्छनाश्चैष्वेकविंशतिः ॥६२।। उत्पद्यन्ते स्वरेष्वेषु रागास्ते सप्त षड्गुणाः । तेषु गीतं द्विधा चाऽऽगमिकं स्याद्देशजं तथा ॥६३।। यदुक्तम् Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy